પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 નારીપ્રતિષ્ઠા અને પુનર્લગ્ન, ૩૧૭ fમ સમજાવી સમજાવી તે પ્રેમને ન વધવા દેવા નહિ, પણ એમણે જે વાયપર ટીકા કરી છે તે વાયજ એમના સમજવામાં આવ્યું હોય એમ લાગતું નથી. મેં એમ લખ્યું છે કે “ પૂર્ણ પ્રેમથી જોડાયેલાં હોય તેમને તે પુનર્લગ્ન પાપ જેવું લાગે,' ત્યારે સ્પષ્ટજ છે કે જે તેવા પ્રેમથી નથી જોડાયલાં તેમને ભલે તે પાપ જેવું ન લાગે. ને તેથી તેવાં ભલે તેના આચાર કરે, એમાં મને બાધ નથી. વળી ગ્રંથના સંબંધનું પણ અનુશીલન કર્યું જણાતું નથી. ગ્રંથમાં પ્રથમ સ્ત્રીના સ્વભાવ બતાવી, તેને અનુકુલ કેળવણીના નિયમ પ્રેમ ખીલવે તેવા સમજાવી, તેવી પ્રેમી સ્ત્રીઓનાં લગ્નનું' ધારણ ઠરાવી, પુનર્લગ્નને સવાલ ઉઠાવે છે. આ પ્રમાણે સ્ત્રીઓને પૂર્ણ પ્રેમ સમજાવવાનાં સાધન, તથા લગ્ન કરવામાં તે પ્રેમને અનુભવ થવાનો પ્રસંગ બતાવી, ને પછી લખ્યું છે કે “ જેઓ પૂર્ણ પ્રેમથી ” વગેરે. કહ્યા પ્રમાણે કેળવાયલી, ને બતાવ્યા પ્રમાણે પરણેલી પ્રેમી સ્ત્રીઓ હોય તેમને ટીકાકારના કહેવા મુજબ પણ પુનર્લગ્ન નજ કરવાનું હોય. વળી આ ગ્રંથ-સંદર્ભ રાખી લખાણું કરવાનું જે રહસ્ય છે તે તે “ એક મિત્ર ' ના ધ્યાનમાં પણ આવ્યું નથી. રહસ્ય એવું નથી કે ગમે તેમ પણ પુનર્લગ્ન ન કરે, પણ એવું છે કે હાલની સ્ત્રીઓની કેળવણી અને પરણવાની રીતિ સુધારે કે પુનર્લગ્નના અનિષ્ટ આચાર એની મેળે બંધ પડશે. આ પ્રમાણેના હેતુથી લખેલા વાયનું તાત્પર્ય, ગ્રંથના વિષયનો સંબંધ, તથા સર્વ ગ્રંથનું રહસ્ય ન સમજવાથી ટીકાકારે જે શંકા ઉઠાવી તકરાર કરી છે તે કેવળ નિરવકાશ હરે છે. આવી સમજ પડ્યા પછી " એક મિત્ર ' કેવળ મારા મતને મળ્યાવિના રહેશે નહિ એ. ખુલી વાત છે; પણ તેઓ હજુ એક બીજી રીતે ખસી જવા પ્રયત્ન કરે છે. પૂર્ણ પ્રેમ સમજાય તે પુનર્લગ્નને અવકાશ નથી એવી મતલબનું કાંઇ લખીને ટીકાકાર જણાવે છે કે “ કદાપિ પૂર્ણ પ્રેમ સમજાય તોપણ પુનર્લગ્ન પાપરૂપ લાગે નહિ, ” પ્રથમ જે દલીલ તેમણે આપી તે નકામી હતી. પણ આ જરા વધારે વજનદાર છે ખરી. પૂર્ણ પ્રેમ સમાય તેપણ પુનર્લગ્ન પાપરૂપ ન લાગે. તો મેં પણ કયાં લખેલું છે કે પાપરૂપ કે પાપજ લાગે ? હું એમ કહું છું કે “ પાપ જેવું' લાગે; અર્થાત તે કરવામાં પાપજ લાગે એમ નહિ, પણ જેમ માણસ પાપ કરતાં કંટાળી પાછું હઠે છે, તેમ પ્રેમી માણસ પુનર્લગ્ન કરતાં પણ પાછું હઠે, જ્યારે આ પ્રમાણે મારા શબ્દોના અર્થ છે, ત્યારે પુનર્લગ્ન એ પાપ ખરું કે નહિ તેનો નિર્ણય કરવાને ટીકાકારે જે વ્યર્થ અને નિર્જીવ આડંબર કર્યો છે. તે નકામાં છે. એ આડંબરમાં પણ ‘‘ પાપ ” એટલે શું તે પોતે બીલકુલ સમજ્યા નથી; એટલે પુનલમ પાપ કહેવાય કે નહિ એ તકરાર હુ અત્રે દાખલ કરવી વાજબી ધારતા નથી. મારે જે પ્રતિપાદન કરવાનું છે તે માટે તે એ વાત હાલ કાંઈ વજનનીજ નથી, તેઓ લખે છે કે પાપ એ શબ્દનો સામાન્ય અર્થ જે સારૂ નહિ તે, અનીતિ બદકામ છે, અને ખાસ અથે ઇશ્વરીનિયમ તાડો તે છે. ” “ સારૂં' ' અથવા “ નીતિ’ કાને કહેવી, ને ઇશ્વરીનિયમમાં શાને શાનો સમાવેશ કરા એ જણાવ્યાવિના આ વાત લખવાથી પાપ શબ્દ સમજાવાના નથી. વળી પાપનું રૂપ પોતે આ પ્રમાણેનું માનતા હોય તે, * સારૂ “ નીતિ’ ‘ઈશ્વરીનિયમ' એ બધાં અવિચલ, નિત્ય, સર્વ રથ ને સર્વ કાળે એકજ એમ તો માનતા હવાજ જોઇએ. જો એમ હોય તો એ સિદ્ધાંત બતાવ, અને એમ લખવું' કે ' એક વૃખત જે કામ પાયરૂપ લાગે તેજ કામ બીજી વખત તેલ Ganan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 17850