પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 3२४ સુદર્શન ગદ્યાવલિ, કારણ કદી પણ પેદા થાય નહિ; તેમજ મેટી ઉમરે લગ્ન થયાથી સ્ત્રીપુરૂષને યથાર્થ સ્નેહ બંધાતાં તેમને તેવી ઈચ્છા થવાનો પ્રસંગ પણ આવે નહિ. બાલપણુમાં લગ્ન કરવાને લીધે જ આપણા હિંદુ લોકમાં ભાગ્યે સૈામાં બે ત્રણ ડાં એવાં નીવડે છે કે જે પરિપૂર્ણ સુખી હોય. પરણેલાં સ્ત્રી પુરુષ ને તનનાં અને મનમાં જે જે દુ:ખ આવી પડે છે અને જેથી કરીને તેમને આખે જન્મ દુ:ખ અને કલેશમાંજ ચાલ્યા જાય છે તે બધાંમાંનાં પાણા ભાગનાં દુ:ખ બાલલગ્નમાંથી થયેલાં હોય છે. લગ્ન એટલે શું? તે સમજતા પહેલાં બાળકોને પરણાવી દેવાં એ ઘણું ભય ભરેલું અને તેમને જીવતા સુધી મોટા દુ:ખના ખાડામાં નાંખ્યાજેવું છે. જે સ્નેહ બુદ્ધિ લગ્નના મૂલ બંધારણનો પાયો છે તેના અર્થ પણ સમજવાની જે વખતે શક્તિ નથી તે વખતે જેઉપર આખા જીવતરના સુખના 'આધાર તેવા સંબંધમાં છોકરાંને નાંખવાં એ આપણા પગ ઉપર આપણે હાથેજ કુહાડો માયો 'બરાબર છે. આપણા શાસ્ત્રમાં પુરૂષને ૨૦ વર્ષ ને સ્ત્રીને ૧૨ વર્ષે લગ્ન કરવાની આજ્ઞા છે તે એજ હેતુથી કે સ્ત્રી પુરૂષ એક એકના સ્વભાવ વગેરેની પરીક્ષા કરી શકે, અને યોગ્ય જણાયતો લગ્ન સંબંધથી જોડાય. તેમજ જેને વિવાહ કર્યો કહે છે તે અને લગ્ન કરવાના દિવસ વચ્ચે કેટલાક માસ કે એક બે વર્ષનું અંતર રાખવામાં આવે છે તે પણ આ પરીક્ષા પાકી થવાના હેતુથીજ, સર્વે સુધરેલા દેશમાં આ રીતે લગ્ન કરવાની વિધિ પ્રસિદ્ધ છે, અને રીત ભાતના દેશકાલ પ્રમાણે ફેરફાર સાથે આજ સુધી ચાલુ છે. વય, જ્ઞાન, અને ઈચ્છા એ ત્રણે બાબતનો વિચાર કર્યા વિના કરેલાં લગ્ન કેવલ નકામાં છે કે લગ્ન એ સજ્ઞાને લાયક નથી. બન્નેનું વયે યોગ્ય હોય પણ જ્ઞાન વધતુ' ઓછું હોય અથવા પોષણ જેટલું કમાવાને પંણ કામ ન લાગે તેવું હોય તે ઈચ્છા છતાં પણ લગ્ન દુઃખદાયક નિવડવાનું. વય હોય, બંનેને પુરતું જ્ઞાન હોય, પણ ઈચ્છા ન હોય તે લગ્ન કહેવાય પણ નહિ. કેવલ ઈચ્છા હોય પણ વય ન હોય કે જ્ઞાન ન હોય તો પણ લગ્નનું પરિણામ દુઃખ વિના બીજું નહિ જ. કદાપિ જ્ઞાનની ન્યૂનાધિકતા ચાલે પણ વય અને ઈચ્છાનો વિચારતા અવશ્ય કર; નહિતા લગ્ન થયું કહેવાય નહિ. પણ ઈચ્છા છે તે કેવલ ક્ષણિક રૂપ વગેરેથી થતા મેહ છે, કે 'ખરી હદયમાંથી ઉઠતી અખંડ પ્રેમબુદ્ધિ છે એમ પરખવા માટે જ્ઞાન અને તે જ્ઞાન હોઈ શકે તેટલું વય એ ઘણું જ જરૂરનું છે, નહિતા ઇચ્છા છતાં પણ તે મેહ માત્ર હોય તો તરતજ લગ્ન એક દુ:ખનો કુ થઈ પડવાનું. માહ કરતાં પ્રેમપૂર્વક ઈચ્છા એજ લગ્નમાં મુખ્ય વાત છે અને તે લક્ષમાં રાખીનેજ આપસ્તબ ગૃહ્યસૂત્રમાં કહે છે કે વલ્લભના અનિયંષદરહ્યાદ્ધિઃ જેના ઉપર મન (પ્રમ ) અને આંખ (મહ ) હરે તેજ ક. લ્યાણ કરશે. ને આ રીતે વિચાર કરતાં લંગ્નના વ્યવહાર જેથી સુખરૂપ નીવડે તેનું મુખ્ય સાધન માટી વય એજ ઠર્યું. વળી લગ્નના હેતુ વધારે સુખકારક કરવામાં જરૂરનું યોગ્ય પોષણ વગેરે તે માટે જરૃરની શરીરની દઢતા તથા યથાશક્તિ જ્ઞાન તે પણ વય થયા, સિવાય તરતજ. આવી જતાં નથી. એમ ન સમજવું કે પાષણ કરવાને ધર્મતે પુરૂષના છે એટલે તેને દઢ શરીર તથા વિશેષ જ્ઞાનની જરૂર છે, પણ સ્ત્રીને તેમ કરવાની અપેક્ષા નથી. જ્ઞાનથી કરીતે ઉપજીવિકા મેળવવી અતા સાધારણ હેતુ છે, પણ જેઓને જ્ઞાનના અનુભવ છે તે મહા માઓ સાક્ષી પુરો કે જ્ઞાનના આનંદ જ્ઞાનમાંજ છે. જેમ વિશેષ જ્ઞાન, પછી સ્ત્રીને કે Ganchiileritage. Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 24850