પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પુનર્લગ્ન, ૩રપ પુરૂષને તેમ વિશેષ આનંદ એટલે વિશેષ સુખ; ને તેવા પરમજ્ઞાનવાલાં કોઈ બે મનુષ્યને સમાગમ એટલેતો ઈંદ્રપુરિ અથવા સ્વર્ગ જ સમજવું. પૈસાની શરીરયાત્રા માટે તેમજ સંસારમાં જે ધણામાં ઘણું સુખ લેઈ શકાય તે પામવા માટે જરૂરનું જે જ્ઞાન તે પણ વય મોટું થયા વિના મલી શકે નહિ તેમજ યોગ્ય જ્ઞાન મલતા પેહેલાં જ લગ્ન વ્યવહારમાં પડી ગએલાં સ્ત્રી પુરૂષ જ્ઞાન મેલવી ન શક્તાં ઉલટાં દુ:ખી થાય તે સ્પષ્ટજ છે. એક એક ઉપર પ્રીતિ એ છે કે સ્વાભાવિક વૃત્તિ છે તોપણ જ્ઞાનના સંસ્કારથી તે એવી દીપી નીકલે છે કે તેના તેજ વડે કાઈ પણ સ્થલ અપ્રકાશિત રહી શકતું નથી, અને અન્યના પ્રેમપ્રવાહનું જ્ઞાનજ આનંદકારક અભ્યાસરૂપ થઈ રહેતાં પરમ આનંદ પેદા કરે છે. લગ્નનો હેતુ પૂર્ણ રીતે બર આવવા માટે તેમ પરમ સુખ પામવા માટે પણ મેટી વયની જરૂર સિદ્ધ થાય છે. લગ્ન કર્યાનું મુખ્ય ફલ અને ઉભયની આનંદવેલીના પુષ્પરૂપ જે પ્રજોત્પત્તિ તે પણ શરીર સબલ થયા વિના દઢ નીવડવી મુશ્કેલ છે. નિબલ શરીર અને નિર્બલ મનવાળાં છોકરાં શરીરે દુ:ખી થઈને તથા સારા વિદ્યાભ્યાસ વગેરે ન કરતાં કુમાર્ગે જઈને માબાપના સુખમાં કેટલું દુ:ખ પેદા કરે છે એ સંસારમાર્ગમાં પડેલાં સર્વ શ્રી પુરૂપને જાણીતી વાત છે. છોકરાંનું શરીરબલ તથા મનેબલ તેમની મા અને બાપના શરીર અને મન ઉપર આધાર રાખે છે. તે સંસારમાં લગ્ન કર્યાનું મુખ્ય ફલ જે સારી પ્રજા તે પ્રાપ્ત કરી પોતાનું નામ અમર કરવાની ઈચ્છા રાખનાર દંપતીનાં શરીર અને મન પણ કેટલાં બલવાળાં જોઈએ એ સહજ સમજાય તેવું છે. આ રીતનાં શરીર અને મન પૂર્ણ વય થયા સિવાય થઈ નથી શકતાં એ આપણે વારંવાર કહ્યું છે માટે આ વિષયના વિચાર કરતાં પણ એ વાતતો સિદ્ધ થયા વિના રહેતી નથી કે મોટી વયે લગ્ન કરવાની જરૂર છે. | બાલ લગ્નના ગેરલાભ વિષે પુરેપુરું’ વિવેચન કરવાનો આ પ્રસંગ નથી પણ કાંઈક રીતે તેમ કરવાના અલાભ જણાવતાં અમારે વારંવાર એનું એજ કહેવાનું છે કે સર્વ સ્ત્રી પુરાએ પોતાનાં બાળકોને પુરી વય થયા વિના લગ્ન ન કરાવવું એમાંજ તેમનું અને પરગુનારનું કલ્યાણ સર્વથા રહેલું છે. નાતનાં બંધન નડતાં હો, યોગ્ય વર કે કન્યા હાથમાંથી ચાલી જતાં હશે એ વાત ખરી પણ પરણાવવાને જુહૈ મમત રાખવા કરતાં સુખનીજ ઈચછા રાખનાર કે બાલલગ્ન કદાપિ કરવું નહિ એ અમારી પ્રાર્થના છે. નવેમ્બર-૧૮૮૫ પુનર્લગ્ન. (૬૫) ' “જે હેતુથી લગ્નની જરૂર બતાવવામાં આવી તે પાર પાડવામાટે જરૂર છે કે તે એક અને અચલ હોવું જોઈએ. આ બનને શરત એટલી બધી જરૂરની છે કે તે સ્ત્રીપુરુષના સંબંધ જ્યાં અયોગ્ય રીતના હોય ત્યાં પણ માલુમ પડી આવે છે. પ્રેમમાર્ગમાં અચલ ન રહેવાથી, તથા પ્રેમને પોતાની સગવડનું સાધારણ સાધન ગણવાથી સુખ પ્રાપ્ત થઈ શકે છે. એમ જે બેલવું થાય છે તે વ્યવહાર તથા નીતિના સિદ્ધાન્તાના અત્યંત અજ્ઞાન સિવાય બીજા કયા કારણથી થતું હશે તે સમજી શકતું નથી... ...માણસનાં સ્વાભાવિક અરિથરતા અને Gandikislerta de Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 25/50