પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પુનર્લગ્ન, ૩ર૭* તથાપિ તે સંબંધને ખરી પવિત્ર ગાંઠ શાની છે ? અમારા તરફથી આ વિષે એટલી બધી વખત ચર્ચાયા છે કે હાલ એ વિષે કાંઈ પણ બાલવું તે કેવલ પુનરૂક્તિજ છે; છતાં “નારી પ્રતિ” નું ત્રીજું પ્રકરણ વાંચનારને ભાળવી, અમે અને તે ફક્ત સિદ્ધાન્તરૂપ વિચારજ દર્શાવીશુ. સ્ત્રીને પોષકશક્તિનું સ્વરૂપ માની, તેને પ્રેમમય હૃદયની ઠરાવેલી છે, અને તેથી પુરૂષ કરતાં એનામાં આ જે અધિક ઐશ્વર્યા છે, તે એને પૂજ્ય સ્થાને પહોંચાડે છે એમ બતાવેલું છે. આયાદિ સ્મૃતિઓમાં એનું પૂજ્યત્વ સ્પષ્ટ કહેલું છે, ને સર્વમાન્ય મહાત્મા મનુ પણ નવમા અધ્યાયમાં કહે છે કે “ પ્રજ્ઞનાથે મામા Ir: પૂના છૂટ્ટીથી स्त्रियः श्रियश्चगेहेषु न विशेषोऽस्तिकश्चन....दाराधीनस्तथास्वर्ग: पितृणामात्मनश्चह પ્રજાની ઉત્પત્તિ કરનારી, મહા ભાગ્યવાળી, ને તેથી જ પૂજ્ય એવી ઘરની દીપિ કારૂપ સ્ત્રી અને લક્ષ્મી એ ઉભયમાં કાંઈ ભેદ નથી..........પિતાનો તેમજ પિત્રીએના સ્વર્ગવાસ સ્ત્રીઓને આધીન છે. વળી ત્રીજા અધ્યાયમાં પણ કહે છે કે “વત્રનાચતુ પૂજ્યન્ત મુકતે તત્ર દેવતા: યુક્રેતાતુ ન પૂજ્યન્ત વરસન્નાટા: કિયાઃ” જ્યાં સ્ત્રીઓનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ આનંદથી વાસ કરે છે, ને જ્યાં તે પૂજાતી નથી ત્યાં સર્વે ક્રિયાઓ નિષ્ફળ જાય છે. એ જ પ્રમાણે મહાત્મા યાજ્ઞવલ્કય પણ કહે છે કે "भर्तृ भ्रातृपितृशातिश्वश्रुश्वशुरदेवरैः वन्धुभिश्च स्त्रियः पूज्या भूषणाच्छादनाशनः" ધણી, ભાઈ, બાપ, નાતવાળા, સસરે, સાસુ, દીયર તથા સર્વ બંધુઓએ સર્વથા-ભૂષણ વસ્ત્ર ભેજનાદિકથી સ્ત્રીઓની સેવા કરવી. સ્ત્રીઓને પૂજ્ય પદવીએ પમાડનાર, આવા સર્વ સંમત ને આર્યધર્મના મૂલ સિદ્ધાન્તરૂપ પ્રેમમય ઐશ્વર્યના પ્રતાપની પ્રતિ પુરૂષને એટલી અપેક્ષા છે કે તે વિના તેનું જીવતર કષ્ટમય થતાં રદ થઈ, પરમ ધર્મ સુધી તેની ગતિને પહોંચતાં અટકાવવાવાળું નિવડશે. પુરૂષો પાસેથી પણ ઉત્પાદક બલવડે પ્રાપ્ત કરેલા પાષણવિના સ્ત્રીના નિવાહ થઈ નહિ શકે. આમ ઉભયના યોગથી એક આખું મનુષ્ય બની રહે છે ને તેનુંજા નામ અમે લગ્ન માન્યું છે-અથૉત લગ્નને દઢ કરનારી ગાંઠ કેવલ પ્રેમનીજ ઠરે છે. આ પ્રેમનું’ બલ દઢ થાય, અને તે બલવડે જે મેક્ષાવધિ માહાટા લાભ ઉભયપક્ષને થવાને નિશ્રય છે તેને માટે એ પ્રેમ કેવો જોઈએ ? અમારો સિદ્ધાન્ત છે કે એ પ્રેમ એકજ અને અખંડ હોવા જોઈએ, નહિ તે જે અમૂલ્ય ફલની આશા રાખવામાં આવે છે તે વ્યર્થ સમજવી. પાશ્ચાત્ય પંડિતામાં ચાલુ સિકામાં પ્રસિદ્ધિ પામેલા ફ્રાન્સદેશીય જ્ઞાતા ઓગસ્ટકાઢી પણ કર્થ છે કે આ પ્રમ-ઈષ્ટ ફલ આપે માટે–એક, અવિચ્છિન્ન અને અખંડ-તે મરણ પછી પણ અખંડ-એ જોઈએ. જ્યારે આમજ ખરી વાત કરે ત્યારે સ્ત્રી કે પુરૂષે ઉભયને એક પ્રમબદ્ધ સંબંધ થયા પછી બીજને અવકાશજ કયાં રહેશે ? સાધારણુ જનવ્યવહારમાં પણ એ વાત આપણને પ્રત્યક્ષ સિદ્ધ છે કે ધણાં સ્ત્રીપુરુષ જેને આવા પ્રેમમય લગ્નના અનુભવ થયો હોય છે તે મરણજન્ય વિયોગના સંકટથી ડરતાં નથી; એટલું જ નહિ પણ બીજે | સંબંધ કરવા એ પ્રથમના પવિત્ર ગ્રંથિને દૂષિત કર્યો સરખું સમજે છે. આમ છે માટે પુનલગ્ન થવામાં પ્રેમ ' તે હેતુભૂત હાયજ નહિ, કેમકે તે વૃત્તિ એક્વાર કોઈ સ્થલે લાગ્યા | પછી બીજે સ્થલે લાગી શકતી નથી, તે એટલે સુધી કે તેમ લાગી શકે તો તે પોતાના | સ્વરૂપને હાનિ કરે છે. તે હવે વિચારવું’ સરલ પડશે કે પ્રેમ સિવાય બીજી કોઈ વૃત્તિથી સંપાદિત પનલન અને પ્રમથીજ સંપાદિત લગ્ન એ ઉભયમાં શો તફાવત છે. લગ્નના સGamat Men Orcal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 27850