પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - પુનલગ્ન, ૩૨૯ માગ તે કહ્યું તેમ લગ્ન કરી વૈધવ્ય ધર્મ પાળ તેજ, અને અમારી દુત્તિને લીધે, અને મારી નિબળતાને લીધે, લેવો પડેલો પણ ક્ષમા કરવા યોગ્ય અને સર્વેએ સહન કરવા યોગ્ય રસ્તા પુનર્લગ્ન. રખે અમારા આમ લખવામાંથી કોઈ એમ લઈ પડતા કે અમારા વિચાર મૂલ હતા તેમાંથી બદલાઇને નવે રસ્તે ચલ્યા, કેમકે આજથી લગભગ બે વર્ષ પર લખેલી “નારીપ્રતીષ્ઠા ” માં પણ અમે આનું આજ કથેલુ છે.* ને પુર્નલગ્નને અમારા લેક પાપ માને છે તેમ કરવામાં સમાઈ રહેલી તેમની સબુદ્ધિમાટે અમે તેમને માન આપીશું, પણ કાઈ પુનર્લગ્ન કરનારને દુ:ખ દેવા તેઓ તત્પર થાય તો તે અમે ક્ષણવાર પણ સહન નહિ કરીશું. આર્યધર્મ સિદ્ધાંતની વિરૂદ્ધના બીજા ઘણાએ આચારને તમે સહન કરે છે, ત્યારે આ એકને પણ કેમ ખમી ખાતા નથી? આવા લેક જે યોગ્ય પ્રકારની સહનશીલતા બતાવી શકતા નથી તેમને જેટલો ઠપકે ઘટે, તે કરતાં વધારે ઠપકો જેઓ એમ બતાવવા પ્રયત્ન કરે છે કે પુનર્લ ગ્નાદિ કરવાં એજ ખરા સુધારાનું ભૂષણ છે, તેએને ઘટે છે. પોતાને સંમત હોય તેવા આચારવાળાં ભાણુનેજ પાસે રાખવાં ને બીજાને ન રાખવાં એવી સર્વેને છુટ છે, પણ સનાતન સતસિદ્ધાંતોને ઉંધાવાળવા પ્રયત્ન કરો એ વાજબી નથી. સુધારાવાળાએ જેટલે શ્રમ આવે અનિષ્ટ આચાર પ્રવર્તાવવામાં કરે છે તેટલાજ લગ્નનું ખરું સ્વરૂપ સમજાવવામાં, લગ્નના સામાજિક નિયમોમાં ફેરફાર કરાવવામાં, અને ધર્મની મહત્તા સમજાવવામાં કરતા હોય, તે આ નકામી તકરાર કયારની પતી ગઈ હોય. પુનર્લગ્નના રિવાજને ઉત્તજન આપતાં તેઓ એ વાત ભુલી જાય છે કે તેવા ઉત્તેજનથી પુનલગ્નને કાંઈક અંશે ઉત્પન્ન કરનારાં જે અવ્યવસ્થિત લગ્ન થાય છે તે પણ કાયમ થઈ પડે છે ને તેથી દુઃખનું દુ:ખજ અંતસુધી સજડ થાય છે. જે કારણથી આપણે નાની બાળકીઓની દયામણિ સ્થિતિ જોઈ, વિષને ઉપાય વિષ માની, પુનર્લગ્ન કરવા બેઠા છીએ તે કારણોને કોઈપણ રીતે સબલ કરવાં જોઇતાં નથી. આપણો આચાર એવો ન જોઈએ કે જેથી તે ખાટા રિવાજ દઢ થઈ પડે કે જેને લીધે, આપણે આજે પુનર્લગ્નની સંકડામણમાં સપડાયા છીએ, તરત વેળાનાં દુઃખ દૂર કરવા માટે લોકોને વધારે સહનશીલતા સમજાવે, પણ આ ઉપાયરૂપ જે અનિષ્ટ આચાર તે તરફ મૂલ વાતને છોઈ નાંખે તેવા પ્રયત્ન ના આદરા. પુનર્લ મને વિધેય વિધેય કોટિમાં લઈ ન જાઓ; પણ છે. તે નિષેધ કટિમાંજ તેને રહેવા દઈ ફક્ત સંકડામણમાં ઉપગવાળું માને, સદ્વિચારની પ્રવૃત્તિ કરવી એ સુધારાવાળાનું કામ છે, તો તે મુકી બીજેજ રીતે તેમણે જવુ’ અથવા એ રસ્તે લેવાના કારણથીજ નિષ્ફળ થયાને લીધે છેવટે કાયદાની મદદ માગવી, એ ધણું ભુલ ભરેલું અમને તો ભાસે છે. લાકે સન્માર્ગનું ખરૂ રૂપ સમજશે તે સ્વાભાવિક રીતે તે માર્ગે જરો અને તેમ થવાથી જેને માટે પ્રયત્ન કરવો પડે છે તેવા પ્રસંગ એટલા થાડા થરો, ને તે થાડા માટે પણ સદિચારથી વિસ્તાર પામેલી સહનશીલતા એ અવકાશ આપશે, કે હાલની ચાલતી મારામારીની બીલકુલ જરૂર રહેશે નહિ. આમ ઉપાય કરવાને બદલે હાલમાં તે કાઈ અનાડી વૈદ્યની નીતિ પકડવામાં આવી છે. શરીરમાં થયેલા દોષને દૂર કરવાની દવા ન આપતાં ફક્ત તે દોષજન્ય તરતના વિકારોને દૂર કરવા પ્રયત્ન કરવાથી શરીરનું નિરંતર આરોગ્ય જેમ સિદ્ધ થતું નથી, તેમ મંડલ વિષે પણ સમજવું. તરત દવા આપવાથી જેમ કાંઈક આરામ મળે તેમ પુનર્લગ્ન કરવાથી મળે, એ અમે ના નથી કહેતા, ને તેમ થાય તે સારૂં” છે એમ

  • પાનું ૬૮.

Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50