પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સ્વતંત્રતા, ૩૩ સ્વતંત્રતા અટકે, ત્યારે ભાષા પણ એક પંડિતે મશ્કરીમાં કહ્યું છે તેમ “ માણસે પોતાના ખરા વિચાર સંતાડવા શોધી કાઢેલી’જ કરે. આમ એક તરફથી રૂઢિને અને મંડલના નિયમને તાબે થઈ કેવલ ગુલામ જેવા બન્યા છતાં પણ, સવો સમાજને સાધારણ એવા રાજકાય કે સામાજિક ધર્મમાં પ્રત્યેક દેશના લોક પિતાના સુધારાના પ્રમાણમાં સ્વતંત્રજ હોય છે. જેવું લોકેનું આત્મશક્તિનું તાલન કરવાનું માનસિક બલ, જેવી તે શકિત ની તુલના કરી હોય તે પ્રમાણે અમલ કરી બતાવવાની બુદ્ધિ, અને જેવાં તે બુદ્ધિ અનુસાર વર્તવાનાં એકસપ અને કૌવત, તે પ્રમાણે તે તે દેશનું સ્વતંત્ર પણુ’ સિદ્ધ સમજવું. આ તે સ્વતંત્રતાનું સર્વમાન્ય રૂ૫ થયું. પણ પ્રસ્તુત વિષયમાં માંડલિક અથવા માણસ માણસ વચ્ચેની સ્વતંત્રતાનાજ વિચાર કરવાનો આપણો ઉદ્દેશ છે. એક માણસ બીજાનાથી કેટલે અંશે સ્વતંત્ર રહી શકે ? આ પ્રશ્નનો નિર્ણય કરવામાં પણ હાલ તરત તો વિચારમાં નહિ પણ આચારમાં કેટલી સ્વતંત્રતા રહી શકે તે વિચારવાનો લક્ષ છે. આમ જોતાં પણ આપણુ વિષયને હાલના પ્રસંગ માટે જરા સંકુચિત કરવાની જરૂર છે, કેમકે લખવામાં મુખ્ય વલણ કાંઇક બીજીજ વાત ઉપર છે. માણસ માણસના આચરિની સ્વતંત્રતામાં પણ પરણેલાં સ્ત્રીપુરુષના અન્યોન્યના આચારમાં કેટલું સ્વાતંત્રય ધટે એ વિચારવાને પ્રાસંગિક વિષય છે. સંસારના સર્વ સંબંધનું’ શિબિંદુ* સ્ત્રીપુરૂષનો સંબંધ એજ છે; અને તે સંબંધવિષે જેટલા જેટલા કુતર્ક કે ગેરસમજવાળા વિચાર મનમાં રહે છે તેટલું તેટલું દુ:ખ પેદા થયા વિના રહેતું" નથી. માણસે પોતપોતાના વિચાર પ્રમાણે આ સંબંધની કીમત કરે છે, ને તેમને સુખપણ તે કીમતના પ્રમાણમાંજ મળે છે. કોઈને મન આ સંબંધ રાંધવું, દળવું, ખાંડવું વગેરે ગૃહકમ માટેજ છે, કોઈને મન પ્રજોત્પત્તિ માટે છે, કોઈને મન ઘરનાં ઘરેણાં લુગડાંનો ઉપયોગ કરવા માટે છે, કોઈને મન ગૃહરક્ષા કરવા માટે છે, .કાઈને મન પૂર્ણ પ્રેમનો અનુભવ કરી સંસારમાં પણ સ્વર્ગ ભેગવવા માટે છે. આમ અનેક ધોરણમાંથી જેવું જેનું આ સંબંધની કીમતનું' ધારણ, તેવું જ તેનું સુખ. ઉચું ધોરણ રાખવામાં જે ઉંચા પ્રકારનું સુખ મળે છે, તેમાં પ્રસંગે થ% આવતું દુ:ખ પણ તેવાજ ઉંચા પ્રકારનું અર્થાત ન ટળે તેવું અથવા મહોટું થઈ આવે છે, કેમકે નીચેથી પડનાર માણસ કરતાં ઉંચેથી પડનારને વધારે વાગવાનોને વખતે જીવ જાય તેવું પણ વાગવાનો-સંભવ વિશેષ છે. આ વાત લગ્નના સંબંધ માટેજ નહિ, પણ સંબંધ માત્ર માટે ખરી જાણવી. લગ્નનાં આવાં રૂપાંતરમાં વળી સ્વતંત્રતાએ એક ના ઝઘડે દાખલ કર્યો છે. સ્ત્રી અને પુરૂષને લગ્ન થઈ સંબંધ થયા, તેથી ઉભયની સ્વતંત્રતામાં કાંઈ પણ પણ ફેરફાર થયો કે નહિ ? પુરૂષ કે સ્ત્રી જે પોતાની સ્વતંત્રતાનો કોઈપણ અંશ તજતાં ન હોય તો સંબંધ થયા ગણાયજ નહિ, માટે ખુલ્લું જ છે કે ઉભયની કાંઈક સ્વતંત્રતા તે તેમના લગ્ન સંબંધ થતાં જાયજ. પુરૂષનામાં જે ખામી છે તે પૂર્ણ કરવાને તે સ્ત્રી સાથે બંધાય છે, સ્ત્રીમાં જે ખામી છે તે પુરી પાડવા તે પુરૂષ જોડે બંધાય છે. બન્ને મળીને શારીરિક તથા માનસિક ખલનું પૂર્ણ રૂપ ઘડાય છે. પુરૂષના જે જે વ્યાપાર છે તે સ્ત્રીના વ્યાપારથી જેમ જુદા છે. તેમ સ્ત્રીના જે જે વ્યાપાર છે તે પુરૂષના વ્યાપારથી જુદા છે. બન્ને પાતતાના વ્યાપા| * આખા રૂપનું માથું. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50