પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૩૪ સુદર્શન ગદ્યાવલિ, દરેક ગામમાં બેચારદશ વાત કોણે નહી સાંભળી હોય? આ તે સ્ત્રીની છુટની પરાકાષ્ઠા કે નહિ? વળી એથી ઉતરતા દરજજાની બુદ્ધિવાળી સ્ત્રીઓને તેમના પતિ યોગ્યવખતે પુછી વાત કરે છે, ને ઘર સંસાર ચલાવે છે એવા તો સેંકડો દાખલા વારંવાર જોવામાં આવે છે. આ ઉભયમાં સ્ત્રીનું સ્ત્રીપણું કે પુરૂષનું પુરૂષપણ છુટ કે વગર છુટનું કારણ નથી, પણ એકેકની ઓછી વધતી અક્કલ અને તેથી પેદા થયેલી બનત એજ કારણ છે. આ બે વર્ગની સ્ત્રીઓને નજરમાં આવે ત્યારે સગેવહાલે મળવા હળવા જવાનો છુટ હોય છે, દેવ દર્શનની પણ તેવીજ છુટ હોય છે, નાત જાતનાં વ્યાવહારિક કામમાં જવાની તેવીજ છુટ હોય છે, ધરમાં આવેલા પોતાના પતિના મિત્રો વગેરે સાથે સારી રીતે વાતચીત કરવાની તેમજ છુટ હોય છે, ખાવા પીવામાં ને પહેરવા ઓઢવામાં પણ તેવીજ છુટ હોય છે, પોતાના પતિને સલાહ આપવામાં ને કાંઇ અયોગ્ય કરતાં રોકવામાં પણ તેવીજ છુટ હોય છે, જરૂર હોય તો યોગ્ય ધંધા કરી કમાવાની પણ છુટ હોય છે—એ વાત કર્યો ગૃહસ્થ નાકબુલ કરી શકનાર છે ? અલબત આ બધી વાતમાં જ્યાં જ્યાં વાંધા પડે છે ત્યાં ત્યાં સ્ત્રી પુરૂષને બનત નથી હોતી એ ખરી વાત છે, ને તે બનતમાં બેમાંથી એકની કે બન્નેની કેળવણી કે પ્રીતિની ખામી હોય છે, તો એ એક જુદી વાત છે, પણ જ્યાં સ્ત્રી પુરૂષોના કહ્યા તેવા છુટવાળા વ્યવહાર હોય, ત્યાં એમ માનવાનું શું પ્રયોજન બની આવ્યું કે સ્ત્રીને સ્ત્રી ગણીનેજ છુટવિનાની રાખવામાં આવે છે !! છેક ત્રીજા અથવા હલકા વર્ગની સ્ત્રીઓ જે કેવળ અભણ ને દુરાચારી હોય છે તે તેવા પતિને હાથે સમ્રાઈ ભગવે છે. પણ તેમાંએ, તે સ્ત્રી છે એમ માનીને કોઈ તેને એવી સખાઈ ભગવાવતું નથી, પણ તેનાં લક્ષણ ભેગવાવે છે. હવે પ્રશ્ન આટલાજ ઉઠે છે કે, માણસ માત્રમાં ને આખી દુનિયામાં નઠારી રીતભાતવાળાં ને નકારી કેળવણીનાં માણસ કયાં સુખી થયાં સાંભળેલાં ? જ્યારે આમ સ્ત્રીઓને છૂટ જોઈએ તેટલી તો છે, ત્યારે હવે સુધારાવાળા બીજી શી છુટ અપાવવા માગે છે ? સ્ત્રીવર્ગના જે ભાગને તેઓ છુટવિનાને ધારતા હોય તે ભાગ છુટવિનાના હોવાનું કારણ તેમનું સ્ત્રીપણું નથી, પણ તેમનાં કેળવણી તથા આચાર છે. તા સુધારાવાળાનું કર્તવ્ય તેવી સ્ત્રીઓને સારી કેળવણી આપી સદાચાર શીખવવાનું છે, કે તેમને પતિના હાથમાંથી છોડાવી નાંખવાના કાયદા કરાવવાનું છે ? તો સ્ત્રીઓને આપણા દેશમાં ફક્ત એટલીજ છુટ નથી કે સ્વદે વર્તે અથવા પતિ વખતે ગરીબ થઈ ગયા કે રાગી થઈ ગયા છે તેનો છેડો ફાડી ચાલતી થાય. આ સિવાય સર્વ જાતની છુટ અમે હિંદુઓના ઉપરના તથા મધ્યમ વર્ગમાં જોઈએ છીએ, ને જે જે સ્ત્રીઓને તેવી છૂટ નથી મળી છે તે પોતાનજિ વાંકથી પીડાય છે, સ્ત્રીપણાને લીધે નહિ એમ સમજીએ છીએ. ત્યારે સ્ત્રીઓને સ્વતંત્ર બનાવવાના પ્રયત્નમાં શું ? માણસ માણસ વચ્ચેના વિશ્વાસ તોડાવવાની ઈચ્છા છે ? અથવા લગ્નના જે સંબંધથી કાઈ પુરૂષ યા સ્ત્રી પોતાનું આખું વતર સામાને હાથ કરી બેઠાં ને પાંચ દશ વર્ષે તેમ ચાલ્યું પણ તેવા સંબંધને મૂળથી ઉખેડી લગ્નના જન્મપર્ય તના આનંદમાં તેને કેવળ એક વેપાર જેવો બનાવી દઈ ઝેર મેળવવું છે ? એ તકરાર પણ ઘણીવાર અમે તપાસી છે કે લગ્ન પરણનારની મરજી મુજબ ન થવાથી કોઈ કોઈ સ્ત્રીઓ છુટ વિનાની રહે છે. આ વાતમાં બીજા પુરાવાની જરૂર નથી, જયાં એવી રીતે લગ્ન થાય છે ત્યાંનાં સૌપચાસ જેડાં અને જ્યાં એમ નથી થતાં ને બીજી રીત થાય છે ત્યાંનાં સાપચાસ જોડાં લઈ સરખા કે કીયામાં વધારે સુખી માણસે નીકળે છે ? tage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3450