પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૪૦

  • સુદર્શન ગદ્યાવલિ ઇશ્વરચિત કે પ્રેરિત છે એમ કહેવાય નહિ, પણ તે વાત ગમે તેમ હોય તો પણ આ બધી ચર્ચા તર્કના આધારથીજ ચલાવવી પડે, નહિતા “ તર્ક અને શાસ્ત્રના લેખકને અને અમારે કયા સામાન્ય પાયા ઉપર તકરાર ચલાવવી તે સુઝે નહિ, માત્ર તેઓના કહેવા ઉપરથીજ વેદ ઇશ્વરપ્રણીત છે એમ મનાય નહિ. ‘તત્ત્વદૃષ્ટિમય પદર્શન ને તો કોઈએ ઈશ્વરપ્રણીત કહેવાની હીમત ધરી નથી, કારણ તેમના સૂત્રકાર અને ભાગ્યકારનાં નામે જગપ્રસિદ્ધ છે. - જે શાસ્ત્ર ઈશ્વરપ્રણીત નહિ તે તર્ક ઉપરથી થયેલાં હોવાં જોઈએ. કાયદાનું જે દષ્ટાંત તે લેખકે આપ્યું છે તેમાં જ તેણે કબુલ કર્યું છે કે “ ધારા ધારણાની રચના તર્ક ઉપર થીજ થયેલી છે, ' તે દષ્ટાંત જે ખરૂં હોય તે ગર્ભિતરીતે એમ કબુલ થયું કે બધાં શાસ્ત્રા તર્કને પ્રભાવ છે. ત્યારે હવે જે શાસ્ત્રોમાત્ર તર્કને પરસ્પર સંબંધવાળા સમુદાય હોય તે પછી તર્ક અને શાસ્ત્રની એકતાને લીધે તેમને વિરોધ રહ્યા નહિ, અને બધી તકરાર નકામી થઈ પડી. કદાચ હજી પણ એમ કહેવામાં આવશે કે અગાધ બુદ્ધિના તત્ત્વવેત્તાઓને તકસમુદાય તે શાસ્ત્રરૂપ છે અને તેથી તેમના અને આપણા જેવી સામાન્ય બુદ્ધિના તર્કને વિરોધ થાય, અને તે ઠેકાણે શાસ્ત્રકારોના મતાને ખરા ગણવા. પણ તત્ત્વવેત્તાઓ આપણા જેવા દેહધારી મનુષ્યો તે ખરાજ, અને તેથી કરીને મનુષ્યબુદ્ધિની રચનાની અપૂર્ણતા અને ભિન્નભિન્નતા’ તેમને પણ લાગુ પડવી જોઈએ. અને અપૂર્ણતા લાગુ પડી ત્યારે તેમનાં રચેલાં શાસ્ત્રાને સર્વ કાળમાં સર્વમાન્ય કેમ ગણાય ? ત્યારે એમ તો નથી કે શાસ્ત્રકારોને તમે ત્રીજીજકોટિમાં મૂકાછે ? એટલે ઈશ્વર 'કાટિ અને મનુષ્યકેટિની વચલી કોટિમાં એટલે અડધા ઇશ્વર અને અડધા મનુષ્ય હાય. વળી તમે જે એમ માનો છો કે “ શાસ્ત્ર સર્વ કાળમાં સર્વ માન્ય છે, અને અગાધ બુદ્ધિથી રચાયેલાં હોવાથી ફેરફારને પાત્ર નથી' એ શું, મનુષ્ય બુદ્ધિની રચનાના તમારા મત પ્રમાણે, અનેક કારણોથી પરિ ગામ પામેલી તમારી બુદ્ધિની 'ભિન્નતા અને અપૂર્ણતાના પ્રભાવ નથી ? જેવા અમે મનુષ્ય છીએ તેવા તમે મનુષ્ય છે,

અને મનુષ્યબુદ્ધિની રચનાની અપૂર્ણતા જેવી અમને લાગુ પડે તેવી તમને પણ પડે, માટે શાસ્ત્ર વિષે જે અમે મત બાંધીએ તે જેટલો ખરો યા ખોટા હોવાનો સંભવ છે, તેટલા તમારે મત પણ ખેટ ખરે હોવાનો સંભવ છે. આ ઉપરથી એટલું તો જણાય છે કે મનુષ્યબુદ્ધિની રચના વિષે જે મત તમે બાંધે છે તેનું પરિણામ એવું આવશે કે દરેક માણસને જે જે વખતે જે જે ખરૂંલાગે તે સત્ય. કારણ જે દરેક માણસની બુદ્ધિ ગ્રહોની ગતિઓ, વાતાવરણ, પૂર્વ જન્મસંસ્કાર, એવાં અનેક કારણોનું પરિણામ કાર્ય હાય, અનેક દરેક મનુષ્યને માટે તે કારણે ભિન્ન ભિન્ન હોય, તે પછી બુદ્ધિનું પણ સર્વમાન્ય ધારણ કાંઇ રહેશે નહિ. અને શાસ્ત્રકારે અગાધ બુદ્ધિના છે, એટલે સરખે નિશ્ચય પણ થઈ શકશે નહિ; માટે બુદ્ધિના તર્ક તપાસવામાં કાઈ સર્વમાન્ય નિયમો હોવા જોઈએ. હવે જે શાસ્ત્રો તર્કના સમૃદ્ધ હાયતા તે આપણે સમજી શકીએ, જે સમજી શકીએ તો બુદ્ધિના સર્વમાન્ય નિયમેથી તે તપાસી પણ શકીએ; અને જે ખરા લાગે તો માન્ય કરવાનો અને ખાટા લાગે તો ત્યાગ કરવાના દરેક માણસને સરખા હક છે. આવી સત્યાસત્યની તપાસ, વિચારના સર્વ માન્ય ધારથી કર્યા વિના કે.ઈ પણ મારું કોઈ પણ મત સ્વીકાર્યો હોય તો જો કે તે મત વરતુતઃ ખરો હોય તે પણ તેનું ખરું સત્ય હજી તેને જણાવ્યું, નથી; પોતાની બુદ્ધિથી જેણે સત્ય જાણ્યું નથી તેણે સાચું જાણ્યું જ નથી. જેમ બીનની nchi itage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 40/50