પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, કય, જેનો અર્થ “ઋતુમતી થયે સતે કન્યાએ ત્રણ વર્ષ વાટ જોલી ” એમ થાય, તે તેઓ બતાવે છે, તે કહે છે, કે ઋતુકાલ પછી ત્રણ વર્ષની વાટ જોવાની કહી છે, ત્યારે , સ્વાભાવિક રીતે કન્યાને પતિયોગ્ય થવામાં ૧૫-૧૬ વર્ષનું વય કલ્પી શકાય. પણ આ અર્થ• સંગતિ બરાબર નથી, વાયાર્થે તે બરાબર છે, પણ એ વચન વિધિરૂપ નથી, કેમકે પિતાએ કન્યાને એવી રીતે પરણાવવી કે ઋતુકાલે તે તેના પતિ પાસે હોય, નહિ તે દોષ થાય, એ આદિ પ્રકરણમાં છેવટ આ વાક્ય આવે છે તે એમ જણાવાનું કે ઋતુકાળ પૂર્વે કોઈ કારણથી તેના પિતા અથવા જે યોગ્ય પ્રદાતા હોય તેણે કન્યાને પરણાવી ન હોય અને તેને ઋતુ પ્રાપ્ત થઈ જાય છતાં પણ તેને કોઈ પરણાવતું ન હોય તો તેણે ત્રણ વર્ષ વાટ જોઇ પોતાની મેળે વર શોધી લેવા. ત્રણ ઋતુકાલ ગયા પછી જ પરણવું એમ વિધિ આ વાર્થી સિદ્ધ થતા નથી, પણ એક અપવાદ સિદ્ધ થાય છે. તે અપવાદ એ નિયમને કે પિતા અથવા યોગ્ય, પ્રદાતાની આજ્ઞા વિના કન્યાએ પરણવું નહિ, આ પ્રમાણે વિવેક હોવાથી આ વાક્ય લગ્નનું વય અધિક કરાવનારનો પક્ષ સમથી શકતું નથી. લગ્ન બાબત સ્પષ્ટ નિયમ એક જ છે કે તુએ કન્યા પતિ પાસે જોઈએ. ઋતુકાલની હદ આપણા દેશપરત્વે વિદ્વાનોએ દશની કરાવેલી છે, અને તે છતાં પણ સહવાસાદિ કારણેથી તેમાં એક તરફ એક નવું અને બીજી તફ છેક પંદર એમ ફેરફારો પણ જણાય છે. અર્થાત કાયદામાં દશ વર્ષ મૂકેલાં છે તે ઠીકજ છે, કેમકે સર્વને અનુકૂલ પડે તેવાં છે. કાયદે આ બાબતમાં વચ્ચે આવેલોજ છે એટલે વધારે આગળ વધે તો શી હરકત છે એ તકરાર નિઃસાર છે. કેમકે કોઈને પણ હરકત ન પડે અને સવને અનુલ થાય એવી થોડામાં થોડી હદ (minimum ) ની વય તેમાં રાખવી જોઈએ. તે દશથી અધિક થવી ઘટતી નથી, વધારેમાં વધારે (maximum) હદ ગમે તેટલી, જે જેને ફાવે તેમ રાખે, પણ ચેડામાં થોડી હદ નક્કી કરવી એજ આ બાબતમાં તે કાયદાનું કામ છે. સ્ત્રીના કબજે લેવા દાવા ચાલવા દેવા એ કીક છે કે નથી તે વાત જુદી છે, પણ જે તકરાર એ બાબતમાં બતાવાય છે તેની તપાસ કરવી જરૂરી છે. પ્રથમતે એમ કહેવાય છે કે એ વાત ઇંગ્લીશ કાયદામાંથી અહીં આવી છે. અમને એ વાત માનવાની જરૂર નથી લાગતી અને તે બાબત ધર્મશાસ્ત્રના પુરાવા મળી શકવા સહુજ હતા, પણ સુરતના ગૂજરાત દર્પણમાં હવણાં જે વાત જણાવવામાં આવી છે કે અંગરેજી કાયદો અને આવતા પૂર્વે પણ ગાયક્વાડી રાજયમાં એ રીવાજ ચાલતા હતા એમ તે રાજયના તે વખતના સયું લરાથી સાબીત થાય છે, તે યથાર્થ હોય તે એ કાયદાને ઇગ્લીશ કાયદાનો પગ પેસારો ગણવાનું કહ્યું કારણ રહેતું નથી. અનેક વાર્તા, દંતકથા તેમ જુનાં દેશી રાજ્યના વહીવટ, તે પણ આ બાબતમાં આવીજ સાક્ષી પૂરશે. એમ જોતાં અંગરેજી કાયદાની આ એક નકામી નકલ છે એમ માનવાનો અવકાશ રહેતા નથી, ત્યારે બીજી વાત એમ કહેવામાં આવે છે કે સ્ત્રીને શિક્ષા કરાય તે માટે ધર્મશાસ્ત્રને આધાર નથી. અમને એવું સારી રીતે યાદ છે કે એકાદ બે વર્ષ ઉપર પુનાની ફરગ્યુસન કોલેજવાળા પ્રોફેસર આપ)એ આ બાબત એક અંગરેજી ચોપાનીયું લખી ધણાંક શાસ્ત્રવચનાથી સિદ્ધ કરી બતાવ્યું’ હતું કે આને કબજે લેવા દાવે ચાલી શકે અને સ્ત્રીને શિક્ષા પણ થઈ શકે. આર્ય લોકા યદ્યપિ સ્ત્રીને દેવતુલ્ય પૂજે છે તથાપિ તેને પણ મનુષ્ય સ્વભાવને સહજ સુલભ એવા દોષથી રહિત ગણતા નથી. એટલે તેવા પ્રસંગ માટે તેમણે યાજના કરી ન હોય એમ હાઇ શકે નહિં. મનુ કહે છે કે મદ્યપા, aina Gelade F 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50