પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૪૮ સુદીન ગદ્યાવલિ, ને તે ઉપરથી તેને તાબે ન થતાં ખારાકી માગવાની છુટ પણ સ્ત્રીને ખુલ્લીજ છે. પણ એમ કહેવામાં આવતું હોય કે લગ્નજ રદ કરી આપવું તેને સારી વાત નથી કેમકે લગ્ન એક અને અખંડ હોય એમાંજ સુખ છે. વિષયાન્તરના ભયથી તેનાં કારણુ અત્રે આપી શકાતાં નથી, પણ એ નિયમ સિદ્ધ હોવાથી લગ્નને રદ કરવાની વાત સ્વીકારાય નહિ. લગ્ન કરવાની રીતમાં જેટલા ફેરફાઝે જેટલી સાવચેતી જરૂરનાં હોય તે સારી રીતે કરવાને સવ પ્રકારે પ્રયત્ન કરો, પણ થયેલાં લગ્નને રદ કરવાની વાતને અયોગ્ય જ ગણાય. - લોકોની કેળવણી અને સદ્વિચારની પ્રવૃત્તિ એજ આવી બાબતોમાં સુધારો કરવાનાં ખરાં અને મુખ્ય કારણ છે. તે દ્વારા થાય તેટલા પ્રયાસ કરવાની આવશ્યકતા છે, પણ કાયદાની મદદ માગવાથી ખરે સુધારે થવાનો નથી. આવી બાબતમાં જેમ જેમ કાયદાનું બંધન વધતુ' જશે તેમ તેમ અંતઃકરણ પૂર્વક સુવિચારે ન ચઢેલા લોક નવી નવી યુક્તઓ તે કાયદામાંથી મુક્ત રહેવા માટે શીખતા જશે. એના સ્પષ્ટ અનુભવ તાજે તાજા પાટીદારની નાત માટેના નવા નવા કાયદાથી થવા માંડયા હોય એવી વાતો ચાલે છે. માટે લોકોના વિચારને ઉંચે રસ્તે દે રવા એજ ખરો ઉપાય છે. કાયદાથી બલાત્કાર કરવા તેમાં હાનિ છે, કેમકે ફરીથી કહીએ છીએ કેઃ કાયદે ગતિ પેદા કરી શકતા નથી, તેને નિયમીજ શકે છે. ને આ બાબત એવી નથી કે જેને માટે કાયદાથી એકદમ અટકાવ કરવાની જરૂર છે; એ એક સુનીતિને સવાલ છે ને તેમાં બીજાને હરક્ત કર્યા સિવાય પોતે પોતાને ઉત્તમ લાગતે ભાગ લેવા સર્વે સ્વતત્ર છે. હિંદુ સંસારના કોઈ વર્ગને ચાલતી પદ્ધતિ કરતાં નવા પ્રકારની પદ્ધતિ ઉપયુક્ત લાગતી હોય તો તેમણે “ અમદાવાદ સંસારસુધારા સમાજ ” ની પેઠે અમુક નિયમ રચી તે પ્રમાણે વર્તવા માટે કાયદો કરવા કરાવવો હોય તે તે વધારે ઊંચિત છે. તેમને જે લાભ થશે તેથી બધાલકે તેમાં ભળશે, પણ જે વાત એક બેકે સૌ પચાસ કે લાખ માણસને ગમે તે આખી દુનીયાં ઉપર કાયદાના બળાત્કારથી લાધી દેવી એ મુસલમાનો હાથમાં તરવાર લઈ પિતાને દીન પ્રવર્તાવતા તેવું જ ગણાય. છતાં ઘણાક નવા વિચાર વાળા બીજું શું કરે છે ? આખા હિંદુસ્તાનની વસ્તિને નામે પોતાનાજ વિચારને સર્વના વિચારરૂપે જણાવી સરકાર પાસે કાયદો માગવા સુધી પણ ચુક્તા નથી. આવી રીતિ કૃતિને અભિમાન, દુરાગ્રહે, કે તેથી પણ વધારે કડવુ" જે ઉપનામ આપવું હોય તે અપાય, પણ નવા વિચારવાળાને જ્યારે દીલ્હીના ધર્મ મહામંડલે જેમ હવણાંજ આખા ભારતને વિચાર સ્પષ્ટ જણાવ્યું તેમ, કોઈ છુટા છવાયા અમારા જેવા નિર્મલ માણસ ખરી વાત, અને જન સમુદાયના ખરા વિચાર જણાવવા પ્રયાસ કરે છે, ત્યારે જે દષણ પતે વહારેલાં છે તે તેને સામાને ચઢાવી તકરાર બંધ કરવા પ્રયાસ કરે છે ! તમને અમારા જેવાના નિર્માલય પ્રયાસ “દિગ્વિજય” લાગી બીહીવરાવે છે ને તેથી તેઓ એવા દિગ્વિજયવાળાને શાખામણ આપવો નીકળી પડે છે. પણ અમારે કાઈના શીષ્ય કે ગુર થવાની ઇચ્છા નથી. તેમ જેમની પાસે શીખામણ અને અભિમાનાદિ આપે વિના બી. દલીલો નથી, તેમની સાથે વાત કરવામાં સાર નથી.." ડીસેમ્બર-૧૮૮૦ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી વિ8/50