પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુધારે, ૩પ૭ બહાર પાડી એવા ગુરૂઓને ઘણા ખરે ઢાંગ તે ખરેખર તેડી પાડશે. આ રીતે લેકને ધર્મના બંધનમાંથી છેડવ્યા? જ્ઞાતિભેદનો બંધ પણ શિથિલ પાડ્યા. આ ઉપરાંત સામાન્ય રીતે કેલવણીમાં પણ આ મંડલનું લક્ષ ન હતું એમ નહિ. બુદ્ધિવર્ધક કન્યાશાલા સ્થાપી તેમાં છોકરીઓને જ્ઞાન આપવાનો પણ આરંભ થયો, અને એક રીતે સ્ત્રી કેલવણીને પણ પાયા પાવા માંડ્યા. સ્ત્રી પુરૂષના હકની સમાનતા વિષે તકરાર શુરૂ થઈ, અને જે છુટથી પુરૂ હરે છે ફરે છે. મળે છે તેજ છુટ સ્ત્રીઓને માટે પણ આ નવા લોકો માગવા લાગ્યા. આ. પ્રમાણે સંસારમાં તથા ધર્મમાં ફેરફાર થવાથી તમામ જુના પ્રચારને નાશ થવા લાગ્યા, કહીં ખુણે ખાચરે તે ભરાઈ રહેવા લાગ્યા. મુંબઈ શહેરમાં તે આ સર્વ વાત ખુબ જામી ગઈ. બહાર પણ સુરતમાં સુધારાના અગ્રણી પ્રસિદ્ધ મેહતાજી દુર્ગારામના સપાટા જારીજ હતા; અમદાવાદ, નડિઆદ તરફ પણ રા. ગિરધરલાલ કે રા. મહીપતરામ જેવાનાં પ્રયાણુ કે સ્થિતિ ચાલુજ હતાં પણ ઉત્તર તરફ તે ઝાઝી અસર થઈ શકી નહિ. આટલી વાત તે સિદ્ધ રીતે ફેલાઈ ગઈ કે જેને સારા વિદ્વાન વર્ગની સંમતિ મેળવવી હોય, જેણે જાતે પશુ તેવામાં ગણવું હોય તેણે સુધારાવાળા કહેવાવું જોઇએ. સુધારો શબ્દ જે અર્થ માં હાલ વ૫રાય છે તે ઘણું કરી તે વખતથીજ ઘડાય છે; જ્ઞાતિનો બાધ ન ગણવે, પુનર્વિવાહને ઉત્તેજન આપવું, સ્ત્રી પુરૂષને સમાન ગણવાં ને પુનર્જન્માદિક ન માનતાં કેવલ માણસનું" સુખ સધાય તેવી નીતિમાં લક્ષ રાખી સાધારણ રીતિના ધર્મ કર્મના વેહેમ ન રાખવા એ સુધારાનાં લક્ષણ અદ્યાપિ પણ સુપ્રસિદ્ધ છે. સુધારકે ધર્મની બાબતમાં નાસ્તિક યાને અંગ્રેછમાં જેને સ્કેટીક કહે છે તેવા નીવડ્યા, અને સંસારની બાબતમાં કેવળ ઐહિક સુખને વળગી રહેનાર ચાર્વાક જેવા અથવા અંગ્રેજીમાં જેને યુટીલીટેરીઅન કહે છે તેવા થઈ બેઠા. મનુષ્યજાતિને સ્વભાવ છે કે જેમ બને તેમ સ્વતંત્ર થઈ સ્વછંદી થવાય તો તે તરફ પ્રથમ લક્ષ આપવું, ને વળી લાકમાં માનપમાય એવી રીતે જે સ્વછંદી થવાતું હોય તે તો તે કિાણુ આજ પણ નહિ ઈચ્છતું હોય ? આમ હોવાને લીધે સુધારકોએ જેટલો બને તેટલા નાશ તે ઘણી ઝડપથી કરી આપે, ને લોકોને પણ તે અનુકૂલ પડયો. નાશ કરવાનું કામ ઘણું સહેલું છે, તેમ જરૂરનું પણ છે. જ્યાં સુધી કાઈ રીવાજ કે ધર્મ શુદ્ધરૂપે દઢ હાય છે. ત્યાંસુધી તે તેના ઉપર નાશનું બલ ચાલી શકતું નથી પણ જ્યારે તે એટલી બધી વિકૃતિ પામે છે કે શુદ્ધ શું ને અશુદ્ધ શું તેને પણ નિર્ણય થઈ શકતા નથી. તથા અમુક સિદ્ધાંતનાં કારણ પણ આ વિકૃતિને લીધે સમજાઈ શકતાં નથી, ત્યારે આ વ્યવસ્થામાંથી સારી સ્થિતિ ફરી પ્રાપ્ત થવા માટે તે વ્યવસ્થાને નાશ થવા આવસ્યક થઈ પડે છે. પોતાની મેળેજ ભાંગી પડવા તૈયાર થયેલી વાતને જ્યારે અનુલ મદદ કરનાર કોઈ મળી આવે છે, ત્યારે તેના નાશ થવામાં વાર લાગતી નથી. આ પ્રમાણે આ પ્રસંગે થયું. નાશ અને સ્થિતિના સાધારણ નિયમે પ્રમાણે આપણા સુધારાવાળા જે નાશ કરી શકયા તે ઘણે જરૂર હતા, તથા સિદ્ધસ્વરૂપે વ્યવહારને દર્શાવવા માટે યુક્ત કટીરૂપે હતે. નાણા કરવાનું કામ જેમ સહેલું છે, તેમ નવીન રચના કરવાનું કામ સુલભ નથી. મનુષ્ય જાતિની સહજ પ્રકૃતિમાં પણ એજ નિયમ જણાઈ આવે છે. જેથી કરી સ્વછંદે ચાલી શકાય એવા આચાર કોઈ પણ તુરત પકડી લે છે, જેમાં કાંઈ સકાચ વેઠવો પડે તે સદાચાર તેટલીજ સરલતાથી ગ્રહણ થતો નથી. સુધારાવાળાઓએ જે નાશનાં બીજ રોપ્યાં તેનાં ફલ માણસ in an Ferlita de Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્યાવલી 7/50