પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૫૮ સુદર્શન ગદ્યાવલિ, જાતિની આ સહજ પ્રકૃતિને લીધે ઘણાં સારાં થવા લાગ્યાં; ને જે કેવલ કુલ ઉપરથીજ અમુક વ્યવહારની સારાસારતા સિદ્ધ થઈ શકતી હોય તે આપણા સુધારાવાળાનો શ્રમ સારરૂપ હતા એમ પણ કહ્યા વિના ચાલે નહિ. લોકોમાં એકતરફથી અંગ્રેજી વિદ્યાને શાખ પેસતા જતા હતા ને બીજી તરફથી સુધારાના ઉપદેશ નિરંતર જાગૃતજ હતા. આ ઉપદેશનું મુખ્ય સ્વરૂપ અંગ્રેજ લેખકના રિવાજ ઉપરથી લીધેલું હોવાને લીધે એવી સ્વાભાવિક સંકલના થઈ આવી કે અંગ્રેજી ભણવા સાથેજ સુધારાને પ્રવેશ પણ થવો જોઈએ. આટલું જ નહિ, પણ આગળ કહ્યું છે તેમ પ્રતિષ્ઠિત વર્ગમાં ગણવાની ઈચ્છા રાખનારને પણ સુધારાની છાપ સિવાય સત્કાર મળતા નથી એમ સર્વને લાગવા માંડયું. અંગ્રેજી ભણતર અને સુધારાના વ્યવહાર એના નિકટ સંબંધ થતો ગયે, તેમ અંગરેજી ન ભણેલામાં પણ પ્રતિષ્ઠાને ને સુધરાના તેજ દઢ સંગ ઘડાતો ચાલ્યો. આમ થવાને લીધે સમજીને કે વગર સમજીને, કારણ કે અકારણે પણુ ઘણુ ખરા મુખ્ય કહેવાતા લોકોમાં “ સુધરેલા' આચારની પ્રવૃત્તિ થવા માંડી. ને જ્યારે કોઈ કાંઈ કામ લઈ બેસે છે ત્યારે તે કામના કુલની ગણુના બે રીતે સંભવે છે. એકતા તે કામે કેટલા ઉપર અસર કરી તે સંખ્યા ઉપરથી, અથવા કેવી અસર કરી તે ગુણ ઉપરથી. માણસને અમુક આચારની યોગ્યતા બતાવવા માટે ને તે યોગ્યતા બતાવી લલચાવવા માટે સંખ્યાના નિયમથીજ કાર્ય માત્રની સારાસારતા તુલવી ઠીક પડે છે. પણ જો ગુણને નિયમ લાગુ કરવામાં આવે તે સંખ્યાના નિયમે બતાવેલાં પરિણામ તરતજ ઉધાં થઈ બેસે. જે તત્કાળ સર્વને રૂચિ કરાવી પ્રવર્તાવવાના વિષયે છે તેમાં સંખ્યા એ સારે રાચક નિયમ છે, તે પ્રમાણે આ સુધારાનાં પરિણામમાં પણ થવા માંડયું. સંખ્યાબંધ સ્ત્રીઓએ કેલવણી લેવી શુરૂ કરી, ઘણા લોકોએ જ્ઞાતિભેદ ખાનગી ખાનગી રીતે ન ગણકારવા માંડ્યા, સ્ત્રીઓના હક એકંદરે પુરૂષની સમાન મનાઈ સ્ત્રીઓને છુટ પણ મલવા લાગી, પુનર્લગ્નનાં પણ કામ ઠામ દર્શન થવા લાગ્યાં, ધર્મકર્મની કેવલ શિથિલતા થઈ ગઈ;—આ બધું" ખરું પણ કોણે કઈ વાત કેટલો ગુણ ગ્રહણ કરીને સ્વીકારેલી અને તપાસ કરીએ તે આ બધાં પરિ. ણામ ફક્ત દેખાવમાત્રનાંજ હતાં અને મૂલમાં કાંઈ ફરક પડ્યા ન હતા એમ હાલ આપણે નિઃશંક થઈ કહી શકીશું. સ્ત્રીઓએ ભણવા માંડયું. પણ શું ? પિતાને ખરા ઉપયોગનું ? ખરે છેટે ઉપયોગ નક્કી કરનારા આ સુધારકેજ હતા એટલે તેમણે જે યોજના કરી તે રસ્તે સવે વજ્યા, પણ પરિણામે જણાય છે કે આજ સ્ત્રીકેળવણીમાં એક તલભાર પણ વધારે ન થતાં ઉલટા કાંઇક અંશે તે વિષયને અનાદર પેદા થયેલ છે તે તેનું કારણ તે વખતની યેજનાની શિથિલતા અને દેખાવ-માત્ર સંપાદન કરવાની આતુરતા સિવાય બીજું કાંઇ હોવું જોઈએ નહિ. લોકોના મનમાં આ વિષયનો અણગમા થવાનાં કારણ એ કેળવણીનાં ફલ સિવાય બીજાં તે શું હોય ? જો આ ફલ ઠીક ન નીવડ્યાં, ને તે આખાં ત્રીશ વર્ષ સુધીમાં પણ ઠીક ન નીવડ્યાં, ત્યારે તે દોષ કાને દેવા ? જે યેજના થઈ તે લોકેતે ગ્રહણ કરી પણ તેમાં વસ્યું કાંઇ નહિ. એજ રીતે જ્ઞાતિબંધનની શિથિલતામાંથી પણ લેકામાં સ્વછંદ વધ્યા ને ગુપ્ત દુરાચાર સિવાય બીજુ પિદા થઈ શક્યું નહિ. સ્ત્રીપુરૂષને સમાન ગણવાનાં પરિણામમાં પણ એથી સારી આશા રાખી કયાંથી શકાય ? ભૂલે જે સ્ત્રીઓ પોતાનું સ્વરૂપ કે કર્તવ્ય સમજતિ ન હોય, ને જે તેમને સમાન ગણી હક આપનાર તેમના પતિ તે પશુ સ્વતંત્રતાનો પુરે અર્થ સમજતા ન હોય, ત્યાં સારાં પરિણામની આશા કેટલી રખાય ? પુનલ વનનાં પરિ. andhi Heritage itage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 8/50