પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 a ૭ સુધારે. ૩૫૯ ણામ અદ્યાપિ પણ આપણી દૃષ્ટિએજ છે. લગ્ન એટલે શું તે ન સમજે તેને વળી પુનર્લગ્નનો શે વિચાર ? કેવલ પશુવૃત્તિ-પોષણાદિક-માટેનાં જેવાં લગ્ન તેવાં પુનર્લગ્ન ! એમાં પરણનાર કે પરણાવનારની કોઈ પ્રકારની કૃતાર્થતા અમારી નજરે તો જણાતી નથી. આ સર્વ ઉપરાંત ધર્મની બાબતમાં જે શિથિલતા આવી ગઈ તેણે તે સીમા કરી નાંખી. ઈશ્વર છે પણ તે કેવો કયાં અને કેવી રીતે તેનો વિચાર કેઈએ કર્યો નહિ. જે ઇશ્વર હોય તો તેની મરછ સંપાદન કરવી એનું નામજ સુખ હોવું જોઈએ. પણ આપણું સુધારાના પાદરીઓ ઈશ્વર શું તે બોલતાં છતાં પણ જેમ સમજતા ન હતા તેમ ઈશ્વરેચ્છાને અર્થાત સનાતન ધર્મને શું અનુકૂલ છે તેના આભાસને પણ સ્પર્શ કરી શક્તા ન હતા. ઈશ્વર હે તો ભલે હો પણ ઇશ્વરેષ્ટ સિદ્ધાન્તો આ અમે તમને સમજાવીએ છીએ તેજ છે એમ તેઓ વારંવાર લોકોને સમજાવતા, અને મૂર્તિ પૂજન, યજ્ઞકમૉદિ ક્રિયાને દૂર ખસેડીને સર્વ સ્થલે પોતેજ પૂજ્ય થઈ ઉભા રહેતા. જેથી કરીને જાતે સુખી રહેવાય, સંકોચ થોડા ખમ પડે, અને સર્વની સાથે સ્વદે વર્તાય એવી નીતિને એકંદરે સ્વીકાર કરી ઇશ્વર છે એમ કહેવું એ સ્પષ્ટ રીતે વ્યર્થ જ છે. આટલાજ કારણથી અમે ગતસુધારાને નાસ્તિક ગો છે, અને તે સુધારાના સિદ્ધાન્તામાં દોષ પણ ગુણુરૂપ જણાયા તેનું મુખ્ય કારણ પણ આ નાસ્તિકપણુંજ છે. આ વાત અમે ફરીથી સ્પષ્ટ કરી બતાવીશું. - આ પ્રમાણે જ્યારે તે વખતે પ્રવર્તેલા સુધારાને તેનાં હાલનાં પરિણામ સાથે મેળવી જોઈએ છીએ ત્યારે આપણને તે કાલના સુધારાની નિઃસારતા અને શુષ્કતા સિદ્ધ રીતે જણાઈ આવે છે. એ ઉપરાંત જ્યારે આપણે એમ જોઈ શકીએ છીએ કે તે વખતે જે જે વાતો દાખલ થઈ હતી તે આજ વૃદ્ધિ ન પામતાં ઉલટી બીજેજ માર્ગે જવા લાગી છે, અથવા બહુ તે છે, તેમજ છે ત્યારે આપણને તે વખતના સુધારાની નિઃસારતા જણાયા વિના કેમ રહે ? આર્યધર્મની મહત્તા આ પચીસ વર્ષમાં બહુ સારી રીતે સિદ્ધ થઈ આવી છે, તે તેમાંથી એમ સ્પષ્ટ ફલિત થયું છે કે અત્રય રીવાજ અને નીતિ કેવલ અવિચારવાળાં કે અસલ જાશુતા હતા તેવાં બેવકુફાઇ ભરેલાં નથી. આજ તો હિંદુશાસ્ત્રના સિદ્ધાંતોનું રક્ષણ કસ્નારા ઠામઠામ જડી આવશે, હિંદુશાસ્ત્રના નિયમોની મહત્તા સાબીત કરનારા બહાર નીકળી આવશે. આ ઉપરથી લગ્નના વિચારમાં, કેળવણીના વિચારોમાં, ધર્મ માં ને જ્ઞાતિબંધન વગેરે બાબતોમાં લોકાની વૃત્તિઓ જેવી થઈ છે તેવી જોઇને રા. કરસનદાસ કે રા. ગીરધરલાલના સ્વર્ગવાસી આત્માને ખેદ થતો હશે ! લોકોમાં સાધારણ રીતિએ આવી વૃત્તિ થઈ છે. તેવામાં જે કાઈ સુધારાનું નામ દે છે તો તિરસ્કારયુક્ત મંદ હાસ્યસિવાય આપણા આર્ય બંધુના મુખ ઉપર બીજું કાંઈ જણાતું નથી. સુધારાવાળા ઉપરથી સર્વને વિશ્વાસ ઉડી ગયા છે, ને તેમાં પણ અસલના જે કોઈ કાઈ રહેલા છે તેમના આચાર તેમની કહેણી સાથે મળતા ન આવવાથી આ વિશ્વાસ ઉઠી જઈને તિરસ્કાર રૂપે પરિણામ પામ્યા છે. આવી રીતે સુધારાનો ખેલ લગભગ પુરે થઈ ગયો છે એમ કહ્યા વિના ચાલતું નથી. ગતસુધારાના સાથીઓએ જે આ નાશ કર્યો તે કેવલ નિરૂપયોગી હતા એમ અમારૂં કહેવાનું તાત્પર્ય નથી; તેનો પરિપૂર્ણ ઉપયોગ અમે અમારી હાલની આલખવાની પ્રવૃત્તિમાંજ જોઇ. શકીએ છીએ, જે તેમણે આ નાશ ન કર્યો હોત તો આ સમયે સુધારાના શુદ્ધ સ્વરૂપના anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9750