પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુધારો, ૩૬૧ પૂજ્ય ગણેલા તે આ વખતે કવિને તુચ્છ માનતા હતા, પણ તેને દેષ શે ? ફક્ત ગધેડાનું પુછડું પકડી ન રાખ્યું તેજ કે બીજે ? એમ છે ત્યારે તુચ્છ કોણ ? કવિના અંત સમયે લાકે એના ઉપર જે તિરસ્કાર બતાવતા હતા તે કેવલ અયોગ્ય હતાઃ કવિએ જણાવેલ હવે ના સુધારે તેજ ખરે સિદ્ધાન્ત છે એમ સર્વેને સમજવું જરૂરનું છે. લોકોને વિચાર સારાસાર ગ્રહણ કરી શકતા નથી એ માટે કવિને જેટલે ખેદ હતા તેટલે બીજાને નહિજ હોય ને તે ખેદ તેમણે આ લખનારને મરતા પહેલાં બે એક માસ આગળ ઘણી કરૂણાથી આ મુજબ કહેતાં જણાવે; “ મને તો લેાક મૂર્ખ કહે છે, મારા વિચાર બદલાયા તેથી મને મારા મિત્ર તજી ગયા છે—પણ હું મારા મનમાં સંતોષ રાખું છું કે ફીકર નહિ તમારા પેાતાનાજ મંડલમાં મારાજ વિચાર ખરા કરી બતાવનાર એક છે ” વગેરે વગેરે. કવિની આ લાગણી કોને અસર ન કરી શકે ? એ સજજનની આવી આશા આ લખાણથી કોઈ પણું અંશે પૂર્ણ થાય એટલા ઉદેશથીજ આ ચર્ચા ચલાવેલી છે. લોકો તેની ગમે તે ગણના કરે. સુધારાનું આ પચીસ વર્ષનું સ્વરૂપ આપણે સ્પષ્ટ કરી તપાસી જોયું તથા તે સાથે કવિને તે સુધારા સાથને સંબંધ પણ નક્કી કર્યો. કવિના વિચારોમાં જે ફેરફાર થયે તે એમના ધર્મવિચારમાં જણાવ્યા પ્રમાણે ખૂબ સમજવા જેવી છે, એ પણ આપણે જણાવી ગયા છીએ, અને તે ઉપરથી હાલના સુધારાવાળાને કાંઈ નાનીસુને બેધ લેવાનું નથી. સુધારાના મુખ્ય સિદ્ધાન્તનું પાકું સ્વરૂપ લક્ષમાં આવ્યા સિવાય, ફક્ત બહારના ડાળની ખાતર કે વિદ્વાન કે સુધરેલા વગમાં ખપવાની ઉછરતી જીજ્ઞાસાની ખાતર, જે ફાંકા રાખવામાં આવે છે તેનાં પરિણામ સારાં ન થતાં નઠારાં થાય છે એ નિઃસંદેહ છે. આ સર્વ બાબતના ઉદાહરણરૂપ આપણુ મરનાર મિત્રની જીદગીનું ચિત્ર છે. તે ગમે તે રસ્તે ગયો, તેણે ગમે તેવા કુમાર્ગગામી ચેલા પિતાના દાખલા ઉપરથી ઠામ ઠામ કરી મુકયા, પણ સદ્યગે કરી મરણ વખતે તેની બુદ્ધિમાં પોતાના સ્વરૂપને શુદ્ધ સંસ્કાર ઉધડ્યા અને સુધારાને સિદ્ધ નિયમ તેના લક્ષમાં જડાયે. જેમણે એને એક વખત ગુરૂ માનેલે તેઓ હાલ તેને તજી ગયા પણ તેમાં તેમણે જ ભૂલ કરેલી તેમના ગુરૂની ભુલ અમને જણાતી નથી, એ અમે પ્રતિપાદન કરી ગયા છીએ. સુધારાનું ઉત્તમાંગ એવી ઉપમા જે પ્રારંભે આપી હતી તે આ રીતે આપણુ કવિના સંબંધમાં સાર્થક થઈ રહે છે. હાલ મરનારના સંબંધમાં તેનાં લખાણ અને તેની અસર તથા કીમતને વિચાર કરવાજ બાકી રહેલો છે. સુધારાના સંગ્રામ મચાવતે આ શુરવીર જે ‘યાહામકરીને પડ્યા,' તે વખતના તેના મનેબલથી, રાજ્યરંગના તરંગમાં જ્યારે એ વીર દેશદાઝથી ઘુમ્યા ત્યારના તેના વીરવથી, શૃંગારનાં પ્રેમમય ગાનમાં વસંતઋતુ જેવા વિલાસમય થઈ રહેલા એ રસિકના ઋતુ વર્ણનથી, સર્વને એના પ્રેમાનુભવને, દેશ પ્રીતિને તથા વીરત્વનો પ્રત્યક્ષ અનુભવ થતાં તેની સ્તુતિ ચારે તરફ ગવાઈ રહી છે. આજ પણ એ વાત વિવાદગ્રસ્ત છે કે નર્મદાશંકર તે કવિ કહેવાય કે નહિ અથવા અમુક લખનાર કરતાં તે સારી કહેવાય કે નહિ. જેમ ઉત્તર ગુજરાતમાં ફાર્બસ સાહેબ, ગુજરાત વનોકયુલર સોસાઈટી અને દલપતરામે દેશી ભાષા ઉપર સર્વનો પ્રેમ ઉત્પન્ન કર્યો તથા કવિતાને રસ ચખાડવા માંડયો, તેમ દક્ષિણ ગુજરાતમાં મુંબઈના શેઠીઆઓ, બુદ્ધિવર્ધક સભા અને નર્મદાશંકરે સર્વને તેજ બોધ કરવા માંડ્યા. જેમ ઉત્તરના લાક કહેવાતા સુધારામાં મંદ હતા તેમ તેમની કવિતાશક્તિ પણ ઉછળતી ન હતી; જેમ દક્ષિણના ainan edilace POLA 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1150