પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુધારે. ૩૬૩ ઉત્સાહ વગેરે જે વિકાર તેવાં તેવાં પદાર્થ જોતાં હૃદયમાં પેદા થઈ કાંઈક કાલપત સ્થિર કરી રહે છે ને હસવું, રડવું, નાસવું, લડવું વગેરે રૂપે બહાર જણાઈ આવે છે તથા આસપાસના સંબંધ વિચારતાં પુષ્ટિ પામે છે, તેને રસ એવું નામ કવિઓ આપે છે. આ રસની તાદશ છાપ જ્યારે કેઈ કાવ્ય વાંચતાંજ મનમાં ખડી થાય, ત્યારે તે કાવ્યું કે તેના લખનારા ‘રસિક” કહેવાય છે. આ રસ કાવ્યમાં આવ્યા કે થઈ રહ્યું, એમ પણ કવિઓએ રાખ્યું નથી. જે રસ ઢાંક્ય રહે અને ખરા સહદયના હદયમાંજ નિર્મલ ટિકમાં પ્રતિબંબની પૈઠ પ્રવેશ કરી જાય, તે રસને પ્રથમ પંકિત આપી છે. આવાં કાવ્યને વ્યંગ્ય કે ધ્વનિવાળાં કાવ્ય કહે છે, ને આ રીતે કાવ્ય કરવામાં શબ્દોનો યથાર્થ ઉપયોગ થાય માટે શબ્દના અર્થ વિષે પણ અભિધાલક્ષણ—વ્યંજના વગેરે યુકિત ગોઠવેલી છે. જેમાં રસ સ્પષ્ટ રીતે પ્રતીત થતા હોય તેવા કાવ્યને બીજા વર્ગ માં મુક્યું છે; ને રવિત્રવાર્થવિત્રમદāચંતવરું રકૃતમ્ જેમાં વ્યંગ્ય અથૉત્ પ્રથમ કહ્યા તે ગુઢ રસધ્વનિ નથી, પણ કેવલ શબ્દાલંકાર ( ઝડ યમક અનુપ્રાસ વગેરે ) કે અથાલંકાર ( ઉપમા ઉઠેક્ષા વગેરે ) થીજ દીપતું છે તેને તે “ અધમ’ આ સંજ્ઞાથી કહેલું છે. આ અમારા કાવ્યવિષેના સિદ્ધાંતઃ ને એમાં જે • પાસ’ થાય તે કવિ. આ કન્સેટીએ ચઢાવતાં નર્મદાશંકરને કવિને ખરેખર અલકાબ અપાય કે નહિ એ સંશયની વાત થઈ પડે છે. એમણે “ દલપત પ્રાસે વહાય ” તથા “ શામળ જેવા કવિ થકી ગામડીઆ રહે મહાઈ ' વગેરે આરોપ કરી કાવ્યના સ્વરૂપનું પિતાને ભાન છે એમ સૂચના કરેલી છે ખરી, પણ પૂર્ણ રૂપે પોતે આ રસની અચૂક અભિવ્યક્તિ બતાવી નથી. તથાપિ અમે નર્મદાશંકરને કવિ કહીશું; પણ કેવલ ઉન્મત્ત અને ઉર્છાખલ એટલે લગામવગરના કવિ કહીશુ. આ કહેવાથી એમ ન સમજવું કે કવિત્વની શક્તિને વળી લગામ હોઈ શકે એવો અમારો નિયમ છે, અમે સારી પેઠે માનીએ છીએ કે “ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” એ થવાને તો લગામ ઘેડાની પીપરજ મુકવી પડે; પણ જ્યાં રસ ભેગા રસના અયોગ્ય વ્યભિચાર થઈ પડતા હોય, શૃંગારમાં બીભત્સ કે કરૂણામાં હાસ્ય દાખલ થઈ જતા હોય, ત્યાં લગામ હાથ ન રાખવી એ દોષ છે; નહિ તે માણસના મનભાવનું ચિત્ર કરનાર કવિ અને લવાર કરનાર ગાંડા વચ્ચે તફાવત શો ? કવિ થવામાટે પ્રથમ તે વસ્તુમાત્રમાં તન્મય થઈ જઈ મનાભાવ પુરેપુરા પરખાય એવી રસબુદ્ધિ જેને ‘ શક્તિ” એ નામથી શાસ્ત્રમાં કહે છે. તે જોઈએ, પછી અભ્યાસ ને પછી ગુરૂ પાસે બોધ. આ શક્તિ નર્મદાશંકરમાં સવારે હતી એમાં શક લેવાનું જરાપણ કારણ નથી ને તેથીજ એમને કવિની સંજ્ઞા નિર્વિવાદ ધટે છે. માણસના મનભાવ એટલે રસ ને તેમાં પણ રસરાજ-શુગાર—એમણે સારે હાથ કરેલા હતાતેમજ વીર, કરૂણા પણ વારંવાર ઠીક ચીતરતા હતા. પણ એ પુરુષે આખા ગુજરાત ઉપર જે અમર મહોર મારી આપી છે, તે તો એમનું ગધનું લખાણ છે. ગદ્યમાં કવિતા ન આવે એમ જાણવું મૂખોઇનું કામ છે. વાવાનું આમ આગળ કહેલું જ છે, એટલે વાકયમાં પણ કવિતા રહે છે, કેવલ છંદમાંજ નહિ. એનું ગદ્યલખાણ રસમય તથા સદાર અને કેવલ કાવ્યરૂપ ઠામઠામ જણાઈ આવે છે. ગુજરાતમાં ગદ્યરચના પ્રથમ હતીજ નહિ એમ કહીએ તો ચાલે, પણ કવિ નર્મદાશંકરના સમયથી તે શુદ્ધરૂપે ચાલુ થઇ. આ ઉભય કારણથી અમે એ પુરુષને કવિ અને એક વિરલ બુદ્ધિમાન પુરુષની પદવી નિઃશંક આપીએ છીએ. પોતાના વચલા સમયનું છેલ્લું મહાકમ એમને lan ahaleltage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50