પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૬૪ સુદર્શન ગઘાવલિ, જ કિાશ ” છે. એ કાશની અંદર પોતે જે શ્રમ લઈ ગુજરાતી ભાષાનાં તત્વનો સંગ્રહ કરવાની યોજના કરી છે તે જોઈ અમે એમને ગુજરાતના ડાક્તર જેન્સનની ઉપમા આપીએ તો વ્યર્થ ગણાશે નહિ. હવે પછી થનાર વિદ્વાને ગમે તેવા ગ્રંથ રચે અથવા તે ઉપરથી એ કાશમાં સુધારા કરે, તથાપિ પ્રથમ એ કોશનું મહાભારત કામ સંપાદન કરનારને જ ખરૂં માન ઘટે છે. કોઈ માણસ સર્વ વાતે પૂર્ણ હોતું નથી. લખનાર તરીકે પ્રાઢ પંક્તિએ ચઢેલા આપણા કવિએ ઉત્તરાવસ્થામાં થોડાં નાટક વગેરે લખવાનો પ્રયત્ન આરમેલે; પણ તે કેવલ નિષ્કલ થયે એમ કે કહી શકાતું નથી, છતાં એમના બીજા ગ્રંથ જે સફલ થયો મનાય તેમ લાગતું નથી. જે આ પ્રમાણે સુધારાના મુખ્ય વીર નાયક તરીકે આધુનિક કવિઓમાં અગ્રણી જેવા તથા ગુજરાતી કોશના પ્રથમ રચનાર અને ગુજરાતી ગદ્યના નિરૂપક તરીકે કવિ નર્મદાશંકરને કિાણ માનની દૃષ્ટિથી નહિ નિહાળે ? આ સર્વ ઉપરાંત તેનું ધીર, સાહસ, તથા સત્યપરાયણ એકતાની બુદ્ધિ માટે કાણુ એનું અનુકરણ કરવા નહિ ધારે ? જે “ ઉત્તમ નાયિકા ' ને એ શુદ્ધ નાયક હતા, તેનાં પ્રેમજલ લેવા આજ કાણુ પાતાના હાથ ઊંચા નહિ કરે ? આવા વીર મહાત્માઓનાં જીવનચરિત સર્વને હજાર રીતે બાધદાયક હોય છે, જેને માટે જ તેમની યાદગીરી જે તે રીતે સર્વના લક્ષમાં નિરંતર રહે તેવી યોજના સર્વ દેશમાં પ્રસિદ્ધ રીતે થતી ચાલી આવે છે. સાધારણ લેકનાં પરાક્રમ આવા સદુપદેશના બલથીજ સતેજ થાય છે, ઉદ્દીપિત થાય છે ને વધે છે. આવા હેતુથીજ આપણા ભરનાર કવિ જેવા પુરુષોનાં ચરિત અને ભ્યસનીય છે, અને તેમના સ્મરણાર્થે કાંઈ તાદશ પ્રયન્ને બને તેટલી ત્વરાથી થવાની જરૂર છે. અમારે આ લખાણ કરવાના હેતુ આ સપુરૂષની ગુજરાત ઉપર કેટલી ભક્તિ હતી, તથા તેણે શું શું એ દેશ માટે કર્યું છે એ બતાવતાં એમના ભવ્ય ચરિતની નોંધ રાખવાની સને કેટલી જરૂર છે એ બતાવવાનો છે. તે જે કાંઈ અશે પણ પૂર્ણ થયા હોય અને સર્વની દૃષ્ટિમાં અમે જે નિષ્પક્ષપાત વિવેચન એક તટસ્થ તરીકે કરી ગયા તે ઉપર ભાવ થઈ આવ્યા હોય તો આવા સજજનના નામસ્મરણાર્થે તત્પર થવામાં વિલંબ કરો વ્યર્થ છે. સાંભળવા પ્રમાણે મુંબઈના કેટલાક મુખ્ય ગૃહસ્થા તરફથી એમના કુટુંબના પોષણ માટે એક ફંડ ચાલતું થયું છે, તથા બીજી" તેમના નામ સ્મરણાર્થ “ સત્યવક્તા' ના તંત્રીઓ તરફથી થવાની વાત આ સાથે વધારા તરીકે વહેંચવા મળેલા હેંડબીલ પરથી જણાય છે. આ પ્રમાણે થશે તો બહુ આનંદની વાત છે, અને આવા યોગ્ય પુરૂષને યથાર્થ અનુમોદન મળવાથી ગુજ: રાતને સામાન્યતઃ ધણા લાભની વાત છે, અમે અમારી આ વિવેચનની વાત બંધ કરતાં મરનારના આત્માને સર્વથા અવિચલ આનંદ ચાહીએ છીએ, તેના કુટુંબના શાકમાં ભાગ લઇએ છીએ, ગુજરાતમાં એ વીરપુત્રના અભાવે બીજા એવા થાઓ એવી આશીષ આપીએ છીએ અને પુરૂષના ગુણસ્તવનના યત્નથી અમારે શ્રમ તાર્થ સમજીએ છીએ. એપ્રીલ-થી-જુન-૧૮૮૬,

  • અધિક પ્રકાશિત

Gandhufik Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 14850