પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુધારાના ક્રમ, ૩૬૫ સુધારાનો ક્રમ. | (૭૪) ઓનરેબલ મી. તેલગે રાજકીય સુધારે પ્રથમ કે સાંસારિક સુધારે પ્રથમ, એ વિષયનું જે વ્યાખ્યાન થોડા દિવસ ઉપર કર્યું હતું તથા તે ઉપર જે ભારે ચર્ચા ચાલી રહી હતી, તે સર્વના સંક્ષિપ્ત સાર આપી જતાં, અમે એમ કહેવું હતું કે, આ સર્વ બાબત ઉપર અમે અમારા વિચાર આગલ ઉપર દશૉવીશું. તે વખતની તકરારમાં ઘણાનું કહેવું એમ હતું કે ઘરબાર સંસાર ગમે તેવી સ્થિતિમાં હોય તોપણ, રાજ્યવ્યવહાર ધણી ઉત્તમ પંક્તિના હોઈ શકે. કેટલાકનું કહેવું એમ હતું કે સંસાર સુધર્યાવિના રાજ્યવ્યવહારનું રૂ૫ બંધાતું જ નથી તો તે એકલો આગળ ધપીજ કેમ શકે ? આ સર્વ તકરારમાં સુધારાના ક્રમ નક્કી કરતાં પેહેલાં, મુખ્ય જાણવાનું એજ છે કે સુધારે તે શું ? હાલ આપણે જે કરીએ છીએ તે સુધારે કહેવાય કે નહિ ? નાત જાતનો ભેદ તેડી સ્વચ્છેદ કરો તે સુધારે-કે પુનર્લગ્ન કરવાં તે સુધારે-કે બુટ સ્ટેકીંગ ને ચશ્માં પહેરી ભભકો કરો તે સુધારે ? રાજયમાં પણ રાજા હોય તે રાજ કરે તે સુધારે-કે પ્રજાનાજ મતથી ચાલવા દેવું તે સુધારો-કે પ્રજા રાજા વ્યવસ્થિત રીતે કામ કરે તે સુધારે ? ફરી પુછીએ છીએ કે સુધારે શું ? ધર્મમાં પણ મૂર્તિ પૂજા તે સુધારે-કે મૂર્તિખંડન તે સુધારે-કે વલ્લભાચાર્ય સુધારે-કે દયાનંદ-કે કર્નલ એલકાટ-કે કે. શવચંદ્રસેન-કે રામ મોહનરાય ? સુધારાનું તત્વશું ? ' માણસની વૃત્તિ એવી છે કે જુની જુની વાત મુકીને નવી નવી વાતમાં મઝા માનવી, પણ તેથી કરીને જુની પેટી ને નવી સારી એમ સાબીત થઈ શકતું નથી. ઘણાએક જુની વાત ઉપર એટલી પ્રીતિ રાખે છે કે તેના વિના બીજી ગમે તેવી સારી વસ્તુને પણ હીસાબમાં ગણતા નથી, પણ તેટલા ઉપરથી નવું તે ખોટું ને જુનું જ સારું’ એમ પણ સિદ્ધ થતું નથી. આ ઉપરાંત મેહ ને મુખ્ય કરીને લાભ કે સ્વાર્થની વૃત્તિ, માણસની બુદ્ધિને જે જુને કે નવે રતે ડોળ કરાવે છે, તેના વિચાર કરીએ ત્યારે તો કાંઈ સિદ્ધ થઈ શકેજ નહિ. આવાં ભિન્ન ભિન્ન કારણોથી માણસની થતી પ્રવૃત્તિમાંથી સારા નરસાના નિયમ કરી શકાય તેમ નથી. જેમાં સર્વને મઝા પડે તેવી નવી વાત તે ઠીક, ને બીજી બેટી એમે ન કહી શકાય, તેમ નવી ખોટી ને જુની ખરી એમ પણ ન કહી શકાય. ત્યારે એક સ્થિતિમાંથી બીજી સારી સ્થિતિમાં જવું-એ સુ એટલે સારા ધારાનું સ્વરૂપ-સમજવું કેમ ? આ જગતમાંની એક વાત લેવી ને બીજી પડતી મુકવી એને અમે સુધારા કહેતા નથી. માણસના પોતાના સ્વભાવનું પૃથક્કરણ કરી લેતાં, તેના સ્વભાવથી જે તેનું ખરું સુખ ઠરતું હોય, તે સુખ તરફ, જેટલે દરજે જે વાત ઉપકારક હોય, તેટલે દરજે તે સારી કહી શકાવી જોઈએ. માણસ જે વસ્તુની શોધમાં છે, તે વસ્તુનું પૂર્ણ સ્વરૂપ જણાયેથી તેની પ્રવૃત્તિની કીમત સહજમાં બની શકે છે. સર્વને સુખ સંમત છે. એ કારણ આયાવિના પણ સિદ્ધજ છે. કોઈને પોતાના ઉપર જેટલી હશે તેટલી પ્રીતિ બીજાપર હશે નહિ, આમપ્રેમમાં જે સુખ તેને લાગે છે, તેવું બીજા કામમાં લાગવું કઠિન છે. આ ઉપરથી એમ તો જણાયજ છે કે આનંદ એ સુખનું સ્વરૂપ છે. આ આનંદ કેવા પ્રકારને જોઈએ તથા કયાંથી પ્રાપ્ત કરી શકાય એ બીજો પ્રશ્ન છે. પરમ–એટલે કદાપિ ક્ષીણ ન થતાં નવા નવા લાગ્યાંજ કરે એ અખુટ-આનંદ કયારે પ્રાપ્ત થાય એ વિચારવાનું anah Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 15/50.