પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વિચારના બંધારણ ઉપર કેટલી અસર કરે છે એ ત્યાં પણ જોવામાં આવે છે. “સુધારાવાળા અને મણિલાલ વચ્ચેનો ભેદ વધારે સ્પષ્ટ કરી બતાવવા માટે હું આપની આકળ કાર્ડિનલ ન્યુમનના જીવનચરિત્રના એક પુસ્તકમાંથી ઉતારે વાંચું છું,—

"The Fellows were now selected on that ancient foundation not as clubable men, who would sit long over their port, but as men of mind, or, in the vague disparaging phrase of unrəformed Oxford, as "Noeties." This appellation was changed, by-and-by, into the more modern, though hardly more definite one of "Liberals." Chosen, not for their congenial habits, but in the hope that they would prove original thinkers and independent inquirers, these men "represented a new idea, which was but gradually learning to recognize itself, to ascertain its characteristics and external relations, and to exert an influence upon the University." They knew little of the past, and nothing at all of Rousseau, Kant, or Goethe. Yet they belonged to the movement of Rationalism; for "they called everything in question; they appealed to first principles, and disallowed authority as a judge in matters intellectual." Any German critic would without hesitation have assigned to them a place in the Aufklarung, or sect of enlightenment which, dating back to Locke, Voltaire and Hume, had resolved the social, nay the metaphysical order into atomic forces, and substituting the reason of the individual for public tradition, free contract for Divine Right, self-consciousness for religious meditation, was bound to enter upon a conflict which Church and State in England, as it had already overthrown the European system abroad.

આ ઉતારામાં “Noetics” ના વિચાર અને “Anfklarung” (પ્રકાશવાદ, બુદ્ધિવાદ, વ્યક્તિવાદ, સ્વાતન્યવાદ)ના વિચારનું જેવું સ્વરૂપ બતાવ્યું છે, તેવું સ્વરૂપ આપને “સુધારાવાળા’ એના વિચારમાં નજરે પડશે—અને એ વિચાર સામે જેમ ઍકસફર્ડમાં અને આખા યુરોપમાં અંડે ઉપડ્યો, તેવી જ રીતે આપણે ત્યાં થએલું જોશે—માત્ર એટલું કે, “સુધારાવાળાઓ’ માટે પ્રર્ણ માન સાથે, અને એમણે કરેલી દેશસેવા માટે ઉપકારવૃત્તિ સાથે, હું એટલું કહેવાની છૂટ લઉં છું કે પૂર્વોક્ત બુદ્ધિવાદ અને સ્વાન્યવાદમાં તો ઉગ્ર તત્વજ્ઞાનને પ્રયત્ન હતો, અને એનું આપણા સુધારાવાળાઓને તો નું પણ ન હતું. આ મારા કહેવાનો અર્થ ખાટો ન કરશે, હું ‘સુધારાવાળાઓના ઉત્સાહનો અને દેશ દાઝનો ન્યકાર નથી કરતા, પણ એમના વિચારમાં તત્ત્વજ્ઞાનનું દર્શન નહોતું થતું એ હુ સારી રીતે જણાવવા માગું છું. એક તો આ વસ્તુસ્થિતિ જ સ્વતઃ ઐતિહાસિક દષ્ટિએ જાણવા જેવી છે, અને બીજું હું એમ માનું છું કે તત્વજ્ઞાન એ મનુષ્યની સર્વ પ્રવૃત્તિઓનો આત્મા છે. મણિલાલના સુધારા સંબંધે આજ આટલું વિવેચન બસ થશે. આનંદશંકર બાપુભાઇ ધ્રુવ,