પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૬૬ સુદર્શન ગદ્યાવલિ, છે; ને તે અવિચલ આનંદનું સ્વરૂપ જેવું બંધાય તે ઊપરથી સર્વ વ્યવહારની સારાસારતા ઠરવાની છે. જુદા જુદા દેશમાં હવા, સૃષ્ટિલીલા અને ખેરાક તથા ચાલી આવતી અનાદિ દંતકથાથી લેકના વિચાર ધડાય છે એમ કહેવામાં આવે છે, પણ જે આખરના અખંડ આ - નંદનું રૂપ છે તે કોઈ સ્થલે ભાગ્યેજ જુદુ પડે છે. આ સર્વ બાબતનો નિર્ણય કરવાનું નામ અમે ધર્મજ્ઞાન એવું પાડેલું છે. - સાધારણ વ્યવહારમાં જોઈશુ છે, જે માણસ જે તરફ જવાનું' ધારે અથવા જે કરવાનું ધારે તેવીજ ગતિ કે કૃતિ તે આદરે છે. તેને જે મુંબઈ જવાની મરજી હોય તો તેને તરફની ગાડીમાં તે બેસે છે; જે દ્રવ્ય મેળવવાની કે એવીજ કોઈ ઈચ્છા હોય તો તે અનુલ સાધના તે જે છે. આ કાય કારણ ભાવનો નિયમ, ઉપર કહી તે બાબતમાં લાગુ કરતાં, જણાઈ આવશે કે જે પરમ સુખનો આકાર તેવીજ ભાણુની પ્રવૃત્તિ. જે દેશમાં જેણે જેવું એ પરમ પદનું રૂપ ધાયું હશે તેવીજ તેની પ્રવૃત્તિ થશે આ વાત જરાક આગળ લંબાવતાં ફલિત થાય છે કે, જેવી પ્રવૃત્તિ તેમજ સંસાર ને તેવુજ રાજ્યતંત્ર પણ. એ વાત આટલા ઉપરથી ત્યારે સ્પષ્ટ રીતે સિદ્ધ થઈ કે, જ્યારે ધર્મસ્વરૂપ નક્કી થાય ત્યારેજ પ્રવૃત્તિ એટલે સંસાર અને રાજ્યનું રૂપ બાંધી શકાય. આ સર્વ લખાણનું તાત્પર્ય એમ સમજવાનું નથી કે આવા નિયમ રચી રચીનેજ સર્વ બાબતના વ્યવહાર થતા હશે. ઇતિહાસમાંથી આ વાત તો સ્પષ્ટ જણાઈ આવે છે કે લોકોએ પોતાના સુખનું જેવું ધારણ લીધું, તેવા તેમણે આચાર વિચાર રાખ્યા, ને તદનુસાર તેમના રાજ્યતંત્ર પણ ઉભાં થયાં. આપણી આર્ય પ્રજાને તે આ વાત સર્વ કરતાં સારી રીતે સ્પષ્ટ સમજાવી જોઈએ. જેવાં જેવાં ધર્મનાં રૂપ આ દેશમાં થતાં ગયાં છે, તે તે લેાકને વ્યાવહારિક આચાર ને રાજ્યના રંગ પણ થતો ગયો છે. આ પ્રમાણે જ્યારે ધર્મજ્ઞાન ઉપરજ સર્વ વ્યવહારનો આધાર છે, ત્યારે તેના સ્વરૂપને પામ્યા સિવાય, તરતજ કોઈ પણ સુધારાના ક્રમ નક્કી કરવાના પ્રયતન કટ જેવા છે. કોઈ પ્રજા કેટલે દરજજે સુધરેલી છે એ જાણવું હોય, તો તેને ઇશ્વર વિષે, મૈક્ષવિષે, જીવવિષે, શે વિચાર છે, એ જાણવાથી તુરત સમજાશે. આ ધર્મસ્વરૂપનો નિર્ણય કર્યા વિના આપણે કેટલી કેટલી ભુલા ખાધી છે, ખાઈએ છીએ, ને ખાઈશું. આપણા સંસારમાં, વ્યવહારમાં, રાજ્યતંત્રમાં, સર્વથા આપણે ગમે તે અવિહિત માર્ગે ચઢી જઈ આડા અવળા ભટકાઈએ છીએ. લગ્નવિધિના વિચાર તથા કેળવણીના વિચાર પણ, આ ધર્મના સ્વરૂપવિનાજ અપૂર્ણ રહી ગયા છે; અપણામાં ઐક્યનો અભાવ હોવાથી, જે રાજકીય યોગ્યતા આપણે સત્વર પામી શકયા નથી, તેનું કારણ પણ આ ધર્મનો અભાવ છે. આપણી સ્ત્રીઓ ને બાલાઓ, દુ:ખમાં દિવસ ગાળે છે અથવા તેમના હક આપણા સમજવામાં કે તેમના સમજવામાં ન આવવાથી ઘણી વખત આપણે ક૯પત તકરારે કરીએ છીએ તેનું કારણ પણ એનું એજ છે. નાસ્તિક વર્ણસંકર, તથા અમયૉદ બાલંકાને જોઈ વૃદ્ધનાં દીલ દુખાય છે, તે પણ હાલની આપણી કેળવણીથીજ, ને તે કેળવણીમાં પણ એમ બને છે તે ધર્મને અભાવેજ. - આ પ્રમાણે અમારે સિદ્ધાંત ટુંકમાં જણાવી અમે આગળ આપેલું વચન પાળ્યું છે. એટલું જ નહિ, પણ “પ્રિયંવદા' ના આ વર્ષની આખરના અંકમાં, આ સિદ્ધાંતનું પ્રતિપાદન એવું સવેળા આવી પડયું છે કે અમારા આ બારે માસની વર્તણુકના સિદ્ધાંત આમાંથી

  • જેનું શાસ્ત્રમાં ફરમાન ન હોય એવા—મનસ્વી.

Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 16/50