પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુધારાનું ધારણ, ૩૬૭ સ્પષ્ટ થઈ જતાં, અતઃપર પણ અમે કેમ ચાલીશું તે સમજાઈ જશે. ધર્મના નામથી જે લોક પાછા ભાગે છે, તે સમજતા નથી કે ધર્મ માં આવું રહસ્ય રહેલું છે. અમે ધર્મ નામે તમને ભૂત વળગાડનારા નથી, તમને કુવામાં ઉતારનારા નથી, કે તમને કેવલ બેવકુફાઇની વાત બતાવી તમારી ઉમદા અક્કલને હલકા ઉપયોગ સૂચવવાના નથી. જે કાંઈ પણ અક્કલ હોય તો તે આ વિષયના વિચારમાંજ કામે લગાડવાની છે, કેમકે તે આપણા આખા આર્યોવતની ઈમારતને પામે છે. જ્યાંસુધી આ સનાતન ધર્મ રીતિ તમે જાણશે નહિ, તમે સમજશે નહિ, ને તે પ્રમાણે વર્તશે નહિ, ત્યાંસુધી તમારું', તમારા કુટુંબનું કે તમારા દેશનું કલ્યાણ થવાની થોડીજ આશા છે. ધર્મ વિના અમારી વાંચનાર સખીઓને જે હાનિ થઈ છે તે તો તેમનાથી ખુબ સમજાઈ ગઈ હશેજ. કચ્છઆ કંકાસ, મન ગમતાં જોડાં ન મળવા વગેરે જે મહા મહા કષ્ટ તેમને માથે મહા ધારપાપનાં પરિણામરૂપે ઉતયો છે, તે ધર્મના અજ્ઞાનનાં કુલ છે. માટે અમે સવો વિચારવંત પુરૂષ કે સ્ત્રીને વારંવાર આટલા લખાણ ઉપર મનન કરી વિચાર દર્શાવવા વિનતિ કરીએ છીએ કે, આ સર્વથી ઘણામાં ઘણા ઉપયોગની વાત સ્પષ્ટ થઈ સર્વના ઉપયોગમાં આવવા માંડે. જુલાઈ ૧૮૮૬ સુધારાનું ઘારણ. (૭૫) (નડીઆદ ડીટિંગ સૈસાઈટી ” માં આ વિષય ઉપર વ્યાખ્યાન થયું હતું, તે પ્રસંગે નીચે પ્રમાણે વિચારો આ લખનાર તરફથી દર્શાવવામાં આવ્યા હતા. ) - જે વ્યાખ્યાન આપણે સાંભળ્યું તે ઘણી રીતે વિચાર કરવાની આપણને ફરજ પાડે તેવું છે. આપણો સંસાર ઘણીક નવી અસરના પ્રભાવથી વિચિત્ર વિચિત્ર રંગ જણાવે છે. આપણી સ્થિતિ સર્વ પ્રકારે ચિંતા કરવા જેવી છે. અને આપણે જેમ બને તેમ વેળાસર આપણા શ્રેયનો વિચાર કરી શકીએ તેમ આપણને લાભ છે. ભાષણકર્તાએ જે વિચારો દર્શાવ્યા છે તેને સાર એ છે કે ગૂજરાતી હિંદુઓ સ્વભાવે ગરીબ, ચારિત્રમાં નિમલ્ય, અને કર્તવ્યને બરાબર ન સમજનારા એવા છે. એમ હોવાના કારણમાં તેઓ એમ કહે છે કે આ દેશની રસાલ જમીન અને હવાને લીધે તેમ થયું છે. સુધારાને આજ પર્યતન જે જે પ્રયાસ થયેલ તે વર્ણવી બતાવી ભાષણકર્તાએ સુધારો કરનારાની ખામીઓ આપણા આગળ રજુ કરી, અને સુધારાના નિયમ તેમણે એ બતાવ્યું કે સુધારે કરો પણ તે લોકોમાં મળી જઈને, તેમને અનુસરીને, અને સમાધાનીથી કરો; પ્રથમના સુધારાવાળાની પેઠે, ભાષણુતોના પિતાનાજ શબ્દોથી કહીએ તો, “ બળવાખોર અને વિવેક રહિત ” રીતિથી સુધારો કરવો નહિ. એ સુધારે ધમમાં અને વ્યવહારમાં બે ઠેકાણે કરવાનો તેમણે સૂચવ્યું. ધમનું લક્ષણ તેમણે કરી બતાવ્યું, અને વ્યવહારમાં સુધારા કરવામાં આપણા સાહિત્યમાં શાળાના શિક્ષણમાં, યુનિવર્સિટિના ધોરણમાં અમુક ફેરફારે દાખલ કરી સંસારસુધારાને આડકતરી અસર કરવી એ તેમણે આપણને જણાવ્યું. આ ભાષણ ઉપર કેટલાક ગૃહસ્થાએ પોતાના વિચારો દર્શાવ્યા. કેટલાકે ‘વિચાર’ ને મુખ્ય Gandhuteritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 17850