પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૬૮ સુદર્શન ગદ્યાવલિ, વાત ગણી તેને હું સંપૂર્ણ રીતે મળતા છું. વિચારોની એકતા એટલે ઘણે મતે એકતા એમ હું સમજતો નથી, પણ આપણુ સર્વેનાં શરીર, બુદ્ધિ ને મન એકજ ઉદેશે ચઢે તેવા ઉંચા ઉદ્દેશ તેનેજ હું વિચાર માનું છું. એ વાત આગળ સ્પષ્ટ કરીશ. સુધારાના કારણમાં આ દેશની જમીનને માની તે વાત સત્ય છે એમ એક ગૃહસ્થે કહ્યું પણ હિંદુસ્તાનમાં આવેલા પરદેશીઓની ઐતિહાસિક અસરનેજ તેમણે મુખ્ય માની છે એટલે તે પણ મારા જે વિચાર છે તેને અનુકૂળ છે. એમ જે કહેવાયું કે જીંદગીને ઉદ્દેશ નક્કી કર્યા વિના સુધારે છે તેનું સાધન છે તેનું સ્વરૂપ બંધાય નહિ, એ વિચારને હું સંપૂર્ણ રીતે મળું છું અને એ અર્થને અનુસારેજ મારે જે કહેવાનું છે તે કહું છું. જે વાત એ રીતે કહેવાઈ તેજ મારે કહેવાની છે, માત્ર બીજા દૃષ્ટિબિંદુથી તે આપના આગળ મૂકું છું. આપ ગૃહસ્થોએ આ અગત્યની સભાના પ્રમુખનું માન મને આપ્યું છે તેમાં હું એક પ્રકારે મોટા લાભ માનું છું. સંસારસુધારાના વિષય ઉપર આજ પંદર વર્ષથી હું વિચાર કર્યા કરું છું, દેશની ઉન્નતિના ઘણા પ્રતાએ મારું લક્ષ ખેંચ્યું છે, અને ઘણે પ્રસંગેપુસ્તકા, વર્તમાનપત્રો, વગેરેમાં મેં મારા અભિપ્રાયો દર્શાવેલા છે. સંસારની અનેક પ્રકારની લાગણીઓ અને લાલચ આગળ માણસે માણસના વિચાર બધી બાબતમાં મળતા આવી શકતા નથી, અને એ લાગણીઓ અને લાલચાના ભરેલા સંસારને સુધારવાને કોઈ એક રસ્તા સર્વમાન્ય થાય એ વાત બહુ શંકા ભરેલી છે તથાપિ પોત પોતાના વિચાર દર્શાવવામાં અન્ય જનોને વિચારવાનો ને પોતાની ભુલ જાણવાનો પ્રસંગ મળે છે. ઉપરના કારણથી આપને કહી બતાવવાનો દાવો હું કરી શકતા નથી, કેમકે માત્ર પદંર વર્ષના અનુભવમાં પણ મને એમ જણાયું છે કે સંસારની વિચિત્ર રચનામાં એકનો એક વિચાર સ્થિર રહી શકતા નથી. પરંતુ એવા વિલક્ષણ પરિવતવાળા સંસારમાં પણ ધર્મના વિચારેને મેં’ સર્વદા સ્થિર અને અચલ રહેતાં જોયા છે અને તેને આધારે જ મારે આજ કાંઈ કહેવું છે. એ કહેવાને પ્રસંગ આપ સર્વનું સાંભળ્યા પછી મને મળે છે એ આપની મારા ઉપરની આજની મહેરબાનીનો લાભ છે. વિષયે ઘણા વિસ્તારવાળે અને ગંભીર છે, સંપૂર્ણ ચર્ચા કરવાને પાંચ છ કલાક પણ પૂરા નથી. આ પ્રસંગે તો માત્ર ભાષણકર્તાએ ઉઠાવેલા મુદાને અનુસરીને ટુંકામાં કાંઇક જણાવું છું.' ગુજરાતના લોકેાની રીતભાત અને પ્રકૃિત ઉપર ટીકા કરતાં જમીન અને હવા બે કારણોથી તેવી અસર થઈ છે એમ કહેવામાં આવ્યું. મી. બકલ નામના અંગરેજ લેખકે હીસ્ટરી ઓફ સીવીલીઝેસન નામને ત્રણ વાલ્યુમનો ગ્રંથ લખેલો છે, ને તેણે જમીન, હવા, અને વિશ્વદર્શન એટલે કુદરતી દેખાવ એ ત્રણ વાત ઉપર સુધારાની ઉત્પત્તિ અને માણસના મનના વિચાર તથા વલનને આધાર ઠરાવે છે. પણ એ ત્રણે કારણ વાસ્તવિક રીતે સુધારાનાં ખરાં એટલે મુખ્ય કારણ નથી, મુખ્ય કારણ કેઈ બીજુ" છે, ને આ ત્રણ કારણ એ મુખ્ય કારણનાં પેટાકારણ છે. હું પોતે આમ માનું છું એમ નથી પણ મી. અંકલના ઉપર ટીકા કરનાર અંગરેજ પંડિતોએ પણ તે વાત લખેલી છે. માણસની રચનામાં જે તેના શરીર એકલાને જ વિચાર કરવાનો હોત, શરીર જે પરમાથી બને છે તેમાંથી તેનું મન અને તેની બુદ્ધિ અથવા તેનો આત્મા નીપજતા હોત, તે આ ત્રણ કારણુ માણસના વિચારે અને તે વિચારોને આધારે ચાલતા સુધારાને ખુલાસો આપવા પૂર્ણ થાત. પશુ જે પરમાણુથી lainahi era de Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50