પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુધારાનું ધારણ, ૩૯ માણસનું શરીર બને છે તેમાંથી તેની બુદ્ધિ કે તેને આત્મા પેદા થતાં નથી, આમા ને બુદ્ધિ તેના શરીરથી સ્વતંત્ર રહે છે, અને તે ક્યાંથી કયારે ને કેમ ઉત્પન્ન થાય છે એ વાતને નિર્ણય કરતાં આપણે જુદાજ વિષયમાં ઉતરવું પડે એમ છે. માણસનામાં ઇછા, બુદ્ધિ, મન, આત્મા, હૃદય, એવા નામથી જાણીતી જે ચેતનશક્તિ છે તે અનાદિ અને શરીરથી સ્વતંત્ર છે. એટલે સુધી સ્વતંત્ર છે કે ભાષણકર્તાએ કહ્યું તેમ નબળા શરીરમાં નબળું” મન હોય એ વાત ખરી જણાતી નથી, અને મોટા મોટા પંડિતે વિદ્વાનો ને ફિલસુફાનાં જીવનચરિત્રથી સ્પષ્ટ જણાય છે કે મજબુત શરીરમાંજ મજબુત મન હોય એવો નિયમ નથી. ત્યારે કોઈ પણ દેશના રહેવાસીઓની પ્રકૃતિ, તેમનાં રીત રીવાજ, ને તેમને એકંદર સુધારે તેમના દેશની જમીત, હવા કે વિશ્વલીલા ઉપર રહેતા નથી, પણ જે ચેતનશક્તિ તેમનામાં છે તેને પ્રથમથી જેવું વલન મળ્યું હાય, પ્રથમથી એટલે ઘણાં વર્ષની પરંપરાથી જે વહન મળ્યું હોય, તેના ઉપર મુખ્ય કરીને રહે છે. જમીન હવા ને વિશ્વલીલાને અનુસરી પરંપરાથી આવેલું આ વલન જુદે જુદે આકારે દર્શન દે, ને જુદા જુદા સુધારાનાં સ્વરૂપ (ટાઇપ) બંધાય, પણ જે પરંપરિત વલન હોય તેજ તે સુધારામાં પ્રધાન દેખાયા વિના રહે નહિ. હિંદુરતાનના દેશીઓ ગમે તેટલા યુરોપીયન રીત રીવાજ પકડે, ગમે તેટલી કેળવણી લે તથાપિ તેમના ચેતનને જે અનાદિકાલથી મળેલું વતન છે તે તેમની પ્રકૃતિમાંથી ને તેમના સુધારામાંથી કદાપિ નીકળનાર નથી. ગૂજરાતી અને દક્ષણી, ગુજરાતીમાં પણ કાઠીઆવાડી કે ગુજરાતી, કાઠીઆવાડીમાં પણ સૈારડી કે ઝાલાવાડી, એમજ દક્ષણીમાં પણ કોકણી કે દેશસ્થ, મરેઠા કે ચિતપાવન, એ બધા તફાવત મૂલના આવા વલન ઉપરથીજ ઓળખાય છે, કેવલ જમીન અને હવા એ તેનાં કારણ નથી. વળી જે કેવલ જમીન હવા ને વિશ્વલીલા ઉપર દેશના સુધારાને આધાર હોય તે એ સુધારા જેવા એક વાર સ્થપાયે તેવા ને તે અનંતકાલ સુધી ચાલો જોઈએ, ને કશો ફેરફાર તેમાં થવો ન જોઈએ, કેમકે જમીન હવા વિશ્વલીલા એ ત્રણ કોઈ દિવસ પણ બદલાઈ શક્તાં નથી. માટે માણસામાં અમુક ઇતિહાસ રૂપે, અમુક લોકવાયકા રૂપે, અમુક ધર્મ ભાવના રૂપે, અમુક ભાષા રૂપે, અમુક કહેવત રૂપે, જે કેાઈ સર્વમાન્ય ભાવના ચાલી આવતી હોય, તે ભાવનાથી માણસ માણસના તેમ આખા દેશના ચેતનને જે વલન મળ્યું હોય, તે પ્રમાણે તે દેશના સુધારે બંધાય છે એમ પ્રથમથી જ સ્વીકારવું જોઈએ. મહાભારત અને રામાયણ જેટલી અસર હિંદુના ઉપર કરશે તેટલી બીજા ઉપર નહિ કરે, ને એ બે ગ્રંથાની ભાવનાજ આ દેશમાં અનેકને જીવનરૂપ થઈ હશે. ગુજરાતના લેાકાની વૃત્તિ દયાળુ, પ્રકૃતિ નરમ, અને ચારિત્ર શિથિલ એવું જે કહેવામાં આવ્યું તેમાં કેટલું સત્ય છે તે હું મારા અનુભવથી કહી શકતો નથી, પણ જો એ વાત સત્ય હોય તો તેનાં કારણે જમીન, હવા, અને વિશ્વલીલા કરતાં પરંપરાથી ચાલી આવતી લોકભાવનાએ કરીને આ દેશના રહેવાસીની પ્રકૃતિને જે વલન મળેલું તે છે. કુમારપાલના પછી એટલે આશરે છ સાત સકાથી ગુજરાતમાં ગુજરાતીઓનું રાજ્ય થયું નથી. તેઓ પરરાજનેજ તાબે રહી અંદર અંદર સંપ સાચવવાને બદલે સ્વાર્થ માટે કુસંપ કરી સ્વાર્થ સાધી આપનાર અમલદારાની તાબેદારી કરતા રહેલા છે. વળી છેક મૂલરાજ અને સિદ્ધરાજના વખતથી આ દેશમાં બ્રાહ્મણાની અને તેમને લીધે બીજા લેાકાની અનેક નાતા કે જે હિંદુસ્તાનના બીજા કોઈ ભાગમાં નથી તે બંધાયેલી છે, તેથી પણ એકતામાં ભંગાણ પડેલું RTC ICER CTE POTLA DGE 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50