પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૭૦ સુદશન ગદ્યાવલિ, છે; ને લોકોનાં મન નાત જાતના વાડામાં સાંકડાં અને સ્વાર્થી થઈ ગયાં છે. ત્રીજું કારણ જૈન ધર્મ કુમારપાલે રાજધમી કરી માને તે છે. એ ધર્મની અસરથી ગૂજરાતમાં અનંત પ્રકારના દેષ અને કલહ પેદા થયા, ધમાં ફાટમાં કટ થઈ, અને પછીના સમયમાં અનેક નવી નવા પંથ, સંપ્રદાય, અને બાવા, વૈરાગી, ગોસાઈ, ગમે તેવા લોકો ધમ ચલાવી શકે એવી સહેલાઈને વખત સ્વધર્મના અજ્ઞાનને લીધે ગુજરાતી લોકોમાં આવી ગયો. મુસલમાનાના. સમય પછીના સમયમાં ગુજરાતમાં અનેક નાનાં નાનાં રાજયો થઈ ગયાં, જેથી પણ આખા દેશના લોકોની એકત્રતા રહી નહિ. આવાં આવાં કારણોને લીધે ગૂજરાતીઓને એટલે આખા ગુજરાત દેશના રહેવાસીઓને સવને સામાન્ય, સર્વે જેને માને, સર્વે જેને માટે મરવા સુધીમાં કૃતાર્થતા માને, એવી કોઈ એકતાની ભાવના રહી નહિ. તેમના પાછલા ઇતિહાસમાં, તેમના ધર્મ માં, તેમના જ્ઞાતિબંધન વગેરેમાં એવું કાંઈ રહ્યું નહિ કે જે આખા દેશને માનવા જેવું હોય, જેને માટે સર્વે ભેગા થઈ પ્રાણાપણ કરે એવું હાય. આવી એક ભાવના ન હોવાથી મનુષ્યસ્વભાવને સહજ એવી જે સ્વાર્થબુદ્ધિ તેણે કરીને રાજ્ય રાજ્ય, ધર્મો ધમ, નાતે નાત, ગામે ગામ, ને છેવટ માણસે માણસ એમ સર્વના વિચારો જુદા પડી ગયા, અને ગુજરાતીઓ સાહસ, બહાદુરી, પ્રાણાપણ, પરમાર્થ, એવી ભવ્ય વાતથી વિમુખ રહેતા થયા. આને મુકાબલે મરેઠા કે દક્ષણીઓ જેમણે આજ સુધી રાજ્ય ભગવ્યું છે તેમને તમે જોશો તો તે પણ માણસે જ છે એટલે તેમને એ અંદર અંદર તફાવતો, મતભેદે, પુષ્કલ હશે, પણ તેમના મગજમાં તાજે તાજી રાજ્યભાવનાની એવી ધુણી છે કે તેને બલે તે સર્વે અનેક કામમાં એકત્ર થઈ, સારી સારી વાત સાધી શકે છે ને કેટલાક સુધારા પણ કરી શકે છે. આને મુકાબલે ગુજરાતના લોકોની સ્થિતિ અવશ્ય શોચનીય છે, ને તેનું કારણ તેમની પ્રકૃતિને પાછલાં સાત વર્ષથી જે વલન મળ્યું છે તેમાંથી વધારે સારી રીતે જડી શકે એમ છે એવું મારું માનવું છે. એમ માનવામાંથીજ ભવિષ્યના સુધારાના પણ રસ્તો જડી શકે છે, સુધારાવાળા કેમ ફાવ્યા નહિ તેનો ખુલાસે મળે છે, માટે એવા મતને વળગી રહેવાનું મને વધારે મજબુત કારણ જણાય છે. પણ પ્રથમે એ સવાલ થાય છે કે સુધાર એટલે શું ? એ શબ્દની ભાષણક્તએ કોઈ વ્યાખ્યા આપી હોત તે એમના વિચારે સમજવામાં આપણને ઘણી મદદ મળત. એમના બાલવાનો જે ધારણે પ્રવાહ ચાલ્યો તે ધારણુ જોતાં હું એમ સમજ્યો છું કે આજ સુધી ગૂજરાતમાં જેને “સુધારા” એ નામે ઓળખવામાં આવે છે તેનેજ ભાષણકતાં પણ સુધારે માને છે, માત્ર તે સુધારે કરવાની પદ્ધતિમાં તેઓ ફેરફાર કરાવવા ઈચ્છે છે. આવી મારી સમજ ખરી હોય તો સુધારાના અંગમાં આજ સુધી જે જે સમાવવામાં આવે છે તે બધુ સુધારે એટલે સારી વાત છે એમ ગણવું કે નહિ એ વિષે મને ઘણી શંકા છે. તેની ચર્ચાને આ પ્રસંગ નથી પણ મારે એટલું તો કહેવું જોઈએ કે સુધારાને અર્થે હું મારે પોતાને માટે એટલેજ માનું છું કે ઘણા માણસની જે પ્રકારે એક્તા થાય અને તેથી આખા સમૂહની ઉત્તરેત્તર કાર્ય સાધુવાની શક્તિ વધે એવાં જે સાધના, સાહિત્ય, વિચારે ઈત્યાદિ હોય તે બધું સુધારે છે. સુધા રાનું તત્ત્વ હું એકતા, ઐક્ય, સંપ, એમાં સમજું છું, પણ તેમ સમજવા છતાં શરીરસંબંધની એકતાને આજ સુધી સુધારાને નામે ચલાવવાનો જે યન થયા છે તેને કેવલ અ. માન્ય ગણું છું, અને એ સુધારે ન ચાલી શકવાનું કારણ પણુ કેવલ શરીરસંબધાની એકતા cade Portas 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 20850