પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુધારાનું ધારણ ૩૭૧ કરવા યત્ન કર્યો તેનેજ માનું છું. નાતે તોડી નાખવી, લગ્નની મર્યાદાનું ઉલ્લંધન કરવું, મિશ્ર વ્યવહાર ચલાવ, એ આદિ સુધારા કેવલ શરીર સંબંધનાજ સુધારા છે. એ વાત નજ કરવી, કે થાય તેપણુ અનિષ્ટ છે એવું હું કહેતા નથી, પણ સુધારો એથી જ થતો નથી, સુધારાનું એ ચિન્હ પણ નથી. સુધારો તે મન અને મનનું ઐકય થાય, વિચાર અને વિચારનું ઐકય થાય, કર્તવ્ય અને કર્તવ્યનું ઐકય થાય, સર્વનું લક્ષ એકની એક ભાવના ઉપર રહે, એવે વખત આવે, ત્યારેજ થાય છે એમ હું માનું છું. - કવિ નર્મદાશંકર, રા. કરસનદાસ, રા. સા. મહીપતરામ ઇત્યાદિ સુધારકેને માટે મને સંપૂર્ણ માન છે, તેમણે અવિવેક અથવા બળવો કર્યો એમ હું માનતો નથી, ઉલટ તે ગૃ• હસ્થાએ જેવું જાણ્યું અને માન્યું તેવું કરી બતાવ્યુંએમાં તેમની ઘણી સ્તુતિપાત્ર મહત્તા હું સમજું છું. તેમને નિષ્ફલ થવાનું કારણ હું એમ માનું છું કે તેમના આગળ પુરતાં સાહિત્ય નહિ, પ્રાચીન સ્થિતિ રીતિની તેમને પૂરેપૂરી માહીતી નહિ, અને નવી વાતેના પ્રત્યક્ષ લાભ તેમની નજર આગળ તરી રહેલા, તેથી તેમણે લોક અને દેશની, વ્યક્તિ વ્યક્તિ અને આખા મંડલની, પ્રકૃતિ અને ઐતિહાસિક ભાવના ઉપર લક્ષ કર્યું નહિ; મુસલમાનોના સમયમાં આ દેશની પ્રાચીન સ્થિતિની જે અવદશા થઈ હતી તેનેજ તેમણે મૃલની ઉન્નત ભાવનાને સ્થાને માની લીધી; અને તે અધમ ભાવનાને જે તેમણે મૂલુંની પ્રાચીન અને ઉન્નત ભાવના ઉપર લાવવા યત્ન કર્યો હોત તો તેઓ વિયી નીવડ્યા હોત તેને બદલે તેમણે આ દેશની ઐતિહાસિકભાવનાથી વિરુદ્ધ એવી પાશ્ચાત્યભાવનાને દાખલ કરવા યત્ન કર્યો એથીજ તેઓ નિષ્ફલ થયા. તેમનામાં વિચારની ખેટ ન હતી, તેમની શુદ્ધબુદ્ધિમાં ખામી નહતી, તેમનું ચારિત્ર ઉન્નત હતું, પણ તેમને પૂરતી માહીતી ન હતી એથીજ શરીરસંબંધોની એક તાને માર્ગે વળી તે લોકો નિષ્ફલ થયા. પ્રાચીનભાવના ઉપર જે લેકે આ સમયમાં વળવા લાગ્યા છે તેમના ઉપર ભાષણકર્તાએ બે આક્ષેપ કર્યો છે કે તેઓ મહત્તાની ખાતર કે જૂનું તેટલું જ સારું' એવી અંધ દુરાગ્રહબુદ્ધિ ખાતર પ્રાચીન વાતોને વળગે છે પણ તે બંને આરોપ કેવલ બેટા છે એમ મને લાગે છે, અને પ્રાચીન વાતોને માન આપનાર વર્ગના એક વકીલ તરીકે મને એ બાબત ખાતરીથી બેલવાને હક છે. સુધારાવાળાઓએ મુસલમાન વખતમાં બગડી ગયેલી પ્રાચીન મહત્તાને ખરી પ્રાચીન મહત્તા માની અને તેને મુકાબલે પાશ્ચાત્ય વાતોને સારી ગણી તેમનું ગ્રહણ કર્યું' એ ભુલ હતી એની પ્રત્યક્ષ સાબીતી બે પ્રકારે આ ચાલુ સમયમાં થઈ ગયેલી છે ને થતી જાય છે. સુધારાવાળાઓમાંના જે જે ગૃહસ્થ હજી વિદ્યમાન છે તેમાંના ઘણાકે પ્રાચીનભાવનાઓને ઉત્તમ માની તેમનો સ્વીકાર કર્યો છે, અને પાશ્ચાત્ય દેશના પંડિતે પણ એજ પ્રાચીન ભાવનાને સર્વોત્તમ ભાવનારૂપે સ્વીકાર કરવા લાગ્યા છે ત્યારે આપણી જે પ્રાચીનભાવના તેજ સર્વોત્તમ અને સર્વકલ્યાણકારી છે એમ સમજાય છે. જે લોકો તે ભાવનાનો સ્વીકાર કરે છે તેમને કેવલ મહત્તાની ખાતર તેમ કરનારા કહેવા કે વગર વિચાર્યું પ્રાચીન માટેજ સાર” એમ માનનારા કહેવા તે કરતાં તે લોકો વધારે વિચારવાનું હાઇ યોગ્ય માર્ગને જ સ્વીકારે છે એમ શા માટે ન કહેવું તે હું જોઈ શકતો નથી. આપણે જોઈએ છીએ કે સુધારાનું તત્વ આપણા શરીરસંબંધેનું નહિ પણ આપણા અંતઃકરણની ભાવનાનું જે રીતે અક્ય થાય તેમાં રહેલું છે અને તેવી ભાવના આપણુ આયૌવતની પ્રાચીન ભાવનાઓમાંથી મળી શકે છે. જે વાત ઘણે મતે માન્ય થાય તે સાચી anainimleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 21/50