પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુધારાનું ધારણ, ૩૭૩ તેમાંથી ભાષણકર્તાએ ધર્મસંબંધે જે વિચારે દર્શાવ્યા છે તેમાં યોગ્ય વધઘટ બરાબર થઈ. રહેશે. કર્તવ્ય એટલે જેનું તે કર્તવ્ય હોય તેના પિતાનામાં સ્વાભાવિક રીતે જે જે શક્તિએ રહેલી હોય તે પૂર્ણ પણે પિતપેતાનું સાર્થક કરી લે છે. માણસનામાં શરીર, મન અથવા બુદ્ધિ, અને હૃદય અથવા આત્મા એવા ત્રણ વિભાગ સ્કૂલ રીતે માની શકાય અને એ ત્રણે વિભાગ જ્યારે પિતાતામાં યોગ્ય રીતે વિકાસ પામે અને દુનીયામાં જ્યાં જ્યાં એ ત્રણે વિભાગ છે ત્યાં પણ તેટલે ને તેટલે વિકાસ ઉપજાવે એનું નામ એ ત્રણે ભાગેનું અર્થાત આખા મનુષ્યનું કર્તવ્ય કહેવાય. બીજી રીતે કહીએ તો શરીર બુદ્ધિ અને હૃદય ત્રણેથી મા. ણસ એવી રીતે વર્તે કે પોતે પોતાને જે ઇષ્ટ અનિષ્ટ માને તેજ સર્વને ઇષ્ટ અનિષ્ટ છે ને પોતે જે કાંઈ કરે છે તે સર્વરૂપેજ કરે છે તો તે માણસ પોતાનું કર્તવ્ય કરે છે એમ ગણાય. આ રીતે જે કતવ્ય કરવું એનો અર્થ પણ માણસે આખા જગત સાથે મન અને હૃદયથી એકતા સાધવી એટલાજ થયા. ત્યારે સર્વત્ર આત્મા તેનો તેજ છે ને જે ભેદ જણાય છે તે તે માત્ર પ્રકૃતિના અને શરીરના ભેદ છે એવો પૂર્ણ પ્રેમભાવ અને એકભાવ થઈ જવા એનું નામ આપણા આર્યાવતના પ્રાચીન ઋષિ મુનિએ ધર્મ કહે છે. કોઈ પણ દેશના ધર્મ ગ્રંથમાં ધર્મનું લક્ષણ આ કરતાં બીજુ આપેલું નથી એમ હું ધારું છું; અને અમુક આચાર, વિચાર, ધારા, કાયદા, વ્યવહાર, એ બધા તે વિશેષધર્મ એટલે કે આવી જે એકતા અથવા અભેદની ભાવના તે ઉપર પહોંચવાના સાધનરૂપે, દેશ દેશની સ્થિતિ રીતિ પ્રમાણે જેલે માર્ગ છે. જેને હું પ્રાચીન ભાવના કહું છું તે આ અભેદની જે ભાવના છે તે છે, એજ ધર્મ છે. આવી ધર્મવ્યાખ્યાને અનુસરી સામાન્ય અને વિશેષ ધર્મ અથવા ધમી અને વ્યવહાર ઉપર લક્ષ રાખી ધમંપુસ્તકોને જોશે, આર્યધર્મનાંજ નહિ પણ કોઈ પણ ધર્મનાં પુસ્તક જોશે તે તમને અમુક વચનાના વિરોધ જે વારંવાર નડે છે અને અશ્રદ્ધા ઉપજાવે છે તે નડશે નહિ. આ ધર્મના ઉપર લક્ષ રાખીને આપણે જે સુધારાને રસ્તે ચાલીએ તે આપણને કશો બાધ આવે નહિ. થુલ શરીરસંબંધોથી આવી ભાવના સિદ્ધ થાય નહિ એ સ્પષ્ટજ છે, માટે વિચારે વિ. ચારથી, કર્તવ્ય કર્તવ્યથી, મને મનથી, હૃદયે હૃદયથી, એ ભાવનાને જેમ જેમ આપણે વળગતા જઇએ તેમ તેમ આપણે સુધરતા જઈશું, એકતા પામતા જઇશુ, ને એકતોને યોગે જે જે મહાકાય આપણે કરવા ધારીશું તે કરતા થઈશું. એ ભાવનાને વ્યવહાર સાથે કરશે વિરોધ નથી, વ્યવહારમાં છતે એવી ભાવના રાખીને તે ઉપર ચાલી શકાય છે. શ્રીકૃષ્ણ ગીતામાં અર્જુનને તેજ સમજાવેલી છે. રાજકીય સુધારા કરતા પહેલાં સાંસારિક સુધારા કરવા જોઇએ એ આદિ જે જે તર્ક વિતર્ક ચાલે છે તેનું આ ભાવનામાં સમાધાન છે, કેમકે જ્યારે આખા દેશ આગળ એકજ અભેદ ધર્મની ભાવના સિદ્ધ થઈ ત્યારે રાજ્ય, વ્યવહાર, સંસાર, સાહિત્ય, કેળવણી, બધું એજ ધારણથી રચાશે અને કોઈ કાઈના વિરોધ રહેશે નહિ. જે જે પ્રજાએ એ અથવા એવી કોઈ ભાવનાના આશ્ચય કર્યો છે, તેજ આજ પણ વ્યાવહારિક રીતે એ સુખી છે. ક્રીચીઅન ધર્મનેજ જુએ. આખા યુરપ ઉપર એ એક ધર્મભાવનાનું બલ હોવાથી તે દેશના કે અભેદ છે એ તેમની ઉન્નતિ ઉપરથી તેમ તેમના મનમાં વણાંજ એક આર્મિનીઆના પ્રસંગમાં જે ખળભળાટ પેઠા છે તે ઉપરથી સહજે સમજાશે. ઇસ્લામ ધમની ભાવનાથી એક સામાન્ય તાકાનમાં પણ ‘ દીન' શબ્દ કેટલાને ભેગા કરી દે છે તે તમે વારંવાર જોઈ શકે છે. તમારે સુધારે કર હોય તે આ અભેદ ભાવનાને વધારે, એને andinu eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 23/50