પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૭૪ સુદીન ગદ્યાવલિ, સમજે અને સમજાવે, એનું અતિ ઉગ્ર સ્વરૂપ સર્વના આગળ ધરી પ્રાણાર્પણ કરવા સુધીની એની ભક્તિ સર્વના હૃદયમાં ઉપજાવ. આવી ભાવના કેવલ માનસિક છે, વિચાર અને બુદ્ધિથી બને છે, અને હૃદયના પ્રેમથી પુષ્ટ થાય છે. શરીરસંબંધ ઉપર સુધારાને ન સ્થાપે, બુદ્ધિ અને હૃદય એટલે વિચાર અને પ્રેમ ઉપર તેને સ્થાપે, એટલે જે જે વાતનો સુધારે કરશે તે થઈ શકશે. તમારા દેશની ઐતિહાસિક ભાવનાને તેજ અનુકૂલ છે ને તેમાંજ તમારા જય છે. પરદેશીઓ પણ એ ભાવનાનું ગૂઢ તત્ત્વ સમજવા લાગ્યા છે. એક નિયમ ખાસ કરીને મનમાં રાખજો કે જે વાતથી ભેદ વધે તે ચાખે કુધારે છે, ભેદ એટલે વિચારના ભેદ, પરસ્પરની લાગણીને ભેદ, પરસ્પરના આવેશને મેદ, એ જેનાથી વધે તેવી બધી વાત ખોટી ને હાનિકારક કુધારારૂપે જાણજે. ધર્મમાં જેથી નવા અને નકામા પંથ અને ગુરુઓ વધે તે વાત ધમને હાનિકારક જાણવી, સંસારમાં જેથી નવા નવા ફાંટા પડે તે વાત હાનિકારક જાણવી, રાજ્યમાં જેથી નવા નવા પક્ષ થાય તે વાત હાનિકારક જાણવી, મતભેદ એ વાત કોઇ દેશની વિદ્યાસમૃદ્ધિની સૂચક છે પણ મતભેદને સહન ન કરતાં દેષ અને તેથી ભેદ વધે એ તે દેશના કુધારાનું પ્રથમ અને મુખ્ય લક્ષણ છે. હવે જે મારે કહેવાનું તે કહેવાઈ રહ્યું છે. ભાષણકર્તાની એક બે બીજી વાત ઉપર થોડાક વિચાર દર્શાવી સમાપ્તિ કરીશ. સુધારો કરવામાં વિવેક, મધ્યમાર્ગ, સમજુત, સમાધાન, વાપરવાં, લાકેમાં ભળી જઈને સુધારે દાખલ કરતા જ એમ ભાષણકર્તાનું કહેવું છે. આ વાત સર્વથા યોગ્ય છે, પણ એમાં થોડુંક વિચારવાનું છે, વિચારવાનું હોવા કરતાં થોડોક વિવિવેક કરવાનો છે. સુધારે એટલે અભેદભાવના ઉપર સર્વને લક્ષ કરાવી પ્રાણાપણુ પર્વતની 'કર્તવ્યભાવના તેના ઉપર ચટાડવી એમ જે ઠરતું હોય તે સમાધાનનો ઉપગ એટલાજ છે. કે જે જેના અધિકાર હોય એટલે જેવી જેની બુદ્ધિની યોગ્યતા હોય તેવું તેને સમજાવી, અભેદભાવના ઉપર લાવવાનો માર્ગ કરો. આમ કરવાનું કામ ભાવનાના ઉપજાવનાર અને ભાવનામાં એકતાર થઈ તે રૂપેજ વર્તનારનું નથી, એ કામ તેમના અનુયાયીઓનું છે. સમાધાનને રસ્તે ઉતરનારનાથી ભાવનાના સ્વતંત્ર મનોરાજ્યમાં રહેવાતું નથી, વ્યવહાર જોડેના સમાધાનથી ભાવના તૂટે છે. ઈતિહાસમાં જશે તે ધર્મ કે વિદ્યા કે કલા ગમે ત્યાં પણ તે તે ભાવનાને ઉપજાનારા તો ગાંડા, દુનીયાં અવિવેકી કહે તેવા, કે સમાધાનનો રસ્તો ન સમજનારાજ હોય છે. તેમની ભાવનાને અનુસરી બીજા લોકો તે ભાવનાને વ્યવહારમાં ગોઠવી લે છે, અથવા તે ભાવનાને અનુસાર વ્યવહારને ગોઠવી લે છે. આ વાત ઉપર લક્ષ એટલાજ માટે કરાવવું પડે છે કે ભાષણકર્તાએ કવિ નર્મદાશંકર આદિ સુધારકેને અવિવેકી એટલે સમાધાનને માર્ગે ન જનારા કહ્યા છે, અને તેથી તે નિષ્ફલ થયા એમ જણાવ્યું છે. તેઓ નિષ્ફલ શાથી થયા તેતે હું કહી ગયો છું, પણ તેઓ સમાધાનને રસ્તે ન ગયા એમાંજ તેમનું મહાભ્ય છે એ જણાવવાને આ પ્રસંગે આ વાત કહી બતાવું છું એ કહેવાથી એમ પણ કહેવાની મારી ઇચ્છા છે કે પોતાના મનમાં ઉન્નત ભાવના રાખી, અભેદ સુધી સંબંધ ધરાવનારી હોય તેવી ભાવના રાખી, જે પુ વતતા હોય તેમના દેષ ઉપર દૃષ્ટિ કરી તેમના ભક્ત થતાં અટકી જવાની જે ટેવ નવી કેળવણીએ આપણને પાડી છે તે પણ સુધારાને અટકાવનારું એક મોટું કારણ છે. અભેદભાવનાને કે તેની સંબંધી ભાવનાને ઉપજાવનાર મહા પુસ્થાની આપણે સવંદા ભક્તિ રાખવી જોઈએ, અને બીજાને તેવી ભક્તિ વધે તેમ કરતા landhentage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 24850