પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 નવીન અને પ્રાચીન, ૩૭૫ જવું જોઇએ. જે વીર, મહામા, સંત, સાધુ, કે પંડિત, વિદ્વાન, આદિનામાં એ ભાવના જણાય તેમની ભક્તિ વધે તેમ કરવાથી સુધારાના એક સરલ માર્ગ યોજાય છે. સ્વધર્મના સ્વરૂપને વળગવાથી પણ એ લાભ સહજ છે.. આવી હૃદય અને બુદ્ધિમાંથી સિદ્ધ થતી અભેદની ભાવના તેજ ધર્મ છે, તે ભાવના આપણા તેમ સર્વ દેશના પ્રાચીન ધર્મોમાં છે, ને તેને બીગાડ થવાથી કુધારો વધ્યો છે, માટે તે ઉપર પુનઃ જવાય એજ સુધારે છે, ગૂજરાતને કે હિંદુસ્તાનનાજ નહિ પણ આખી દુનીયાંનો સુધારો છે. એવી ભાવનાને આશ્રયે થીઓસોફીકલ સોસાઈટી ચાલે છે, એવી ભાવનાને આશ્રયે ગોરક્ષા ચાલે છે, એવી ભાવનાને આશ્રયે કાન્ચેસ ચાલે છે, ને તેથીજ તે બધાં આ દેશની ઉન્નતિનાં ને આ દેશના સુધારાના સાધન છે. ધર્મ માં, વ્યવહારમાં, રાજ્યમાં, સાહિત્યમાં, ને કેળવણીમાં એ ભાવનાને અનુલ ફેરફારો થશે તેમ તેમ સુધારો થતો જશે એવું મારું માનવું છે. સપ્ટેમ્બર ૧૮૯૫. નવીન અને પ્રાચીન. ( ૭૬ ) ‘સુધારે’ એ નામથી ચાલતી જે વિચાર પરંપરાને આપણે ‘નવીન’ એ નામ આપીએ છીએ, અને જીના વિચારોને આધારે ચાલતી જે પરંપરાને આપણે “પ્રાચીન’ એ નામ આપીએ છીએ તેની વચ્ચે વાસ્તવિક રીતે કેટલે અને કેવો ભેદ છે તેના વિચાર આવશ્યક છે. કોઈ પણ દેશ એટલે તે દેશવાસી પ્રજાની વૃદ્ધિ અને હાસ અથવા ઉન્નતિ અને અવનતિના ક્રમ જોઈશું તે તે તે પ્રજાને પરાક્રમ, સાહસ, રવાપણુ, આદિ ઉન્નત ભાવનાની સન્મુખ કે તેથી વિમુખ રાખનાર અનેક અનેક કારણો દષ્ટ્રિમાં આવશે. ઈતિહાસ એટલે પ્રજાઓના ઐહિક તેમ પારત્રિક વિકાસના ક્રમ વિલેકવાનું જેમને સામર્થ્ય છે એવા તજ્ઞ પુરુ બાહ્ય અને આંતર એવાં બે કારણે દશૉવી બાહ્ય કારણમાં સૃષ્ટિ અને આહારને ગણાવી, આંતર કારણોમાં અનાદિ લેકેક્તિ, લોકરુચિ, લાકમત, અર્થાત , જેને એક શબ્દ કહેતાં શ્રતિ એટલે અનાદિકાલથી મુખપરંપરાએ ચાલી આવેલાં વિચાર, ભાવના ઈત્યાદિ કહીએ તેને ગણાવે છે. બાહ્ય કારણો આંતર કારણુ ઉપર અને આંતર કારણો બાહ્ય કારણ ઉપર, એકના એક મનુષ્યપિંડમાં જેમ મન શરીર ઉપર અને શરીર મન ઉપર અસર કરે છે, તેમ સમષ્ટિમાં અનંત વિકૃતિઓ ઉપજાવે છે. તે તે પ્રજાનાં શારીરિક અને માનસિક (જેમાં નીતિ અને આત્માને પણ સમાસ જાણ ) બંધારણ અનુસાર તેમને ઐહિક જય પરાજય પ્રાપ્ત થઈ તે સ્વતંત્ર રાજ્ય પ્રાપ્તિ કરી શકે છે વા પરતંત્રતામાં દિવસ નિર્ગમે છે. આ જનસમાજના સામાન્ય વિકાસના ક્રમ વિચારવાન પુરુએ સ્વીકારે છે. એનું મરણ એટલા અથે થયું છે કે જનસમાજને નિરંતર અનેક અનેક પરિવર્તામાંજ વિહરવું થાય છે, અનેક અનેક સંસ્થાઓમાં વિચરવાનું આવે છે, અને એમ પ્રત્યેક વ્યક્તિના તેમ સમગ્ર સમષ્ટિના બાહ્ય અને આંતર સ્વરૂપને અસંખ્ય સંસ્કારો લાગ્યા કરે છે. એવી અપ રિમેય સંસ્કાર–પરંપરામાં જે કાંઈ સ્થિર, સ્થાયી રહેવા યત્ન કરે છે તે પ્રાચીનતાનું સ્વરૂપ gan chiflertage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 25/50