પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૭૬ સુદર્શન ગદ્યાવલિ, ધારણ કરે છે, જે કાંઈ નવીન નવીન સંસ્કારોનુસાર પ્રતિક્ષણ બાહ્યાંતરના યથાયોગ્ય આકાર નીપજાવી લેવા તત્પર રહે છે તે નવીનતાનું સ્વરૂપ ધારણ કરે છે. વૃક્ષ ઉગે છે, અંકુર થાય છે, પલ્લવ થાય છે, શાખા થાય છે, સ્કંધ થાય છે, ઋતુ, પોષણ, સ્થાન આદિને અનુસારે તે તે પ્રકારના રંગ, આકાર, આદિ ધારણ કરે છે–પણ વૃક્ષનું જે સ્વતસ્વ,-અમુક વૃક્ષરૂપે હોવાપણું–તે જતું નથી. મનુષ્યમાં પણ પ્રત્યેક વ્યક્તિનું જે કુલ, જન્મ, જાતિ, દેશ, આદિથી ઘડાયેલું સ્વતસ્વ—તે તે વ્યક્તિનું તે તે વ્યક્તિરૂપે હવા પણું–તે જતું નથી, શિક્ષણથી, સહવાસથી, ઉપદેશથી, અનુકરણથી, પ્રતિષ્ઠા આદિના આકર્ષણથી તેના આ કારમાં અનેકાનેક સંસ્કાર અને પરિવર્ત થતા રહે છે. એમ જે કાંઈ સ્થિર રહેવા ન કરે છે, કાઢતાં છતાં જતું નથી, જે તે તે પદાર્થ, પ્રાણી, તેમ સમગ્ર દેશ કે પ્રજાની પ્રકૃતિ કહેવાય છે, તે પ્રાચીનતાનું મૂલ બીજ છે; જે સંસર્ગ, શિક્ષણ, અનુકરણ, આદિ કારણોથી નિરંતર પરિવર્ત પામતું રહે છે, જેને તે તે પદાર્થ, પ્રાણી, દેશ, પ્રજા આદિની વિકૃતિ કહેવાય, તે નવીનતાનું બીજ છે. નવીનતા એ પૌરુષ, પરાક્રમ, સાહસ સ્વાતંત્રયનો માર્ગ છે, પ્રાચીનતા, આલસ્ય, સ્થિરતા, જડતા, પાતંત્ર્યના માર્ગ છે. ઉદ્યોગ અને પ્રારબ્ધને જે વિરોધ છે તે નવીનતા અને પ્રાચીનતાના વિરોધ છે. નવીનતા લાવે છે, પ્રાપ્ત કરે છે, ઉપજાવે છે; પ્રાચીનતા પાળે છે, સાચવે છે, સંગ્રહે છે. વાસ્તવિક દષ્ટિથી જોઈએ તે પ્રાચીનતા અને નવીનતાનો વિરોધ નથી, ઉભયે પ્રત્યેક વ્યક્તિમાં સ્વભાવસિદ્ધ છે, અને આવશ્યક છે; વિશ્વના નિજ તેમના યોગ વિના થાય નહિ. યોગક્ષેમનાં નવીનતા અને પ્રાચીનતા બે અંગ છે. આ મધ્ય વગ માંજ પ્રાચીનતાના આગ્રહી સુજ્ઞનું સ્થાન છે. પ્રાચીન અને નવીનનો વિરાધ આ મળમાર્ગમાં નથી, એ માર્ગના અંત આગળ તેમના વિરોધ છે. પ્રાચીનતા જ્યારે એક તસુ પણ આગળ જવાની ના પાડી, દુરાગ્રહી થઈ, હાય તેટલામાંજ સંતોષ માની આલસ્યને આશ્રય કરે છે ત્યારે તે અતીવહાનિકારક થઈ જાય છે; નવીનતા જ્યારે પ્રાચીનના અત્યંત અનાદર કરી, આંખો મીંચીને આગળ દોડે છે, પ્રાચીનને ઉછેદ કરીને પણ પો. તાને આગળ વધવાને ચડસ પાર પાડવા આતુરતા કરે છે, ત્યારે તે પણ અતીવ વિનાશકારિણી થઈ જાય છે. નવીનતા જ્યાં વિનાશનું રૂપ ધારણ કરે છે, પ્રાચીનતા જ્યાં સારાસાર ન વિચારતાં અંધ અવિવેકિતાનું રૂપ ધારણ કરે છે, ત્યાં એ ઉભયને વિરોધ થાય છે. વિનાશ અને દુરાગ્રહ એ વિરોધ નવીનતા અને પ્રાચીનતાના અતિશય ઉત્કર્ષ માંથી થઈ આવે છે, નહિ તે પ્રાપ્ત કરનાર અને રક્ષણ કરનાર, ઉભયે અંગ જેમ પ્રત્યેકને અને સર્વને આવશ્યક છે તેમ પ્રાચીનતા અને નવીનતા ઉભયે વ્યતિ વ્યક્તિનાં તેમ સમષ્ટિ સમષ્ટિનાં અતિ આવશ્યક અંગ છે એ ઇતિહાસ અને સ્વભાવ ઉપરથી સુપ્રસિદ્ધ છે. જગતનો ક્રમ એ છે કે ઘણી વાર તેની તે વાત નવીનરૂપે પ્રાપ્ત થતાં સ્વીકારને પાત્ર થઈ જાય છે, ત્યારે હતી તેવી ને તેવી તે ત્યાગ કરવા યોગ્ય લાગતી હોય છે. વ્યષ્ટિ અને સમષ્ટિના વિકાસને અથે આવી યુક્તિએ સ્વાભાવિક રીતે જ રચાયેલી છે, અને કોઈ કાઈ કાલે કેવલ નવીનતાએજ પરાક્રમ બતાવ્યાં છે તે કોઈ કાઈ કાલે કેવલ પ્રાચીનતાએજ સંરક્ષણથી ઘણી ભવ્ય ભાવનાઓનું રક્ષણ કર્યું છે. પાશ્ચાત્ય પ્રજા આજ ભારતવર્ષ ઉપર સામ્રાજ્ય ભગવે છે એ નવીનતાનો પ્રભાવ છે, તેમ વિશ્વને આમેન્નતિ, સ્વાર્પણ, ઐક્ય, અભેદ, આદિ ધર્મબુદ્ધિ પ્રેરનારા ભાવનાઓ, પછી તે ગમે તે નામથી વ્યવહરાતી હેય, ક્રિશ્ચીઅન, ઈસ્લામ, બાધ ગમે તે નામથી બેanchi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 26/50