પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 નવીન અને પ્રાચીન, ૩૭૭ લાતી હોય, તોપણ તેવી ધર્મભાવના પ્રેરવામાં એજ ભારતવર્ષની પ્રાચીનતાનો મહિમા છે. વર્તમાન સમયમાં કોઈ પાશ્ચાત્ય લેખકે વાસ્તવિક વચન ઉચ્ચાર્યું છે કે પશ્ચિમે પૂર્વના શરીર ઉપર જય મેળવ્યો છે, પણ પૂર્વ પશ્ચિમનાં મન અને આત્મા ઉપર જય મેળવશે. પ્રાચીનતાના અતિસેવનમાં ભારતવર્ષે અનેક યુગાનું પાતંત્રય પ્રાપ્ત કર્યું એ પ્રાચીનતાને અનિષ્ટ અંશ છે, તેમ નવીનતાએ ધીમે ધીમે કેવલ ઐહિકત્વ પ્રાપ્ત કરી નાસ્તિકતાનો સ્પર્શ લીધે એ તેના અનિષ્ટ અંશ છે. પ્રેમ, શ્રદ્ધા, ભાવના એ પ્રાચીનતામાંજ સંભવે છે. નવીનતામાં અનાસ્તા, અસ્થિરતા, પ્રત્યક્ષતા એનોજ મુખ્ય ભાગ છે. આ પ્રકારે, તે તે કાલે તે તે સ્થાને, પ્રાચીનતા કે નવીનતા લાભકારી જણાઈ છે. પરંતુ કોઈ સ્થાને નવીનતાનો ઉદ્દભવ પ્રાચીનતા વિના થયા નથી. એ વાત એટલે સુધી સત્ય છે કે જ્યાં નવીનતાનો અત્યંત અસ્ત થયો હોય છે ત્યાં પણ પ્રાચીનતામાંથીજ તેનો પ્રાદુભૉવ થઈ આવે છે. પ્રાચીનતા એ પ્રત્યેક દેશના અખુટ બલનો ભંડાર છે, નવીનતા તે બલના વ્યય કરવાના બજાર છે; નવીનતા એ પૂર્ણ જેરથી છોડી દીધેલું" એન જિન” છે, પ્રાચીનતા તેની ગતિને નિયમમાં રાખનાર , બેક” છે. | દેશ અને કાલના સંયોગથી ત્યારે પ્રાચીનતા નવીનતાનું ચક્ર તલે ઉપર થયાં કરે છે પરંતુ જોવાનું એ છે કે કોઈ પણ પ્રજાને પ્રાચીનતાને છોડીને અથવા પ્રાચીનતાને અત્યંત' ઉચ્છેદ કરીને નવીનતામાત્રનેજ આશ્રય કરવામાં લાભ છે કે નથી ? પ્રથમથી જ આપણે કહી આવ્યા છીએ કે દેશની પ્રકૃતિ પ્રાચીનતા છે અને વિકૃતિ નવીનતા છે, મૂલ પ્રકૃતિ વિના વિકૃતિના સંભવજ નથી, એટલે પ્રાચીનતા વિના નવીનતા ઉભી રહી શકે છે તે ક૯૫નામાં પણુ આવવું અશકય છે. પ્રાચીનતામાંથી નવીનતાને ઉપજાવવામાં આવે તેમજ તે લાભકારી થઈ શકે છે, કેમકે જનસમાજના મનને જે સંસ્કાર લાગેલા હોય છે તે સંસ્કારના સંબંધ તજ્યા વિના જે નવીન સંસ્કાર પાડવામાં આવે તે સહજે મનમાં ઉતરી શકે છે ને આચારને અસર કરી શકે છે. શાસ્ત્રમાં જેને અધિકાર કહે છે તેનું એક સ્વરૂપ છે કે જે અંતઃકરણનો જે સં. સ્કાર હોય તે અંતઃકરણને તે સંસ્કારથી આરંભ કરાવી સર્વ નાનાવરહિત, સર્વ અધિકાર રહિત, એવા એકરસ અભેદનો આનંદ પામવાનો માર્ગ કરી આપો. એમ નથી કરવામાં આવતું' ત્યાં કેવલ વાણીના ધર્મ પ્રાધાન્ય પામી અંતમાં અનાચાર, કપટ, પ્રતારણા, અને એવા દુષ્ટ ભાવાની પુષ્ટિ થાય છે. એમજ પ્રાચીનતા અને નવીનતાનું પણ છે. જનસમાજનો અધિકાર અર્થાત તે તે સત્યને ગ્રહણ કરવાની શક્તિ પ્રાચીનતામાંથીજ ઉદભવે છે, તે અધિકારને વધારી આગળ પહોચવાનું સામર્થ્ય નવીનતામાંથી આવે છે; પણ એકાએક, પ્રાચીનતા વિનાજ, નવીનતા પોતાનું સાધ્ય સિદ્ધ કરી શક્તી નથી. વિશ્વમાં ક્રમના નિયમ છે, ને તેથી નવીનતા પણ મુક્ત નથી. - એ વાત સર્વ કાઇને ઇષ્ટ છે કે મનુષ્ય મનુષ્ય કુલ, જાતિ, વર્ણ, આદિ કોઈ કારણથી એક એકથી અસમાન નથી; કિંબહુના, સમગ્ર વિશ્વને એક પરમાણુ પણ સર્વમય અભેદભાવનાના પરપ્રેમથી બાહ્ય નથી; એ પરપ્રેમના સર્વ આવિભૉવ હોવાને લીધે ભાસે છે. પ્રાચીન નવીન સર્વે આ સત્યને સ્વીકારે છે. ઐહિક તેમ પારત્રિક ઉપદેશ આપનારા તેને મુખ્ય માને છે, અને મનુષ્યના ઉન્નતમાં ઉન્નત આચાર વિચાર એ ભાવની પુષ્ટિના પ્રત્યક્ષ પરિપાક છે. છતાં પ્રાચીનતાને અનુસરનારા જે વ્યવસ્થા કરે છે તે અધિકારોનુસાર, એટલે કે એ સત્યને સાનુભવ ગ્રહણ કરવાની માનસિક, અથવા મન, શરીર, નીતિ સર્યને સામટાં લેતાં આત્મિક, andhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 27850