પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

_____________ શક્તિ અનુસાર કરે છે. અધિકારીને એ સત્ય કેવલ અસત્યરૂપ થઈ વિષમતામાં ઉતારે છે; અધિકારીને પરમ સમતાના પ્રમાદ ઉપજાવે છે. વર્ણ, જાતિ, આદિ વ્યર્થ છે એ જાણવા માત્રથીજ સરતું નથી; જેના અંતઃકરણની નીતિની બાજુ એટલી પકવ થઈ નથી કે માનસિક રાગદ્વેષથી મુક્ત થઈ સર્વદા વિશુદ્ધ રહે તેના આગળ એવો ઉપદેશ આવતાં તે પોતાના રાગ જાનુસાર તેને ઉપગ કરી લે છે, સ્વાર્થ અને સગવડની ખાતર નાત જાતનાં બંધનને તોડી નાખવા તત્પર થાય છે, અને બાહ્ય બંધનને તોડતાં છતાં રાગદેષનાં આંતર બંધનને વધારે સર્જડ સાંધે છે. કહેવાનું તાત્પર્ય એમ નથી કે જ્ઞાતિબંધન આદિ જે વર્તમાન સમયે કેવલ કલેશ અને દુ:ખનું જ નિદાન થઈ પડ્યાં છે, તે સર્વથા રાખવાં અને પોષવાં; તેમને, થઈ શકે તો, વિદૂર કરવાં એ સંબંધે કશો વિવાદ નથી. તે કાર્ય કે પ્રકારે સાધવું ત્યાં પ્રાચીન અને નવીન પદ્ધતિને વિવાદ છે; આંતર અને બાઘને વિવાદ છે, પ્રાચીને અંદરથી બહાર આવવા ઇચ્છે છે, નવીના બાઘના ભેદનો વિનાશ સાધે છે. પ્રાચીન એમ માને છે કે બાથ ભેદ તેતા કદાપિ મટી શકે તેવા નથી, કોઈને કોઈ રૂપે રહેશે જ, તેમના ઉપરના આયાસ ફલપ્રદ નથી, આંતર એટલે અંતઃકરણના જે રાગદ્વેષકૃત ભેદ તે મટે તેવા અને ફલપ્રદ છે, તે મટી જાય તે બાહ્ય ભેદ હાનિ કરી શકતા નથી. - જે અભેદભાવનાથી સમય પ્રેમ એજ ઈશ્વર અને ઐશ્વર્ય છે તેથી એમ સહજે ફલિત થાય છે કે દુઃખ અને સંકટને જ્યાં હોય ત્યાં નિવારણ કરવા, હલકુ કરવા, મનુષ્યમાત્ર પ્રયત્ન રાખ. અકાલે વૈધવ્ય પામેલી બાલાઓને જે હૃદયનું અને શરીરનું અવિષહ્ય દુઃખ છે તેનું નિવારણ કરવું, જે પતિ પત્નીને વેગ યથાચિ ન હોય તેને છુટાં થવાની સગવડ કરી આપવી, એ આદિ ધર્મકાર્ય છે એમ આપાત દૃષ્ટિએ દેખાય. પરંતુ જે સર્વમય પ્રેમભાવના જીવનમાત્રના હેતુરૂપે ઈષ્ટ છે તેજ મનુષ્યના સર્વ આચાર વિચારની નિયંત્રી થવી જોઈએ; ને જે તેમ હોય તા પુનર્વિવાહ કે નાતરાના પ્રચારને મંડલીની એક સંસ્થારૂપે સ્વીકારવામાં હાનિ સ્પષ્ટ જ છે. પ્રેમ મભાવનાની જે અતિ ઉચ્ચતમ વિશુદ્ધિ અને દૃઢતા તથા ગાઢતા તે વ્યકિતમાં આવે નહિ ત્યાં સુધી, સર્વમય પ્રેમને અધિકાર થઈ શકતો નથી. લગ્ન આદિ સંબધ આવા અધિકારની પ્રાપ્તિને અર્થે છે ને તેજ જ્યારે શિથિલ અને અનિયમિત તથા દુર્લભ જનસ્વભાવના ક્ષણિક આવેશાનુસાર નિયમાય ત્યારે જીવનનો હેતુ જ વ્યર્થ થવા જાય. એ હાનિ અટકાવવાને સમટિની દૃષ્ટિ આગળ એક અને અનિવાર્ય એવા આત્મસંબંધરૂપે લગ્નની ભાવના સ્થિર રહેવી જોઈએ, અને સમષ્ટિની ભાવના વિશુદ્ધ રહે તે અર્થ કોઈ કોઈ વ્યક્તિને દુ:ખ આવી પડે તો તેને થાય તેટલું નરમ કરી આપવા કરતાં વધારે થઈ શકવું જોઈએ નહિ. જેમ અસત્ય, ચારી, વ્યભિચાર, એ પાપને માટે દંડ દેવાય છે, ને તે પાપ કરવાની ગરજ અને અડચણ ગમે તેવી હોય, તેવા પાપને તેની સ્થિતિ જોતાં વાસ્તવિક ઠરાવી શકે તેવી હોય, તોપણુ. પાપને પાપજ ગણીને દંડ કરવામાં આવે છે, તેમાં જેમ સમષ્ટિની નીતિભાવના વિશુદ્ધ રાખવાનો મમ રહે છે, તેમ પુનર્વિવાહાદિના નિષેધમાં એ સમષ્ટિની પ્રેમભાવના વિશુદ્ધ રાખી જીવનના પરમહેતુની સિદ્ધિનો માર્ગ સુકર કરી આપવાનાજ હેતુ છે. ચારી આદિ પાપ કરનારને માટે, આપણે, તેની સ્થિતિ વિચારી દયા લાવીએ છીએ, કાલે કરી આપણે તિરસ્કાર પડ્યું તેના ઉપરથી ઉઠાવી લેઇએ છીએ, તેમ આવેશાને વશ વતી પુનવિ વાવાદિ કરે તેને પણ તિરસ્કાર અને દ્વેષનાં પાત્ર ન કરતાં દયાનાં પાત્ર કરી લેવાં જોઈએ. પ્રાચીનતા iamanilerltage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 28/50