પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૮૦ સુદર્શન ગદ્યાવલિ, ઉભયે સંસારમાં, રાજ્યમાં, ધર્મમાં સર્વત્ર સત્ય અને અભિવૃદ્ધિ અર્થાત ઉન્નતિનેજ ઈચ્છે છે, ઉભયના માર્ગનો ભેદ છે, લક્ષ્યનો ભેદ નથી. આવી રીતે ઉદાહરણ જોવા જઈએ તો અનેક મળી આવે તેમ છે. તાત્પર્ય એ છે કે પ્રાચીનતા અને નવીનતા એકના એક સાધ્ય ઊપર લક્ષ રાખ્યા છતાં, માર્ગ ભિન્ન ભિન્ન લે. છે, ને તેથી વારંવાર વિરોધ જણાઈ આવે છે, પણ તે વિરોધ દેખાય છે તેટલો ઉંડે નથી કે ઉભયના ફલમાં પરિણામે ભેદ નથી. પ્રાચીનતા જ્યાં હોય ત્યાંથી ખસવા ન ઈચ્છે તો જેમ કલેશ અને હાનિને પાત્ર થાય છે, તેમ નવીનતા હોય ત્યાંથી ખસવાની અને દેશ કાલાનુસાર ઉપજી આવતા સંસર્ગોને અનુલ થઈ જવાની આતુરતામાં બહુ વાર અકૃત્ય કરી બેસે છે. સ્થિરતા, દઢતા, શાન્તિ એ જેમ કાર્યમાત્રની સિદ્ધિને આવશ્યક છે, તેમ તેનાં તેજ બહુ વધી, જાય તે હાનિકર્તા છે; સાહસ, ચાંચલ્ય, પરાક્રમ, એ જેમ સાધ્યને સિદ્ધ કરવા આવશ્યક છે તેમ બહુ વધી જાય તે ઊન્માદ અને હાસીનાંજ નિદાન થાય છે. મધ્ય માર્ગ સર્વત્ર સારે છે. પ્રાચીનતા અને નવીનતા એ પરસ્પરનાં મન અને શરીર જેવાં આવશ્યક અંગ છે, તેમને વિરોધ હોવાથી વ્યાધિ, કલેશ, અને દુ:ખ નીપજે છે, તેમની સમતા અને સમાધાનીથી સુખ શાંતિ અને વિજયની ઉત્પત્તિ થાય છે. ઓકટોમ્બર, ૧૮૯૭ પ્રાચીન અને નવીન. | ( ૭૭ ) વર્તમાન સમય એ ભૂતનું બાલક અને ભવિષ્યને પિતા છે. વર્તમાન સમયે મનુષ્ય ભવિષ્યના આકાર સમજવા મથતાં ભૂત ઉપર દૃષ્ટિ કરી તેમાંથી કોઈ આધાર ગૃહવા ઇચ્છે છે. અસ્પષ્ટ, અજ્ઞાત, અને અનુભૂત એવા ભવિષ્યને સમજવા રસ્પષ્ટ, જ્ઞાત અને અનુભૂત એવા ભૂતમાંથીજ જનસમાજે, સર્વકાલે, સર્વ પ્રસંગે, નવું સામર્થ્ય, નવું બલ, માપ્ત કર્યું છે અને ઉન્નતિના માર્ગ દીઠા છે. એક પ્રાચીનતાનો આશ્રય કર્યા વિના નવીનતાને ચાલતુજ નથી; એકલી નવીનતા વિનાશકારક થઈ પડે છે તેમ એકલી પ્રાચીનતા પણ દુરાસહી થઈ વિનાશજ પ્રાપ્ત કરે છે, આ વિષયે આ પત્રમાં થોડાક માસ ઉપર ચર્ચા થઈ ગઈ છે, અને પ્રાચીનતા તથા નવીનતામાં સ્વરૂપ અને સંબંધનો વિચાર કરવા યત્ન થયો છે. એની એજ ચર્ચાને આગળ વધારી, વર્તમાન સમયની આપણી સ્થિતિને વિચાર કરી, કેવા માગે માં આપણું શ્રેય છે તે જોવાને યત્નવાન થઈએ. e એવા પ્રસંગે ઘણી વાર ઈતિહારમાં આવી ગયા છે કે જે પ્રાચીન ભાવનાઓ એકવાર શ્રદ્ધા અને વિશ્વાસ પ્રરી જનસમાજને કર્તવ્ય કરાવતી તેની તેજ નિઃસાર અને અવિશ્વા સ્ટ જણાઈ કાંઈ પણ કર્તવ્ય કરાવી શકવા અસમર્થ થઈ પડેલી. વેદ અને ઉપનિષદ્રની જે ભાવનાઓએ અનેક મહામા, મહારાજા, વીર, પંડિત, કવિ, શોધક, આદિ નીપજાવ્યા આખું' આર્યાવર્તનું સામ્રાજ્ય ભોગવ્યું અને મનુષ્યને સંસારની વિટંબના પારનું પરમસ્થાન પ્રાપ્ત કરવાનો માર્ગ સમજાવ્યો, તેજ ભાવનાઓ આજ આપણી શ્રદ્ધાને પાત્ર થતી નથી, ધણાક તર્ક વિતર્ક કરી જોયા પછી પણ આપણો તે ભાવનાઓને બુદ્ધિથી એ સ્વીકા Ganahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 30/50