પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૮ર સુદર્શન ગદ્યાવલિ, રહેવા દેઈ, આપણને કર્તવ્ય પ્રેરનાર શ્રદ્ધા અને વિશ્વાસથી ભ્રષ્ટ થવાનો માર્ગ તેમણે કરી આવે. એમ થવાથી કર્તવ્યને ચૂકી આપણે વિવિધ પ્રકારની ભ્રષ્ટતામાં પડયા; ઘરમાં, વ્યવહારમાં, નીતિમાં, સાહિત્યમાં–સર્વત્ર–ભ્રષ્ટતાનું જ સામ્રાજ્ય થયું. કેઈ વીર. ધામિક, મહાત્મા, પંડિત કવિ, રાજા, એવો આપણામાં થયો એ બે હજાર વર્ષમાં નહિ કે જે સમગ્ર આર્ય પ્રજાને ઉદ્ધાર કરી શકે. અનેક નાની નાની વ્યષ્ટિએ અતુલ બલ અને ભવ્યતાથી પ્રાણાર્પણ કર્યો, પણ દેશકાલ અનુરૂલ ન થવાથી કર્તવ્યની પરાકાષ્ટાને તેમના પ્રયતનો પહોંચી શકયા નહિ. એવામાં, પાશ્ચાત્ય રાજસત્તા આપણા ઉપર સપરિ થઈ, અને રાજ્યને અંગે પાશ્ચાત્ય વિચારશ્રેણિઓનું રાજ્ય આપણાં મન અને હૃદય ઉપર, આપણા ઘરમાં ને દેવાલયમાં, ધર્મમાં ને કતવ્યમાં, ભૂતમાં ને ભવિષ્યમાં, અધિકાર ભેગવવા લાગ્યું. ભુતની અશ્રદ્ધાથી પતિત થયેલા, કર્તવ્યને ભૂલી ગયેલા, આપણે પાશ્ચાત્ય ભાવનાઓને મેહથી શ્રેયસ્કારિણી માની આપણુ આચાર વિચારમાં દાખલ કરવા લાગ્યા. જે મહાપુરુષોએ એ ભાવનાઓને અનુસરતાં પરમ સ્વાર્પણનો ભંગ આપે છે તેમનો ઉદ્દેશ, આપણે અત્ર કહીએ છીએ તેના તેજ હતો; વર્તમાનમાંથી ભવિષ્ય ઉપજાવવાનો હતો, પણ ભૂતનું સ્વરૂપ યથાર્થ રીતે ધ્યાનમાં ન લેવાથી તેમને દેશકાલ અનુકૂળ થયા નહિ; વર્તમાન યંત્રની તે કલ તેમને હાથ ન આવી કે જેને દબાવવાથી એ યંત્ર ગતિમાન થઈ ભવિષ્યને પ્રાપ્ત કરે એ નિષ્કલતાનો પ્રત્યાધાત પ્રાચીનતાનેજ પ્રાધાન્ય પમાડનાર નીવડ્યો. પણ શબ્દમાત્રરૂપે અવશેષ એવી પ્રાચીન ભાવનાઓ જનસમાજને શ્રદ્ધા અને વિશ્વાસ ઉપજાવી સ્વાર્પણપૂર્વક કર્તવ્ય કરાવવા અસમર્થ હતી તેવી ને તેવી જ રહી. નવીનપક્ષ જેમ વર્તમાનને ગતિમાં મૂકી શકતા નથી, તેમ પ્રાચીનપક્ષ વતમાનને ગતિમાં મૂકવાનો માર્ગ કરી શકતો નથી. e પ્રાચીન ભાવનાઓમાં મુખ્ય રસ એ હતો કે એકતા, અભેદ, સમષ્ટિ, તેની ભાવના મનુષ્યની દૃષ્ટિ આગળ રાખવી, તેના હૃદયમાં રોપવી, અને તેને એ રીતે સમણિદષ્ટિએ કર્તવ્યપરાયણ કરવું. પાપ, પુણ્ય,સ્વર્ગ, નરકની યોજનાઓ, ધર્મ, કર્મ, યજ્ઞ, યાગ, ઇત્યાદિના વિસ્તાર, દૈત અદ્વૈત આદિ ભાવનાપ્રધાન તત્ત્વવિવેચનો, તે સર્વનું તાત્પર્ય એટલું જ જણાય છે કે મનુષ્યને રત્વ ભુલાવી સમગ્રત્વની દૃષ્ટિએ પહોચાડવું, સ્વાર્થ અને સ્વજીવનમાં કૃતાર્થતા માનવાનું મૂકાવી પરાર્થતા અને સમય જીવનમાં કર્તવ્ય સમજતું કરવું. આપણી ભૂતકાળની ભાવનાઓમાંથી જે રસ સૂકાઈ ગયે તેજ આ સમષ્ટિદૃષ્ટિ કરાવી કતવ્ય કરાવનાર રસ હતો. આપણા હાથમાં એ રસ વિનાના શબ્દજ રહ્યા અને બુદ્ધિવિલાસાએ એક એક શબ્દને આધારે અનેક અનેક રચનાઓ કરી જેટલા શબ્દ એટલા ધર્મ અને એટલી નાત, જાત, વર્ણ, આદિના ભેદ વિસ્તાય; આપણી ધાર્મિકતાને સાર એટલી હસવા જેવી હદે પહો કે આભડછેટ અને વટાળ વિના બીજી વાતે ધમને આપણે સમજતાજ રહ્યા નહિ. આ પ્રકારે ઘરમાં દેવાયતનમાં વિચારમાં વ્યવહારમાં, રાજ્યમાં, સાહિત્યમાં સર્વત્ર ભેદનું જ પ્રાધાન્ય થઈ ગયું, શબ્દપાંડિત્યનું સામ્રાજ્ય થયું અને આપણા અધઃપાત પરિપૂર્ણ થયે. પ્રાચીન ભાવનામાત્રનો હેતુ જે સમષ્ટિભાવના અથવા અભેદભાવના, આર્યસંસારના બંધારણને મુલ પાલેજ છે કુટુંબભાવના અથવા અભેદભાવના, તેને સ્થાને ભેદભાવનાનું સામ્રાજ્ય થઈ, વ્યષ્ટિ વ્યષ્ટિએ નવે નવાં કર્તવ્ય ઉદ્દભવ્યાં. પાંચ પચીશ મનુષ્યની એક નાની સરખી મંડલીને પણ જે સર્વસામાન્ય Gandhi erlade Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 32/50