પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્રાચીન અને નવીન, ૩૮૩ એક જ ઉદ્દેશ ઉપર લક્ષ ન હોય તો તેના પ્રત્યેક સભાસદનું ગમે તેટલું બલ કામ આવતું નથી; તે પચીશ કરેડની એક આખી પ્રજાને સમષ્ટિભાવનાજ રહી નહિ, કોઈ એક સર્વસામાન્ય સાધ્ય રહ્યું નહિ, ત્યાં ભેદભાવનાએ સ્થાપેલાં વ્યષ્ટિ વ્યષ્ટિનાં કર્તવ્ય વ્યર્થ, અસાર, અને નિષ્ફલ નીવડવા લાગે એમાં આશ્ચર્ય નથી. અને નિષ્ફળતા એ નિરાશાની માતા છે. નિરાશ થઈ આપણે આપણું પોતાના ઉપર પણ અશ્રદ્ધા કરવા લાગ્યા, કર્તવ્યના માર્ગેથી અત્યંત ભ્રષ્ટ થઈ ગયા. આવી ભણતાનું ફલ પરાધીનતા; ભારવાહિતા, કલેશ, વિગ્રહ, દુ:ખ, વિપત્તિ એ વિના બીજુ કયાંથી હોય ? આમ અનેક કારણોથી આપણુ ઉપર ભેદનું સામ્રાજ્ય વર્તવા લાગ્યું ભૂતને આપણે સમજી પણ શકતા નથી, ભૂતકાલની ભાષાજ અમેદની ભાષા છે, આપણે તે હવે ભેદ વિના બીજી ભાષા સમજતાજ નથી. આવી સ્થિતિમાં પાશ્ચાત્ય ભાવનાની ભાષાએ આપણા હૃદયમાં પ્રવેશ કર્યો. તે પણ ભેદમયી અહેબુદ્ધિ, વ્યષ્ટિપ્રધાન ભાવનાની ભાષા છે; તેને આપણે તુરત ગ્રહણ કરી, તેમાં આપણું ભવિષ્યને માર્ગ દેખવાને આંખો ઉઘાડી. પરંતુ વર્તમાન સ્થિતિ આપણને અનંત નિરાશા અને નિષ્ફળતાનોજ નિરવધિ માર્ગ બતાવે છે એ કરતાં બીજુ" ભવિષ્ય એ રીતે પણ આપણને જણાયું નથી. પુનઃ વર્તમાન ભ્રષ્ણુતામાં વિરમવું, કર્તવ્યભ્રષ્ટ્ર થવું, જે થાય તે થવા દેવું, એવા કૃપણ પ્રલાપમાં આપણા આશ્રય છે. દેશમાં નિર્ધનતા વધી છે, અનાચાર અને અનીતિનો પ્રસાર પૂર્ણપણે થયો છે, વિગ્રહ, પ્રતારણા, વિરોધ એ આદિ પાશ્ચાત્ય વ્યસનો આપણે ગલે પડયાં છે. ભેદભાવનાની ભ્રતામાં આ નવી ભેદભાવનાએ અનંતગુણુ વૃદ્ધિ કરી આપી છે. નવીન અને પ્રાચીન ઉભયે આ ભણતા આગળ સ્ત બ્ધ થઈ ઉભા છે; કર્તવ્ય શામાં છે, કયાં છે, તે નક્કી કરવાને અનેક સમાજો, પરિષદ, ક્રાન્ચેસા, મથન કરે છે. વર્તમાન હજી પણ ભવિષ્યનો માર્ગ કરવાને વળતું નથી ! પરંતુ પાશ્ચાત્ય સંસર્ગોથી આપણને જે કોઈ પણ લાભ થયો હોય, પાશ્ચાત્ય રાજકતાએએ જે શાન્તિ આપણને એકાદ શતકથી અપી છે તેનું કોઈ પણ ફલ થયું હોય તો તે એ છે કે આપણા હૃદયમાં હવણ હવણું આપણે ભવિષ્યમાં જે સિદ્ધ કરવાનું છે તેનું કાંઈક ભાન થવા લાગ્યું છે. આપણે અભેદભાવનાને પૂજવા માંડવી જોઈએ એવું, પાશ્ચાત્ય દેશોમાં પણુ અત્યારે વ્યષ્ટિપ્રધાનભાવનાઓને જે તિરસ્કાર થાય અને જનતા-( humanity ) ની સમરિભાવનાને આદરપૂર્વક સત્કાર થાય છે તેથી એ, આપણને વિશ્વાસપૂર્વક સમજાતું જાય છે. “ઘણુનું ઘણું સુખ ' ઇત્યાદિ નીતિધારણાએ કર્તવ્યને દેરવાની જે પ્રનાલિકાનો ઉલ્લેષ કહીં' કહી’ આ દેશમાં પણ સંભળાય છે તે આ સમષ્ટિપ્રધાન ભાવનાનું ફલ છે. એ ધારશુમાં જે દૂષણ છે તે ઉપર હવણુ લક્ષ કરવાનું નથી, વ્યષ્ટિ વ્યષ્ટિએ પોતાની રુચિ અનુસર કર્તવ્ય કરવાના માર્ગને લીધે એ વાત આપણા ભવિષ્યમાં આપણને શાની ગરજ છે તે દ. શવવાને ઉપયોગી છે. આખા વિશ્વમાં અત્યારે સમષ્ટિભાવના ઉપર અભિરુચી થવા લાગી છે; કર્તવ્યના અને નીતિના સ્વરૂપને વિચારનાર પંડિતો અને તત્વનો સમષ્ટિભાવનાને જનપ્રવૃત્તિની નિયામક ઠરાવવા લેખે વિસ્તારી રહ્યા છે. અમેદભાવનામાંજ વિશ્વનું કલ્યાણ છે એમ ઉધેાષ થઈ રહ્યા છે. આપણે પશુ બે હજાર વર્ષથી ભેદભાવનામાં અથડાઇ, ટાઇ, દબાઈ મરણુપ્રાય થયા છીએ, આપણું પિતાનું જે હતુ તે ખાયાથી એવી અધમતામાં પડયા છીએ. જે અ ભેદભાવના અત્યારે આખા વિશ્વને અર્પવાનો યત્ન થવા લાગે છે, પદાર્થવિજ્ઞાન, તત્વશાસ્ત્ર, andhi Heritage PO 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50