પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૮૪ સુદર્શન ગદ્યાવલિ, સાહિત્ય રાજ્ય સર્વમાં પરિણામ ( evolution ), અદ્વૈત, નવીન કાવ્ય વાર્તા, પ્રજા સનાક, આદિ રૂપે જે અભેદભાવનાના ભણકારા વાગી રહ્યા છે, તેજ આપણને પણ ઉગારનારી, ઉ. દ્ધારનારી, વર્તમાનથી ભવિષ્યમાં લેઈ જનારી નીવડશે એવું ભાન આપણને પણ થવા લાગ્યું છે. અધઃપાત અને ભણતામાં પડેલી કોઈ પણ પ્રજાનું ઉત્થાન ત્યારેજ થવા લાગે છે કે જ્યારે ભેદદષ્ટિ ટાળીને સર્વસામાન્ય એવી અભેદની દષ્ટિ ઉપર સમય પ્રજાનું લક્ષ સ્થિર કરાવનાર કોઈ પ્રસંગ ઉપજી આવે. એવા પ્રસંગોનેજ ચમત્કાર, ઇશ્વરેચ્છા, આદિ નામે અપાયાં છે; મહાપુનાં પ્રાણાપણે પણ એવા પ્રસંગ લાવવામાં પરમ ઉપયોગી થયાં છે; પ્રજાઓનાં ભવિષ્ય એમજ રચાયાં છે ને ઈતિહાસને પ્રવાહ એવીજ રીતે વહ્યો છે. મહાપુરુ પોતે જે સમયે થયા છે તે સમયે અરુચિ અને તિરસ્કારને પાત્ર થઈ મરી ગયા છે, કારણ કે તેમની વાણી સમજવાને તેમના સંબંધીઓ તત્પર ન હતા; પણ તેમની વાણીજ તેમને તિરસ્કાર કરનારના પુત્ર ઉચારતા થયા છે. આપણા દેશમાં “ સુધારે’ જેને આપણે નવીન પક્ષ કહીએ છીએ તે ઉપજાવનાર સજજનોને આશય, વર્તમાન ને ભવિષ્યમાં ઉતારવાનાજ હતા; વિશ્વમાં જે અમેદભાવના ઉપર શ્રદ્ધા થતી આવે છે તેનું પ્રતિબિંબ પ્રાપ્ત કરી તે પ્રતિબિંબનું પરાવર્તન તેમની આસપાસનાં હૃદયમાં કરાવવાને જ તેમનો હેતુ હતો. સમયની પ્રતિકૂળતાથી તે નિષ્ફલ થયા તથાપિ તેમના હેતુ અને ઉદ્દેશને માટે તેમને ધન્યવાદ આપવામાં કશે સંકોચ રાખવાનું કારણ નથી, અદ્યાપિ પણ એ પ્રતિકૂલતા ન્યન થઈ નથી, ઉલટી વધી છે; અને તે વધારાનાં કારણો છે. નવીન પક્ષના મૂલ સ્થાપનારમાં નર્મદાશંકર જેવા મન કર્મ અને વાણીની એકતા રાખનારા મહાત્માઓ થઈ ગયા છે, અને તેમના ઉપરની શ્રદ્ધાએજ એ પક્ષને કાંઈક કાલ જીવતા રાખ્યા છે; પરંતુ ઉપદેશ આપનાર જ જે ઉપદેશ ઉપર પોતાના કર્તવ્યમાં શ્રદ્ધા દશૉવે નહિ તે ઉપદેશ ગ્રાહ્ય થતા નથી. એ કારણથી નવીન પક્ષ નિબળ થઈ ગયો. એક બીજું કારણ પણ પ્રસિદ્ધ છે. અભેદભાવનાનો અપરક્ષાનુભવ અંતરમાં થયા પછી બ. હાર થઈ શકે છે; વિચારમાત્રને માટે એક નિયમ છે. બહારથી અંદર ઉતરવાનો યત્ન કરવામાં પ્રતારણા અને જુઠનાજ વિસ્તાર થાય છે. એટલે પિતાનાજ ઉપદેશ જેટલા સ્વાર્પણના સામર્થના અભાવ ભેગી આ પદ્ધતિ પણ નવીન પક્ષને પ્રતિકૂલ થઈ પડી. અને જે મુખ્ય પ્રતિકૂલતા થઈ પડી તે ઐતિહાસિક પ્રતિકૂલતા હતી. વર્તમાનમાંથી ભવિષ્ય ઉપજાવવાનો માર્ગ ભૂતો ત્યાગ કરવાથી કદાપિ સિદ્ધ થતો નથી; ભૂતના અનુભવ અને પ્રકાશવિના અદસ્ય અને અસ્પષ્ટ એવા ભવિષ્યમાં ઝંપલાવવાનાં, સાહસ, સામર્થ્ય અને શ્રદ્ધા કેઈને આવતાં નથી. | નવીન પક્ષની નિષ્ફળતાના પ્રત્યાધાતમાંથી પ્રાચીન પક્ષને ઉભવ થયા છે; પ્રાચીન પક્ષ સ્વતંઃ વર્તમાનને સમજી ભવિષ્યમાં ઉતરવાને ઉદ્દેશે ઉદ્ભવ્યો નથી; આમ માનવાનું કારણ એટલું જ છે કે પ્રાચીન પક્ષ ઉપર જે રુચિ અને પ્રીતિ તથા આદર થયાં છે તે બહુ લાગે, સામાં પંચાણુ જેટલે ભાગે, કેવલ વહેમ રૂપ, અંધ શ્રદ્ધારૂપ, સ્વાર્થ સાધવાના એક પ્રકાર રૂપ, કે ધાર્મિક નીતિમાન ગણાવાની લાલસાનાં એક માર્ગ રૂપ દેખાય છે. પ્રાચીન પક્ષની સમગ્ર પ્રવૃત્તિમાં ભેદનુંજ પ્રાધાન્ય દેખાય છે. નવા નવા પંથ, સંપ્રદાય, આચાર્ય અને તે મના શિષ્યાના કલહ, વિગ્રહ, દ્વેષ અને ઈષ્યના પ્રકારે, ગુરુ અને આચાર્યોને સર્વસ્વનું સમર્પણ કરી અંધ થનાર પામરની કર્તવ્યભ્રષ્ટતા; એ વિના બીજું પ્રાચીનપક્ષની પ્રવૃત્તિમાં કવચિતજ નજરે પડે છે. અને એ પક્ષની મુખ્ય હીમાયત કરવા છતાં આવા સ્વીકાર કરanahi er tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3450