પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 એક આવશ્યક સ્પષ્ટીકરણ, ૩૮૫ વામાં અને કરશે ખાધ જણાતો નથી, કેમકે પ્રાચીનપક્ષ જ્યાં સુધી વર્તમાનની યથાર્થ ગણુના કરી ભવિષ્યનું દર્શન પામ્યા વિના કેવલ પ્રાચીન એ નામનેજ પૂજે છે ત્યાં સુધી તે ક૯યાણુથી અતિ વિદુર ને વિદૂરજ છે એવું અમારું મત છે. એક પાસા નવીન સાથે વિવાદ કરી પ્રાચીનતાનો આગ્રહ ધારણ કર્યા છતાં, પ્રાચીનપના અનુયાયીઓનું અનુદન અને મળી ન શકવાનું આજ કારણ છે. પરંતુ એ વિવાદ કે એ અનુમોદનની દરકાર વિના એટલું કહેવું જ પડે છે કે પ્રાચીન પક્ષે આપણા વર્તમાન અને ભવિષ્યનું માપ લીધા વિનાજ ભૂતમાં ઝંપલાવ્યું છે, અને જે કર્તવ્યભ્રષ્ટતામાંથી છૂટવાનો માર્ગ શોધવા માંડ્યા છે તેમાંને તેમાંજ તેમની સ્થિતિ હજી રહી છે. વર્તમાન અને ભવિષ્યને સમજી કર્તવ્યની શોધ કરવાને જે ઉન્નતિને માર્ગ છે તે ધ્યાનમાં લેઇ પ્રાચીન કે નવીનનો આદર કરવાનો વિચાર રાખવો ઊંચિત છે; એ ધારણે જોતાં અમારા હૃદયની પ્રીતિ હાલના પ્રાચીનપક્ષ કરતાં હાલના નવીન પક્ષ ઉપર વધારે છે. - પરંતુ પ્રાચીન અને નવીન ઉભયની મધ્યમાં સ્થાન લેવું એજ વર્તમાન સમયે કર્તવ્ય છે. સમગ્ર વિશ્વની ઉન્નતિને અર્થે જે અભેદભાવના અત્યારે જનસમાજની પૂજાનો વિષય થતી ચાલે છે તે આપણને આપણા ભૂતમાં સમગ્રરૂપે તૈયાર રહેલી મળી શકે એમ છે. અન્યદેશના જનો જ્યારે હજી એ ભાવનાના ઝાંખા ઝાંખા પ્રકાશને ગ્રહણ કરી તેને દર્શાવવાની ભાષા અને વાક્યરચના પણ નવી ગોઠવવા બેઠા છે, ત્યારે આપણી પાસે તો તે ભાવનાના મધ્યાન્હનું વર્ણન કરનારાં ઉત્તમોત્તમ કાવ્યો ને શાસ્ત્રાની ભાષા વિદ્યમાન છે, એ ભાષામાંથી જે રસ જતા રહ્યા છે, જે ધ્વનિ નીકળી ગયા છે, તે અર્પે એજ આપણા હૃદયનું આ સમયે કર્તવ્ય છે. નવીન પક્ષે ભૂત ઉપર લક્ષ કરીને આ ભાષામાં રસ ઉમેરવાનો યત્ન કર્યો હોત તો તેના વિજય સમીપ હતા; ભૂતથી છૂટ્ટા પડીને તેણે જે પ્રવૃત્તિ કરી તેમાંજ તેની નિલતા નીવડી. હવે નવીન પ્રાચીન સર્વ કોઈએ અભેદની સમષ્ટિભાવના ઉપર શ્રદ્ધા અને ભક્તિ પ્રાપ્ત કરવા યનવાન થવું જોઈએ; સમગ્ર જનસામજની વર્તમાન સ્થિતિ અને પ્રવૃત્તિ એજ બાધ આપે છે. એમાંથી આપણુ સંસાર પરમાર્થ સર્યની ઉન્નતિ થવાને માર્ગ છે; વ• ર્તમાનને ભવિષ્ય કરી લેવાના પ્રસંગ છે. ડીસેમ્બર-૧૯૯૭ એક આવશ્યક સ્પષ્ટીકરણ ( ૭૮ ) વર્તમાન સમય આર્ય દેશના પૂર્વ સંધટની દશાને સમય છે. ભૂતકાળમાં પ્રાચીનતામાત્રજ માન્ય ગણાતી. એ સમયને તિરસ્કાર કરવાને પાશ્ચાત્ય સંસર્ગબલ પ્રાપ્ત કરતાવેતર આપણે પ્રવૃત્ત થયા, પણ તેમાં કાંઈ ફાવ્યું નહિ. પુનઃ પ્રાચીનતાનું' બલ સોપરી નીવડવાના પ્રસંગ આવ્યા. આજ પર્યત પ્રાપ્ત કરેલી નવીન સંસ્કારની અસરો અને તેની સામે પ્રાચીનતાની ભાવના એ ઉભયને સંધઃ આ સમયે ચાલે છે. ભાવિ શું થશે એ કાઈથી કહી શકાતું નથી, પરંતુ જયાં બે પક્ષ પડે છે ત્યાં પક્ષપાતના તેજથી દષ્ટિ ઘણીવાર એવી ઝાંખ મારી જાય છે કે સત્ય કવચિત બે પક્ષની વચમાંજ રહી જાય છે; એટલે પ્રામાણુિક બુદ્ધિથી anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50