પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૮૬ સુદર્શન ગદ્યાવલિ. અવલોકન કરનારને ઘણી સાવધાનીથી આ સમયે વર્તવું આવશ્યક છે. આ લેખો લખનાર પોતે પણ તેમ રહેવાનો પ્રયાસ કરવા છતાં ભુલ નહિ કરતો હોય એમ કહેવાનું તાત્પર્ય નથી. - પ્રાચીન નવીન બે વાર્તામાંથી કેઈ ખરી છે ? આ પ્રશ્નનો નિર્ણય કરતા પૂર્વે ઉભય પક્ષનું સૂક્ષ્મ અવલોકન કરવા પૂર્ણ અપેક્ષા છે. ઘણાક નવીન પ્રાચીન પક્ષ વિલોકન કર્યા વિના, એટલે કે પિતાને સાક્ષાત કે પરોક્ષ તે વિષયનું જ્ઞાન ન છતાં, અથવા માત્ર કોઈના કહેવાથી કે કોઈએ પોતાના કેઈ તર્કને અવલંબી કરેલા અથનુસારજ જ્ઞાન છતાં, પ્રાચીન પક્ષગત અનેક વાર્તાનું વિડંબન ખંડન કરવા પ્રવર્તે છે. તેમજ કેટલાક પ્રાચીન પણ એજ પ્રકારની ભુલ કરે છે. પ્રાચીન વાર્તાને સમજવાથી, સાંભળવાથી કે પોતાના મતાનુસાર ગ્રહવાથી, તેતે વાર્તાને અંગે એવી એવી તર્કજાલમાં તે ભરાઈ પડે છે કે નવીનતાનું નામ પણ સહન કરી શકતા નથી. આવા પ્રસંગમાં ઉભય પક્ષનું સાક્ષાત જ્ઞાન હોવું બહુ આવશ્યક છે. પ્રારબ્ધયોગે તેવું કાંઈક પ્રાપ્ત કરવાના પ્રસંગ મને પોતાને મળેલા છે એ વાત કહેવામાં કશી આત્મશ્લાધા થતી હોય તે ક્ષમા યાચું છું. પણ સંસારમાં મનુષ્ય કર્તવ્યાકર્તવ્યને વિચાર બાંધ તેમાં એ જ્ઞાન પરાપાગી છે, ને મને તે જેવું ઉપયોગી થયું છે તેવું અન્યને થાય એ મારી પરમવાંછના છે, એટલે આ સ્થાને તે વાત કહેવી પ્રાપ્તજ છે. - પ્રાચીન મત ને સિદ્ધાન્તો-ધર્મ વ્યવહાર નીતિ, આચાર સર્વને-વિલોકતાં તેમાં પણ મને સત્ય સમજાયું છે. નવીન મત અને નિશ્ચયે વિચારતાં તેમાં પણ મને સત્ય જણાય છે પણ જે પૂર્ણ-આખું-અવિકૃત સત્ય છે તે તો ઉભયથી પર છે એમ મારો ગ્રહ છે. આમ હોવાથી મેં મારા મનમાં અમુક સિદ્ધાન્ત રાખેલા છે, જે મારા લેખો વાચનાર પંડિતોને તે સહજે સમજાયા હશે જ. તથાપિ પુનઃ સંક્ષિપે તેમને કહી બતાવવા એ, આ પ્રસંગે, મને આવશ્યક જણાયું છે. મારા ઘણાક મિત્રે ઉભયે પક્ષમાં છે. તેમને ને મારે બાહ્ય દૃષ્ટિએ મતભેદના વિષયમાં પણ આંતર વિચારચર્ચામાં ઐક્ય સમજાયું છે. તેમનું કહેવું એમ થાય છે કે તમારા વિચારોને લોકે અન્યથા સમજે છે, અને વહેમમાં વધારે થાય છે. ' લોકો તે કીયા ? વહેમ તે ખરે વહેમ કે વહેમ નામ ? એ જુદી વાત છે પણ ભ્રમ થાય છે ખરે. નવીન મતાનુયાયી મિત્રો સાથે આવા ઐક્યને લીધે કેટલાક દુરારહી નવીન એમ પણ બતાવે છે કે “ તમારા સિદ્ધાન્તો અનિયત છે, તમારે કશું ધારણુજ નથી. તમે લોકપ્રિયતા માટે ગમે તેમ લખો છો, બેલા છો, આચાર વિચારમાં ફેર પાડે છે.” આ પણ ભ્રમ છે. ઉભયે વાર્તા બનવા સરખી છે. મારે નવીને કહે છે તે એકાકાર વર્ણ. વ્યવહાર માન્ય છે, પણ ચાલતી જ્ઞાતિવ્યવસ્થા ગુપ્ત રીતે તેડવી એ વાત મને અત્યંત અમાન્ય છે. નવીન કહે છે, તેમ વહેમ માત્ર મને અત્યંત ત્યાન્ય છે, પણ વહેમ એ શબ્દને તેમણે માનેલે અર્થ મને ગ્રાહ્ય નથી. દાન કરવાથી કે બ્રાહ્મણ જમાડવાથી પાપ ટળે એ વાત નવીને કહે છે તેમ હું ખોટી માનું છું તથાપિ કર્મનો નિયમ અને તદંગભૂત પ્રારબ્ધાદિવ્યવસ્થાનો હું દૃઢ ભક્ત છું. નિરાકાર અપક્ષજ્ઞાન એજ પૂર્ણ તત્ત્વ એમ માનવા છતાં સાકાર મૂર્તિ આદિના હું અનાદર કરતો નથી; અમિતાપો, પ્રાણુ દમ, આદિ કક્રિયાને આદર ન કરતાં છતાં, ચેતન અને મનોબલની પૂર્ણ સત્તા અને રાજયોગનું અસ્તિત્વ ચારી રીતે સ્વીકારું છું; આ તો અનેક વાતમાંથી થોડાં ઉદાહરણ છે જેમાંથી એમ જણાય Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 36/50