પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૮૮ સુદર્શન ગદ્યાવલિ, અભેદ એજ મારે સિદ્ધાન્ત છે. ધર્મમાં અખંડ એકાકાર આત્માનો હું ભકત છું, વ્યવહાર નીતિમાં આત્મવત સર્વ એ સૂત્રને આધીન છું. આચારમાં એ ધર્મ અને એ નીતિને અનુરૂપ સરલતાના દાસ છું. આટલા ટુંકા વિવેચનથી મારા મત જેવો મત ધરાવનાર, તે મતનું ખંડન મંડન કરવા પ્રવર્તનાર, સર્વને સ્પષ્ટ રીતે મારે ઉદેશ સમજાય તે સારૂ આ સ્થલે આટલું લખવું આવશ્યક લાગ્યું છે. અમુક પુરુષનું અમુક વચન છે માટે તે માન્ય છે એમ કદાપિ ધારવું નહિ. સાથે બુદ્ધિથી તેને વિવેચી, અનુભવથી તેની પરીક્ષા પણ કરવી. જાનેવારી ૧૮૮૩ જુના રિવાજ ખોટા છે? () - જુની વાતોને વખાણવાથી અમને લોક વિશેષ શ્રદ્ધાળુ ગણીને ચહાશે, એવા કીર્તિના ઠાલો લાભ રાખીને ઘણાએક જેમ જુની વાતને જ પ્રમાણ કરે છે, ને નવા નામથી પણ વેગળા નાસે છે; તેમ ઘણાએક ચાલતા સમયમાં સ્વાર્થ સંપાદન કરવા માટે મોટા કેહેવરાવા માટે કે એવાજ કેઈ કારણથી તમામ નવી વાતોને પસંદ કરી જુનીને ધિક્કારતા ચાલે છે. આ બન્ને પક્ષ વાળા ભુલ કરે છે એ ખુલ્લુંજ છે. નવો ને જુને બે સંપ્રદાય દરેક દેશમાં દરવખતે દીઠામાં આવશે. એકલી સંસાર વ્યવહારની બાબતમાંજ નહિ, પણ રાજકીય બાબતેમાં, ને ધર્મમાં પણ, આ બેમાંથી કાણુ ખરૂં” ને કાણુ ખાટું એતે કહી શકાતું નથી. અકની દૃષ્ટિએ બીજો ખોટો છે ને બીજાની દૃષ્ટિએ પેહેલે ખેટે છે; કદાપિ એ સર્વ કરતાં નિત્ય જ્ઞાનવાન સર્વજના કરનાર ઈશ્વરની દૃષ્ટિએ બને ખાટા હશે. પણ ખાટાખરાના આ પ્રમાણે નિર્ણય કરવાને અમારે વિચાર નથી. અમે તો ફક્ત એટલું જ દેખાડવા ધારીએ છીએ કે માણસને જે બુદ્ધિ છે તે બુદ્ધિના બલથી તપાસતાં બે ચાર આપેલી વાતમાંથી જે વાત વિશેષ ફલદાયક લાગે તે હાલ તે ખરી ને સ્વીકારવા યોગ્ય ગણવી. આ નિયમ પ્રમાણે વિચારતાં તે વાત જુની હાય તોય ભલે ને નવી હોય તોયે ભલે, બુદ્ધિ કબુલ કરે તે પછી તે જુની કે નવી છે માટે સ્વીકારવી કે નસ્વીકારવી એ ફક્ત એક જાતની નાહિંમતજ ગણાય. આ પ્રમાણે અમારાથી બનશે તેમ તેમ આપણી જુની રૂઢીઓ ને તપાસવાનું અમે ધાર્યું છે, ને તેમાં હાલ તરત સર્વને ઉપયોગના વિષય “ઉપનયન સંસ્કાર ” (જનોઈ) તે વિષે કાંઈક વિચાર જણાવીશું. a આર્યાવર્ત આ તારી શી દશા ! કયાં છે ધર્મ હરિશ્ચંદ્ર ને રામ જેવા સત્યવક્તા ! માંધાતા અને કરણ જેવા દાનશર ! અજુન, અભિમન્યુ, ને ભીમ જેવા રણુશર! શંકરાચાર્ય, પતંજલિ, બુદ્ધ, કૃષ્ણ, કુમારિક, માધવ, વિશ્વામિત્ર, વશિષ્ઠ, ગાતમ, વ્યાસ જેવા જ્ઞાનીઓ અને ગીઓ ! કૃષ્ણ, વિદુર, ચાણકય જેવા રાજનીતિજ્ઞ ! કાલિદાસ, ભવભૂતિ, હર્ષ, માધ, શુદ્રક, જયદેવ, જગન્નાથ જેવા કવિઓ ! સીતા, પદી, ગાર્ગી, અહલ્યા જેવી પતિતપાવન સ્ત્રીઓ ! નિસ્તેજ, નિર્વિર, નિર્વિન, મરણ તેલ થયેલા જખમી ! તારૂ’ વિત્ત બાલ લગ્ન ફરી ગયું, તારુંતેજ અવિદ્યા ઝાંખુ કરી ગઈ, તારૂં” હદય તારાં બાળકોના દુરાચારે બાળી મુક્યું ! આવા અને આજાતનાજ શબ્દો દેશની દાઝથી બની રહેલા, પણુ કાંઈ કરવાને માટે સાધન વિના અસમર્થ થઈ પડેલા શૂરવીરે વારંવાર ઉચ્ચારે છે. ધણા એમ અભિપ્રાય છે કે અસલની andhu Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50