પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૯૮ સુદર્શન ગદ્યાવલિ, ગોરને બોલાવી કાનમાં કાંઈ કહેવરાવીએ છીએ, ને જનોઈ પહેરાવી દેઈ જરાક દોરાડીને બાલકને પાછો લાવી ઘરમાં ઘાલીએ છીએ કે કોઈ વારતા તરતજ ગૃહસ્થાશ્રમમાંજ દાખલ કરી ઉપરથી તે મહાસુખમાં, પણ ખરી રીતે કુવામાં ઉતારીએ છીએ ! આવાં જનાઈ દેવા કરતાં ન દેવાં તેજ સારાં છે, અથવા જે આ નાટકની રીતે જોઈ પામી બ્રાહ્મણત્વનું આભમાન રાખતા હોય તે પણ ખરું જોતાં જોઈ નથી પામ્યા ને 'મિથ્યાભિમાની છે એમજ કહેવું" પડે છે ! આજો જમાનો બદલાઈ ગયે. ગુરૂનાં ઘર કયાં છે ? આજની તરહ તરહની વિદ્યાઓ ને અસલનાં ચીથરાં કયાં? એવી શંકા અમારા સુધારાવાળા ઉઠાવ્યાવિના રહેનાર નથી, પણ અમે એટલું જ પુછીને આ શંકાને જવાબ આપીએ છીએ કે શું તમે તમારે ઘેર તમારાં બાલકોને ૨૦ વર્ષ કે ૨૫ વર્ષ પર્યત બ્રહ્મચર્ય પલાવી ન શકે ? અથવા જે ભણવાનું હોય નવું કે જુનું–તે ભણાવી ન શકે? પણ છોકરો મોટો થઈ જાયતે કન્યા ન મળે, ને બાલપણુથી પરણે નહિ તે કુલ હલકું પડી જાય, એટલે બીચારા અમારા સુધારાના હીમાયતીઓ, ઘણાએ જ્ઞાતિ બંધન તોડવા વગેરેના વિચારે તે કરી જુવે છે, પણ શું કરે ? જ્ઞાતિ ભેદની વાત બાજુ પર રહી, પણ જે જ્ઞાતિ હોય તે જ્ઞાતિમાંજ જેટલા એકમતના થાય તેટલા સુજ્ઞ લેક આ ઠરાવ કરી બંધાતા હોય તો શી અડચણ પડે ? પણ અમને તે વાત કરતાં આવડે છે, કામ કરતાં આવડતું નથી !! સપ્ટેમ્બર-૧૮૮૫ વહેમ, ( ૮૦ ) - આપણા લાકે વહેમી કહેવાય છે, ને તેથી નિદાને પાત્ર થાય છે, પણ વેહેમમાં કેટલે અંશે નિંઘવાત સમાયેલી છે તે વિચારવાનું છે. ચમકારના સંબંધમાં એપ્રિલના અંકમાં જે લખાયું છે તે પરથી સહેજમાં આ વિષય પર ઉતરાય તેમ છે. વેહેમની ઘણામાં ઘણી અસર જોઈએ તો સ્ત્રીઓમાં માલુમ પડે છે. પહેરવાનાં લુગડાંના રંગથી માંડીને ઈશ્વરસ્તવન સુધીમાં વેહેમવિના બીજુ જશુાતું નથી. ધણા સારા શણગાર સજી કાજળ ન મળ્યું તો નજર લાગે, બિલાડું આડું ઉતરે તે કામ ન થાય, બાળકને ગળે વાધનખ ન બાંધ્યા હોય તે માંદુ પડે, જેમ સ્ત્રીઓમાં તેમ તેવા પુરૂષોમાં પણ થોડા જણાતા નથી. આવા વેહેમ રાખનારને હાનિાસવાય બીજું કાંઈ ફળ ઘણું કરીને થતું નથી. વિચારવાનું એટલું જ છે કે જ્યાં જ્યાં વેહેમ માનવામાં આવે છે ત્યાં ત્યાં કોઈ પણ કાર્યકારણના નિયમ લાગુ પડે છે કે કેમ ? કાર્યકારણને નિયમ એવો છે કે એક વાત હોય ત્યાં બીજી હોવી જોઈએ ને એક ન હોય ત્યાં બીજી પણ ન હોવી જોઈએ. માળી સામે મળે તો જરૂર ફતેહ થાય એ વાત જે હજારે દાખલામાં ખરી પડી હોય, અને કોઈ એક બે દાખલામાં પણ ખાટી ન પડી હોય, તે માળીનું મળવું અને કામની કતેક એ વચે કાર્યકારણના નિયમ બધાયા ગણાય. જે અવલોકન કરનારા પુરુ છે તે પોતાનાં તમામ અવલાકને આ પ્રમાણે ચલાવે છે અને જ્યારે ઘણા દાખલા કોઈ પણ વાતની તરફના મળે, અને એક પણુ તેની વિરૂદ્ધને ન મળે, ત્યારે પિતાનાં અવલેનમાંથી એક સામાન્ય નિયમ બાંધી andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 40/50