પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 દીપોત્સવું, ૩૯૭ સને નસાડી પરમાનંદનેજ નિત્યમાટે સ્થિર કરી લઈએ ! દાક્તરને વિચારવા જેવું છે ! દારૂખાનું કેમ છેડતા હશે ?બળી મરવા, દુર્ગધથી ગળાં બાળવા. ના ના. એમ તો ન હોય. કાંઈ હવામાં લાભ હશે ખરા ? ચોમાસાના ગંદવાડથી પેદા થતા “ મેલેરિઆને કાંઈ શાન્ત કરવાપણું હશે ખરૂં” ? આપણે તેને વિચાર ક્યાં કરવા બેઠા છીએ–બસ આનંદનાં સાધન, ને આનંદજ આનંદ એ દીપેસવ;-ખાવામાં આનંદ, પીવામાં આનંદ, પહેરવા ઓઢવામાં આનંદ, મળવા હળવામાં આનંદ, ઉત્તમ આચાર વિચારમાં આનંદ. આપણા દેશમાં દીપોત્સવનો તહેવાર પળાય છે, તેવા દુનિયાના બીજા દેશમાં પળાતો નથી; આપણા દેશના પણ કઈ કઈ ભાગમાં એ ઉત્સવ પ્રવૃત્ત નથી એમ સાંભળ્યું છે. એની ઉત્પત્તિ કેમ થઈ હશે ? નવરાત્રી, વિજયાદશમી, ને દીપોત્સવ ત્રણે મહા આનંદના પર્વ એકજ માસમાં છે. મુખ્ય વાત, એક બહુ બહાર પડતી છે. ત્રણે 'શક્તિ પૂજાનાં રૂપાંતર છે. નવરાત્રીથી શક્તિનું આવાહન કરી, વિજ્યાદશમીએ તેની પૂર્ણાહૃતિ છે. દીપેત્સવમાં મહાલક્ષ્મીરૂપ શક્તિનું મુખ્ય પૂજન આરાધન છે. એક શુકલ પક્ષમાં છે; બીજું કૃષ્ણમાં છે. કૃષ્ણ પક્ષમાં હોવાથી લક્ષ્મીરૂપને પ્રતિકૂલ અંધકારના પેહમાટે દીપાવલિ–દીવાળી-નો ઉત્સવ કરે છે, સર્વે વસ્તુ પ્રકાશમય આનંદમય-લક્ષ્મીમય થાય. ત્રાદશીને દિવસે લક્ષ્મીનુંજ પૂજન આવાહન થાય છે, રાજાએ પોતાનાં શસ્ત્રાસ્ત્ર કેશાદિને પૂજે છે, ધનિક લોકો આભૂષણ ધનાદિકને પૂજે છે. ચતુર્દશી, નરક ચતુર્દશી કહેવાય છે. નરકાસુરને લક્ષ્મીપતિએ તે દિવસ હણેલે છે, માટે તે ઉત્સવરૂપ છે, લક્ષ્મીના પ્રસાદમાં કારણરૂપ છે. અસુરપ્રિય કાલ રાત્રીના દિવસ હોવાથી તાંત્રિક સાધકે વગેરેને એક તરફથી ઉપયાગનો છે, તેમ બીજી તરફથી પરમ આનંદે લક્ષ્મીનીજ પ્રસાદી મેળવવા મડેલા સંસારીઓને લક્ષ્મીપૂજા પર, લક્ષ્મીને પ્રતિલ નરકવધ દ્વારા માનંદ દાતા છે. ત્રીજે દિવસ દીપોત્સવનો છે. વર્ષનો છેડો છે. લક્ષ્મીના પ્રસાદની લીલા લેહેરનો સમય છે. સર્વ લક્ષ્મીદાતા શારદા પૂજનનો સમય છે. એ દિવસ પરમાનંદ છે. ચોથા દિવસ લકમાપ્રસાદ પામી નવા વર્ષમાં અન્યોન્યને ભેટ સોગાત આપી મળવા હળવાનો ને ક્ષમ કુશલ વાંચવાનો છે. શ્રી વિક્રમે શક લેકનો પરાજય કરી આર્ય લક્ષ્મીનો યશ રિયર કર્યો એ મહા શક્તિના સ્મરણનો આનંદ છે. એમ શકિત પૂજાને કાઈ આનંદકારી પ્રકાર દીપોત્સવમાં સમજાય છે. પણુ લક્ષ્મીપૂજા ઉપરાંત દીપાવલિનો બીજો મહિમા અમે વિચારીએ છીએ. હિંદુધર્મના બધા મુખ્ય તહેવાર ઘણું કરી કેાઈ નક્ષત્રાદિ યોગના પ્રસંગે હોય છે, આ તહેવારમાં તેવો પ્રધાન ગ જાણવામાં નથી. એ તહેવાર વર્ષ સમયના અંતે ધાન્યાદિ પાક ઘેર લાવી પ્રમાદ પામતા ખેડુતોનો છે. વાણીમાં પણ તે દિવસે પોતાના ખાતાદા પાસેથી, તેમના ધાન્યાદિ દ્વારા, પિતાનું વળતર કાઢી લઇ હીસાબ કરી ચેપડા પૂજે છે. મેસમના પાકના આનંદના તહેવાર છે, તેથીજ પ્રતિપદાને દિવસે અન્નફ્ટ કરી, દેવતાના આગળ નવાં નવાં ધાન્યના ઉ• પહાર કરવાના સંપ્રદાય છે. આવા અન્નપૂર્ણા દેવીના તહેવાર પ્રાચીન ગ્રીસ, રામ વગેરે ! રાજ્યમાં ધણુ પળાતા. ચીન દેશમાં દીવાળીને તહેવાર આપણા દેશની રીતે જ પળાય છે, પણ તેમાં શું પ્રાજક છે તે અટકળી શકવું કઠિન છે. અન્નપૂર્ણાનેજ આ આનંદ બીચારા ખેડુતોના નિદૉષ પ્રમાદ છે. આમજ હોવાને વિશેષ સંભવ એમ મનાય છે કે ખેડુતો વિજયાદશમીને ' દશરા ' કહે છે. શરા શબ્દનો અર્થ શો ? કાંઈ સમજાતા નથી. પણ એમ anahl Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 47450