પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Fundamental Works: સુદર્શન ગધાવલી ૪૦૨. સુદીન ગદ્યાવલિ, નાનું હોય તેમ કોઈ અમુક પ્રકારના સુધારા તથા સુનિયમ સહજમાં કરાવી નિભાવી શકાય, તથા અન્યોન્યમાં બંધુભાવ વૃદ્ધિ પામી કઈ કેવલ અસહાય થઈ ન પડે. - જે દેશમાં જ્ઞાતિબંધન નથી ત્યાં સ્વતંત્રતા ઘણી હોય છે ને તેથી લાભ અનેક થાય છે એ ખરું, પણ તે દેશમાં માત્ર લોકાચાર સિવાય બીજું કશું અનાચાર ઉપર દબાણ હતું નથી. આપણે આ સ્થળે દબાણમાત્રનેજ વિચાર કરીએ છીએ. બાકી સ્વતઃ અંતઃકરણથી જ જે પૂજય મહાત્માઓ સદાચાર પાળે છે તેમને તો જ્ઞાતિની જરૂર નથી ને કશાની જરૂર નથી. ત્યારે જ્ઞાતિબંધનથી અનાચાર ઉપર એક જાતનું દબાણ રહે છે એમ માનવાને કઈ બાધ ન ગણાય તે હરકત નથી, કેમકે ગુપ્ત અનાચાર ચાલે એમ ધારીએ તોપણ તે અનાચાર ગુપ્ત રાખવામાં કે તે કરાવવામાં જ્ઞાતિબંધન એ કાંઈ સવિશેષ કારણ નથી. આ વળી જે દેશમાં જ્ઞાતિ જેવો રીવાજ નથી ત્યાં અસહાયતાની સ્થિતિ બહુ વિષમ હોય છે. જે માણસ કેવલ હાથ પગે થઈ જાય છે તે અસહાય થઈ ગમે તે કુમાર્ગે જાય છે કે આત્મહત્યા કરે છે. આમ કરતાં તેને અટકાવનાર કોઈ હોતું નથી. તે પણું બે રીતઃ તેના અંતઃકરણને કોઈ પણ રીતે સહાય આપવાનો સંભવ બતાવીને, તેમ દુરાચરણુથી પાછા હઠવામાં તેને નુકશાનનો ભય બતાવીને. કોઈ એમ કહે કે આવી બધી તકરાર કેવલ 'મિસ્યા ભિમાની લોકોને માટે કામની છે, ને અભિમાન તો દુર્ગુણ છે. પણ એટલું વિચારવું જોઈએ કે દુર્ગુણ કવચિત સદ્દગુણને પેદા કરે છે, વિષમાંથી પણ અમૃત ઉદ્ભવે છે. આપણી અહંકારબુદ્ધિ બહુ નિકૃષ્ટ છે એ વાજબી છે, પણ એ અહંભાવને લીધે આપણે કેટલાં સત્કૃત્યાના સાધન થઈએ છીએ તે વિચારવું સહજ તથા પ્રત્યક્ષ છે. અને જ્ઞાતિબંધન જે હેતુથી કરવામાં આવેલું છે તે હેતુ જે સચવાતા હોય તે તેના જેવું સુખદાયક બીજું કાંઈ નથી. બીજા દેશમાં સોસાઈટી, કલબ, એસોસીએશન, ઈત્યાદિથી જે લાભ થાય છે તેજ એનાથી થાય. હાલમાં તેનાથી જે જે પીડાઓ ઉભી થઈ છે તે વિચારતાં પણ તે છેક તુચ્છકારવા જેવું નથી; જો કે તેને સુધારી તેના મૂલધારણુ ઉપર લઈ જવાની તે બહુ અગત્ય છે. નવેમ્બર-૧૮૮૮ મી. મલબારીનો છેલો પ્રયત્ન. ( ૮૬ ) મી. મલબારી કોણ છે તે ઓળખાણ આપવાની જરૂર નથી પણ તે વિષે તા. ૨૮મી ! ગષ્ટ સને ૧૮૯૦ ના અમૃતબજાર પત્રિકામાં જે લખેલું છે તેમાંથી થોડાક ઉતારે કરી બતાવ અગત્યનું છે. “ મી. મલબારી પારસી છે. તેણે એમ જણાવવા માંડયું કે હિંદુઓ પોતે જાણે તે કરતાં પણ હું હિંદુના સંસારી રીવાજ બાબત વધારે જાણું છું. બીજી તેણે એમ કહ્યું કે હિંદુએ પોતાના સુખની દરકાર કરે તે કરતાં મને વધારે છે. ત્રીજી વાત તેણે એ કહી કે હિંદુ મા બાપ ભાઈ ભાંડુ પોતાની બાલકીઓ અને બહેનોને સહાય તે કરતાં હું તમને વધારે ચાઉં છું.. આ જવાન પારસીએ છટાદાર કલમની મદદથી એક વર્તમાનપત્રધારા આ બધા પોતાના દાવા સાબીત કરવા માંડ્યા. એની તકરાર આવી હતી. ગુજરાતમાં Gandhi Heritage Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 2850