પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - ૪૦૪ સુદશન ગઘાવલિ, નથી પણ એક પર કામના માણસને આ બધી તેમના દુ:ખની દાઝ આવી છે ? એ પણ ઠીક હતું, કે તે પરકમના છતાં પણ સ્વદેશી હતા, પણ હવે તે ઠેઠ વિલાયતથી હિંદુનાં લગન અને તેમના દીકરા દીકરીના વિવાહના પણ કાયદા કે સાધારણ ઠરાવ થવાના છે ! ! ! તે દેશ અને તે તે કામવાળા જે હિંદુ સંસાર સુધારી દેવા પરમાથે ચઢયા છે તે તેમના પિતાનાજ દેશને ને પોતાની જ કેમેને જોતા હોય તો ત્યાં પરમાર્થ કરવાને ઘણાએ અવકાશ છે. ગરીબ બાપડા હિંદુઓ પોતે પોતાનું ફોડી લેશે. e મી. મલબારી અને તેમના મળતીઓ એટલી સાદી વાતથી પણ અજાણ છે કે હિંદુઆનાં લગ્ન તે કરાર નથી પણ પવિત્ર ગાંઠ છે, ને તે કદાપિ છૂટે નહિ તેમ છે. આ એક કલ્પનામાત્રથી શાતા વાળવાની વાત નથી, પણ ખરે લાભ પણ એમજ વ્યવસ્થા હોય તેમાં સમાયેલો છે. આ દેશમાં જેટલાં લગ્ન થાય છે તેમાં લગ્નની વય ગમે તે હોય છે, પણ ધર માંડવાનો સમય તો ખરી યુવાવસ્થા પ્રાપ્ત થયા વિના કોઈ પણ સ્થળે આવેલા જાણવામાં નથી. એક પુલમણિને દાખલ થયો કે મી. મલબારીના મિત્રોએ જાણે મોટી સાબીતી મેળવી, પણ એ તે આખા સમુદ્રમાં એક ટીપાને પણુ સહસ્ત્રાંશ છે, ને એવા અપવાદથીજ જે સર્વત્ર ચાલતો નિયમ છે તે સિદ્ધ થાય છે. તે નિયમનું સ્વરૂપ એવું છે કે ઋતુમતી થાય તે સમયમાં કન્યાને પતિને સ્વાધીન કરવી. હિંદુસ્તાન અને તેના જેવાજ બીજા દેશોના ઋતુકાલ પર પ્રખ્યાત ફિલસુફ ડી. કવાદ્રજીસે એમ નિશ્ચય ગણી બતાવ્યો છે કે તે સરાસરી દશ ઉપરાંત હોઈ શકતા નથી. આમ ઈતિહાસ, તત્ત્વજ્ઞાન, અને અનુભવ ત્રણેને ઉંધાં વાળી મી. મલબારી એમજ આગ્રહ લઈ બેઠા છે કે એ ઉમર હાલના પીનલ કેડમાં દશની છે તે બરાબર નથી, ને તે ચાર પાંચ વર્ષ વધારવી જોઈએજ જોઇએ. સર્વ વિચારવંત હિંદુ મા બાપે પિતાની કન્યાને પોતાને ઘેર ઋતુમતી થઈ જાણેતા અતિ પાપ સમજે છે ને અમને નિશ્ચય છે કે બુદ્ધિમાન લોક આ વાતમાં સમાયેલું ડહાપણુ સહજ સમજી શકો. આટલુ ધર માંડવાની અથવા રહાવટની ઉમર વિષે. પણ હવે તે બીજી ભયંકર વાત છે કે લગ્ન થાય, પણું ઉમર લાયક થાય ત્યારે તે ફરી સુધારી શકાય. આનો હેતુ અમે બીલકુલ સમજી શકતા નથી. તેનું કારણ એટલુંજ કે અંગરેજી રીતે મોટી ઉમરનાં અવિવાહિત સ્ત્રીપુરુષ પરસ્પરના યોગ્ય સમાગમમાં રહે અને પછી તેમને જીવ મળે તો લગ્ન થાય એ રીવાજ અમને અનેક રીતે નકામે-નિપગી, અને હાનિકારક લાગે છે. જવાન માણસાને એકલાંને હાથે આવું જોખમનું કામ કરાવવા અમે કદી પણુ રાજી નથી, માબાપની પરીક્ષા અને આજ્ઞા તેમાં અવશ્ય જરૂરની છે. પરણતા પહેલાં જ પ્રમના સધળા આવેશ ખરચી નાખી , એક બીજાને છેતરીને પોતે હોય તે કરતાં બીજે રૂપે જણાઈ ખાટી આશા બંધાવી, પરગ્યા પછી જેવી હોય તેવી, ને આવેશ ખરચાઈ ગયાથી માત્ર શુષ્ક વ્યવહારરૂપે હેલી, જીદંગી કંટાળા, દુ:ખ, અને અણગમામાં ગાળવી, એ કરતાં મા બાપે સમજદાર ઉમરે ભેગુ* કરેલું જોડું ધીમે ધીમે, એક એકથી હવે જુદુ થઈ શકાવાનું નથી એમ સમજી પરસ્પરની યોગ્યતા પ્રહતું ચાલે, ને એમ જીદગીની મીઠાશ લે ને છેવટ તેનો રસ અનુભ, અ. લાખવાર વધારે સારું વધારે ઊંચત, અને ક્ષણિક સંસારમાં, કરવા જેવું છે. આમ છે એટલે વિચાર પૂર્વક કરેલા લગ્ન સંબંધને ફરીથી બાલંકાને હાથે સુધરાવવાની વાત છેક ઢીંગલા ઢીં ગલી રમતાં છોકરાંની વાત જેવી લાગે છે. anahi er itage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 4/50