પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ४०८ સુદર્શન ગદ્યાવલિ, રામેશચંદ્ર મિત્રે બહુ સખત વાંધા કીધા છે; એમણે આપેલી તકરારમાં મુખ્ય વાત એ હતી કે શાસ્ત્રમાં સ્ત્રીને સંભેગયોગ્ય ગણવાનું નિશ્ચયવાળું વયે આપેલું નથી માત્ર ઋતુપ્રાપ્તિ પછી સાગ કર એમ 'આજ્ઞા છે, અને ઋતુકાલતા હિંદુસ્તાનમાં ઘણે ઠેકાણે ૧૨ પહેલાં પણું આવે છે, તે જે હિંદુ ધર્મને અનુસરી ઋતુએ કન્યા પતિ પાસે ન હોય તેને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે મહાપાપ ગણુતા હોય, તેમને માથે મહા સંકટ આવી પડવાનું, ને એક તરફ કાયદો ને એક તરફ શાસ્ત્ર તે વચ્ચે તે ગુંચવણમાં પડવાના. વળી હાલને જે કાયદે છે તેમાં વ્યથા અને મહાવ્યથા બાબત જે કલમે છે તે તથા ૩૭૫મી કલમ એ બધું સાથે લેતાં, જે પ્રકારના ગુના અટકાવવા ઉમર વધારવાની જરૂર સમજવામાં આવે છે, તે આપે આપ દૂર થાય તેવી પૂરે પૂરી પેજના છે. એટલી સરકારે ૧૮૫૮ના પિતાના ઢંઢેરામાં જે વચન આપ્યું છે. તે આ રીતે ઉમરમાં વધારે કરવાની કોશીસથી તેડવું જોઈએ નહિ. સર રમેશના ભાષણુને સાર અન્યત્ર આ પત્રમાં આપેલા છે. વાઈસરોયે પ્રમુખ તરીકે અભિપ્રાય દર્શાવતાં એક બહુ સારૂં ભાષણ કરી આપણને જે ભય આપણી અનેક સંસારી બાબત પર હતા તે શાન્ત કર્યો છે. એટલું જ નહિ પણ તે બાબત મી. મલબારી તથા તેમણે પ્રેરેલી વગ વાળી ઈગ્લીશ કમીટીએ જે વિચાર દર્શાવ્યા છે તેમને કેવલ નાપસંદ કરવા યોગ્ય કહ્યા છે. પરંતુ તે નામદારે બાર વર્ષની ઉમર કરવા બાબત પાતાની સંપૂર્ણ પસંદગી બતાવી છે અને ધર્મની બાબત સાથે એને કશો સંબંધ નથી પણ પ્રજાના સંરક્ષણ માટે સરકારની જે ફરજ છે તે કરજનાજ એ એક ભાગ છે એમ જણૂવી એ વાતની જરૂર સિદ્ધ માની છે; ને પોતાના એ માનવાના આધારમાં એમ પણ કહ્યું છે કે વીલાયતની કમીટીએ ભલામણ કરી તે પહેલાં ઘરો વખત થયાં અહીંની સરકાર આટલી એક બાબત હાથમાં લેવા ધારતીજ હતી. સ્ત્રી સાસરે ન જાય તે ધણી દા કરે તેમાં તેને સજા થાય છે તે ન થવી જોઇએ, બાર વર્ષ પહેલાં લગ્ન થાય તે તે સાસરે વળાવતી વખતે કન્યા રદ કરી શકે, વિધવાને લગ્ન કરવું સુતર પડે માટે તેને એક નવા રટ્ટાર મારફત લગ્ન કરવાની છૂટ આપવી, વિધવા ફરી લગ્ન કરે તાપણુ તે પોતાના પ્રથમના ઘણીની મીલકતની વારસ રહી શકે, એ વાતેને નામદાર વાઈસરોયે બહુ ઉત્તમ દલીલેથી નાપસંદ કરી કાઢી છે. જે પ્રકારે લગ્ન વધારે દઢ અને એક્યતાવાળાં થાય તેવા પ્રકાર જવા એ સરકારની ફરજ ગણી શકાય ત્યાં લગ્નને રદ કરાવવાની વાત અમ્યજ ગણાય; તથા જ્યાં સુધી પુનર્લગ્ન અને છુટાછેડાને હિંદુઓ માન્ય કરે નહિ ત્યાં સુધી એવી વાત બહુ ભયકત મનાય. પુનર્લગ્નની વાતમાં સરકારે વચ્ચે પડાય તેમ છે નહિ, એટલે કેઈ પશુ પ્રકારે હિંદુઓના લગ્ન સંબંધી રીવાજોને હરકત પહોચે તેવું કામ સરકાર માથે લેઈ શકે નહિ. એનાં એજ કારણને લીધે સાસરે ન જવા માટેની સજાની બાબતમાં પણ ફેરફાર કરી શકાય નહિ, જો કે સીવીલ પ્રાસીજરની ફરી તપાસ વખતે એ કલમમાં બહુત એટલું જ કરી શકાય કે સજા કરવી કે નહિ તે કોર્ટની મુનસફી ઉપર રાખવું. વિધવાનાં લગ્ન રટ્ટાર આગળના કરારથી થાય તે પણ યોગ્ય નથી, તેમ પાતાના પ્રથમ ધણીની મીલકત જેને વિધવાને માત્ર ભેગવટા સિવાય અને તે પણ શ્રાદ્ધાદિ ક્રિયાથી પોતાના મૃત પતિના કલ્યાણાર્થે ભેગવટા સિવાય, બીજે હક નથી, તે મીલકતને તે બીજા પતિના ઘરમાં ને કબજામાં કેમ લઈ જઈ શકે ? એ વગેરે તકરારી બતાવી નામદાર વાઈસરાયે બીજી બધી વાતને દૂર મૂકી માત્ર દશનાં બાર વર્ષે કરવાની વાતને પસંદ કરી , anahi tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 50