પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૧૦ સુદર્શન ગદ્યાવલિ. તેમનું ગળું પકડશે. અને આ ઉપરાંત બીજા ઘણાક ઝીણા વિચારની પણ જરૂર છે. અમુક પતિ પત્ની ભેગાં થયાં, વખતે ભેગાં રહ્યાં, કે ભેગાં સુતાં, તેમાં સંગ થયો કે નહિ એ કેવી રીતે પુરવાર થવાનું ? હિંદુ માબાપોએ પિતાની અતિ ગરીબ અને શરમાળ બાલકીઓને દાકતરની આગળ એબ ખુલ્લી કરવા મોકલવી, પોલીસના ત્રાસને આધીન કરવી, અને તે બધી વિટંબનામાં, મૂલે સત્ય ન છતાં પણ, કોઈ લુચ્ચા, દેવી, કે ખટપટીઆ, સાક્ષી વગેરેથી ફાવી ગયા, તો પોતાના વહાલા દીકરાને દશ વર્ષ દેશનીકાલ સુધીની સજાને તાબે કરી નાની નવી વહુને અકાલવૈધવ્યના દુ:ખમાં બાવલી ! ! અને સજા પામી પાછા આવેલા ધણી સાથે એવી કઈ સીતા કે દ્રૌપદી હશે કે જે, પતિને લોકોમાં લાગેલાં કલંકથી, ઉ૫જીવિકા, સાખ, વ્યવહાર, વગેરેમાં હાનિને લીધે નીચે માથે ફરવું પડે તે છતાં પણ નિરંતર પ્રેમમાં સ્થિર રહે? સ્ત્રીઓના હક સાચવવાની બુમો પાડનારા અને તેમને પુરુષ તુલ્ય સ્વતંત્ર બનાવવા ઇચ્છનારા નવીનાએ સ્ત્રીઓની સ્થિતિ ખરેખર સુધારી એમ હવે કેણુ નહિ કહે ? અને તે સાથે હિંદુસંસારને પણ તેમણે સુધારાને શિખરે પહોચા એ હવે કાણું નહિ માને ? આ અને આવા અનેક ભય અને સંકટના પ્રસંગ વિચારી પત્યેક કુટુંબીએ આ વખત જાગ્રત થવું જોઈએ, અને પિતાના ઓળખીતામાં, પોતાના ગામમાં, પોતાના દેશમાં, આવી બાબતની ચર્ચા ચલાવી, તુરત ઇડીએ સરકારને અરજી કરી જણાવવું જોઈએ કે જે બીલ હાલ ધારાસભામાં રજુ થયું છે તે અમોને બીલકુલ નાપસંદ છે. પણ તે ખીલની વધારે ના પસંદગી તે ધર્મના કારણ કરતાં પણ વધારે મુદ્દાના કારણસર છે. સરકારે સંસાર અને ધર્મની વાતમાં વચ્ચે ન આવવા વચને આપેલાં છે, ૧૮૫૮ માંજ નહિ પણ અનેક વાર આપેલાં છે તે વચનાનો આ બીલથી ભંગ થાય છે, અને સરકાર આવી બાબતમાં પગપેસારો કરવાને રસ્તે ચઢવાથી ભવિષ્યમાં કાંઇક ભારે નુકસાન કરી બેસે એવો સંભવ પેદા થાય છે. ઠગી, સતી વગેરે બાબતો કરતાં આ બાબત જુદી છે, અને જે કુટુંબવર્ગની પવિત્રતા સાચવવાની કાયદાની ફરજ છે તેમાંજ પગપેસારો કર્યા બરાબર છે. માટે જેમને પોતાનાં પુત્ર પુત્રીની સુખશાન્તિ વહાલી હોય, જેમને ધર્મઉપર શ્રદ્ધા હોય, જેમને સંસાર અને ધર્મમાં સરકારને હાથ ન ઘાલવા દેવા હોય, તેમણે આ વખતે જાગ્રત થઈ તન મન ધનથી આ જાલની સામા થવું ઘટે છે. એવી વાતમાં સામા થવાને પ્રસંગ આ વિના બીજે આવનાર નથી.' કાયદો ગતિ પેદા કરે છે ? બીજી રીતે બેલીએ તો જે અનાચાર જે સ્થાને ચાલતો હોય તે સ્થાને તે અનાચાર બંધ કરવાનો કાયદો થાય તેથી તે અનાચાર બંધ થાય ? ત્રીજી રીતે કહીએ તે “ અમુક કામ કરનારને અમુક સજા થશે’ એમ કહેવાથી લેકની વૃત્તિ સુધરી જાય, ને તેવું કામ નાબુદ થઈ જાય ? અમારા ઝનુની નવીનમાંના કેટલાક તો આનું ઉત્તર “ હા ” એમજ આપે છે ! ! આખી દુનીયાંના ઈતિહાસથી સાબીત થયેલું છેકે કાયદે બાંધવાથી અમે તઃકરણની વૃત્તિ બદલાતી નથી; ઉલટું એમ સિદ્ધ થયું છેકે જે રીતિ કાયદા નિષિદ્ધ ઠરાવે છે તે રીતિના માર્ગ તજી અને વૃત્તિ બીજે રૂપે પ્રાદુર્ભાવ પામે છે. ફેશજદારી કાર્યોના મુકરદમાનો અભ્યાસ કરનારા આ વાતથી અજાણ્યા નથી, અને ઘણીક વાર અમુક ગુતાને કઈ કલમમાં લાવ તે બાબત નિપુણુમાં નિપુણ જડજે પણ ગુંચવાડામાં પડેલા છે. અર્થાત અંદરની વૃત્તિને કાયદે બદલી શકતો નથીજ. બાર વર્ષ પહેલાં સંભોગ ન કર એવો કાયદો કર્યો ત્યારે જે sandhi itage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 10850