પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગારૂડતંત્ર, ૪૧૭ ષિત કરવી નહિ, તે એટલે સુધી કે તે વિરુદ્ધ એક પણ આચાર થવા દે નહિ, અથાત જેણે ખાટા લગ્નાદિનિયમથી દુ:ખ પ્રાપ્ત કર્યું હોય તેમણે મંડલના લાભ માટે તે વેઠી કાઢવું, પશુ પુનર્લગ્નાદિ નજ કરવું. લગ્ન કરવા વખતે કરાર માબાપે પણ કરેલાજ છે, તે તોડાય નહિ કેમકે એમ થવાથી લગ્નની ભાવના વ્યર્થ પડે. આવા વિચાર અનુસાર અમારે તર્ક હાવાથી અમે ભાવના અને પુનર્લગ્નાદિ બે સ્વીકારી શકતા નથી, અને તે સ્વીકારવા માટેનો મા” ભાવના સ્વીકાર્યા પછીથી, કરાર શબ્દને આડે અવળા મચડવામાંથી પેદા થવાનું નથી, એટલે કરાર શબ્દ મૂકી દીધાનો આરોપ ચઢાવી ,'ફાડા’ મારવા, અને થોડાકે દુ:ખ ખમી લઈ ભાવના સાચવવી એ અમારા નિયમ સામે “ નિરાધાર સ્વીકાર ” નું “ શીંગડું ” માંડવું તે માત્ર ગારુડી ખેલજ છે !! આ અને આવા જ મિયારેપ કરી તેને “સરકી જવાની યુક્તિ, ગારડીપ્રયોગઇત્યાદિ નામ આપવામાં પરાક્રમ માનવાથી મૂલની જે તકરાર તે તલપૂર પણ રદ થતી નથી. જે પ્રકારે તેને રદ કરવાનો પ્રયાસ કર્યો છે તે મિયાપ અથવા ગારુડીખેલ છે એટલે મૂલની તકરાર એમની એમ તદવસ્થ છે. એ તકરાર માત્ર છલ કે જાતિરૂપ હાઈ નિગ્રહસ્થાન થતી નથી, માટે મૂલને પક્ષ તદવસ્થજ છે. આવા મિથ્યારોપની વૃત્તિ અનુદારતા વિના બીજા કારખુથી બનવી અશક્ય છે. અમારા પ્રતિના તેમના ઉફારામાં અનુદારતાજન્ય ચમત્કૃતિનેજ પ્રભાવ છે એ વાત, આ વિષય વિના અન્ય વિષય સંબંધે પણ અમને ઉદ્દેશીને ગારુડીઆચાર્યોએ જે જે લખ્યું હોય છે તેમાં પ્રત્યક્ષ થાય છે; ને તે પણ એટલે સુધી કે કાળાને ધોળું કે ધાળાને કાળું પણ, એક વખતે, તેઓએ કહી લીધું હોય છે. એનું ઉદાહરણ આપી તકરાર લંબાવવાની અમારી ઈરછી નથી, પણ “ અવલોકન' સંબંધી અમારા નિયમે ઉપર બુદ્ધિપ્રકારમાં જે આડંબર આવે છે તેમાં પણ એ વાત પ્રતિપદે સ્પષ્ટ થાય તેમ છે. - બીજે ગાડીચમત્કાર જે અનુદારતાજન્ય મિયાપથી પ્રજાની આગળ રજુ કરવામાં આવ્યું છે તે એ છે કે અમારા લખાણમાં પૂર્વાપર વિરેાધ છે, અને તે અમે અમારા ટીકાકારના સપાટામાંથી છટકી જવા ઉત્પન્ન કર્યો છે ! વિરોધ નથી એ વાત મિયાપ તજતાં પષ્ટ થાય તેવી છે, છતાં જેમને કેવલ ગાડતંત્રનેજ મિથ્યારે પાદિ પ્રવૃત્તિને લીધે પરિચય છે તે લેાકને તેમ લાગે તે તેની કાંઇ ચિંતા જેવું નથી. પણ ધારોકે વિરોધ હોય તો પણ તે વિરોધ બતાવવાથી શું લાભ છે? મૂલની જે તકરાર હોય તે પૂર્વપક્ષનો નિશ્ચય કરી તે ઉપર ઉત્તર રચ્યા એટલે થયું, વિરોધ બતાવવાના પ્રયાસથી શું ફલ છે ? તેમ વિરોધ ખરેખર લાગતાજ હોય તો પણ સત્યનિર્ણયની બાબતમાં એમતો જ છે કે માણસે પોતાના વિચારમાં હાપાદેયને તજવું સંધરવું નહિ, પણ વિરોધ કરતાં વધારે વાતતો અમે સિદ્ધાન્તશબ્દ વાપરીએ તે થઇ પડે છે. એમાં પ્રતિપક્ષીઓના જ્ઞાનને અપમાન કરવાનો અમારો હેતુ લેશ પણ નથી, કેમકે અમે જાણીએ છીએ કે તેઓ સર્વજ્ઞ છે એટલે અમારા જેવા અસર્વત્તને સિદ્વાન્ત કરવા દે નહિ, પણ તેમની ક્ષમા યાચી અમે એટલું જ સુચવવા ઇચ્છીએ છીએ કે વિશ્વરચના અને સુખ તે બે બાબતને અમુક સિદ્ધાન્ત ( ત્રિકલાબાધસિદ્ધાન્ત ) માન્યા વિના બીજી કશી બાબત વિચાર આપી શકાતો નથી, ને તેથીજ અમારે વાત કરતી વખતે કેટલાક સિદ્ધાન્તા સ્વીકૃતપક્ષ (axiom) તરીકે આગળ કરવા પડે છે. જે સર્વજ્ઞ છે તેને તે ગમે તે વખતે ગુમે તેવી તકરારુ વિતંડા કરવામાં પણ હરકત નહિ એટલે તેને તેવા સિદ્ધાન્ત વિના eritage Porta andhi H 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 17850