પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૧૮ સુદર્શન ગદ્યાવલિ. ચાલે પણ અ૯પા તો તેની મદદ વિના અખડાઈ પડે. માટે સિદ્ધાન્તો અપમાન માની લેવાનું કારણ નથી. એક વાત રહી ગઈ. શાસ્ત્રનાં વચનને અર્થ સ્વેચ્છાનુસાર ઉતારવાને આડંબર પણ આ બહુરૂપી ખેલના એક ભાગમાં છે. દા. ભંડારકરનું નામ આગળ કરવામાં આવે છે, પણ દા. ભંડારકર જે વાત માગે છે તેજ છે. તીલકે હવણુજ એક જુદા ચેપનીઆદ્વારા સ્પષ્ટ બતાવી આપી છે. શાસ્ત્રી ભીમાચાર્ય વગેરેએ પણ તે વાત અનેકધા બતાવી છે, અને પ્રથમ રદર્શનેજ સંયોગ જોઈએ એવું તે બધાથી સિદ્ધ થાય છે. ત્યારે ભીમાચાર્યે ગારીગમન મા ન્યું તે “ ભીમચર્યા ” થઈ એમ કહેવાથી, જે વાત સિદ્ધ થઇ છે તેને શે બાધ આવ્યા ? પણ શાસ્ત્રાર્થની બાબતમાં નવીને પોતાને અનુલ પડે તેજ પદ્ધતિને સ્વીકારે છે, અને જૂતા તેમ નવા ઉભયે ટીકાકારોને પતાથી તે જુદા પડેતે બેટા હરાવે છે. આ પ્રમાણે શાસ્ત્રાર્થ કરતાં તે વેદમાંથી કેટલાક આગગાડી અને તાર પણ સિદ્ધ, કરતા હતા તેવું બધું સહજે સિદ્ધ થાય. અર્થાત જે શાસ્ત્રને નિર્ણય કરવાની ઇચ્છા હોય, અને તેની મદદની જરૂર હોય, તો નવીનાએ એક યોગ્ય સભા તે માટે કરવી જેમાં અમે અમારે પક્ષ પણ યથાશક્તિ નિરૂપીશું. બાકી અનુદાર યત્નોથી-મિથ્યારોપના અનેક ખેલથી–તે કઈ વિચારવાનું ભ્રમિત થવાનો નથી, અને તેવા યા ઉપર કોઈ ધ્યાન પણ આપનાર નથી. એપ્રાલ–૧૮૮૧. શારદાસદન. ( ૯૦ ) a પંડિતા રામાબાઈવાળા શારદાસદનની એવી વાત વર્તમાનપત્રોમાં બહાર આવી છે કે તેના વ્યવસ્થાપકોએ પોતાની સહીથી સર્વને ચેતવણી આપી છે કે ત્યાં જતી બાલાઓને કીસ્થીઅન ધર્મનો ઉપદેશ કરવામાં આવે છે. રમાબાઈ જેવાં વિદુષી પોતે પરમાર્થના ડોળ કરીને આવું દેશની ધર્મની લાગણી વિરુદ્ધ કામ કરે એથી સર્વ માબાપાએ પોતાનાં બાલકોને ત્યાં કેળવણી આપવી તે વિષયમાં બહુ લક્ષ આપવાની આવશ્યકતા છે. આપણા ધમની કેળવણી જેમ જલદીથી શાળામાં દાખલ થાય તેમ બહુ લાભ છે. - સપ્ટેમ્બર-૧૮૮૩ મી. માધવદાસ રૂગનાથદાસ. ( ૧ ) પુનવિવાહ કરવાને ઉત્સુક વિધવાઓના પ્રથમથી આજ સુધીના ઈષ્ટમિત્ર અને પિતાની જાતના દાખલાથી માટે ભાગ આપી, એવી વાસનાવાળાં સ્ત્રી પુરૂષને સન્માર્ગમાં રાખવાનો યત્ન કરનાર આ પુરુષના પુત્રનાં લમ જ્ઞાતિસ્થ એવા કોઈ ગૃહસ્થની કન્યા સાથે થયાં જાણી અમને સંતોષ થાય છે. પરંતુ મી. માધવદાસને વધારે ઉચિત એ હતું કે તેમણે જે માર્ગ સ્થાપ્યો છે તેમાં ભળેલા ભિન્ન ભિન્ન જ્ઞાતિવાળા લેકે, જો ન હોવાથી જ દુ:ખ વૈઠે છે, તે ટાળવાનો કાંઇક યોગ કરવો હતો; અને આ લગ્ન જ્ઞાતિસ્થ પુરુષને ત્યાં, યશ લેવામાત્રના લાભથી દેરાઇને કરવા કરતાં, એ હેતુ પાર પાડવા માટેની કોઈ રીતિએ કરવાં હતાં. સપ્ટેમ્બર-૧૯૮૩ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50