પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, તેઓ શું કરે છે? રૂકિમબાઇની પૈઠે છાંડવા તૈયાર થાય છે ? નહિજ, બને ત્યાંસુધી તેને સુધારે છે, સમજાવે છે કે પોતાની વિદ્વાત્તાને તથા પૈસાનો તેને સારે લાભ આપી સુમાર્ગે દોરે છે. તે શા માટે ? પિતાનાં પૂજ્ય માબાપે જે કરાર બાંધેલા તે પાળી મળેલા માણસને પરોપકાર બુદ્ધિથી સુખી કરવા માટેજ, આમ જ્યારે છે ત્યારે એમ વિચાર ઉઠયા વિના રહેતા નથી કે હજી કાંઈ વાંકતો સાબીત થયો નથી, કે મુદ્દે વાંક છે એમ જણાયું પણ નથી, તે પહેલાંજ કેવલ ક૯િ૫ત સુધારાને ફાંકે ધરાવીને, પોતાની કહેવાતી વિદ્વત્તા છતાં, તથા રૂ. ૧૫૦૦૦ ની દાલત છતાં, મારા ધણી કમાવાને અશક્ત છે તથા શરીરે નિર્મલ છે એમ કલ્પના કરી તેના તિરસ્કાર કરવામાં રૂકિમબાઈએ શું ડહાપણુ વાપર્યું હશે ? વાંચનાર સખીઓ કહી શકશે કે શું કિમબાઈ વાજબી કરે છે ? સુધારાવાળા પણ તેને પોતાના પતિ પાસે રહેવાની સલાહ આપવાને બદલે અવળી સલાહ આપવાથી શું સ્ત્રી કેળવણીને ઉત્તેજન આપી શકવાના છે ? આ પણા દેશની ચાલુ સ્થિતિમાં જે સ્ત્રીકેળવણીનાં પરિણામ નિર્દોષ પતિને પોતાના જ્ઞાનનો ને મિલકતનો લાભ ન આપવામાં આવવા માંડશે તો તેવી કેળવણીનો કોઈ મૂર્ણ હશે તેજ સંગ્રહ કરશે. - દેશના સુધારાને માટે તથા આ વગર કારણ ચાકચઢી રહેલા જોડાના સુખને માટે અને મને તે આવી સલાહ વાજબી જણાય છે, પણ આવી તકરાર ઉઠવાનાં મૂલ કારણે જે આપણે બરાબર તપાસી જોઈશુ તો બાલલગ્નની ઘાતકી રૂઢિ શિવાય બીજા જડવાનાં નથી. પોતાની રૂચિ સિવાય પરણવાનાં પરિણામ કેવાં થાય છે એ આપણે રૂકિમબાઇના કામ ઉપરથી સારી રીતે સમજી શકીશું. આ બાઈનું લગ્ન થયું છે. પણ તે વખતે તે લગ્નને અર્થ પણ ભાગ્યેજ સમજતી હશે. હાલ તેના વિચાર વૃદ્ધિ પામ્યા તેને વધારે સારા ને વિદ્વાન લેકમાં કરવા હરવાને વખત મળ્યાઃ-તે વખતે તેને એમ થઈ આવે કે વયથી જ્ઞાનથી સમૃદ્ધિથી ને આબરૂથી મારે પતિ મને યોગ્ય હોય તો સારૂં એ સ્વાભાવિક છે. પણ જે ઠેકાણે તેના જન્મ થયો છે તે ઠેકાણાના કાયદા અને રીવાજને તાબે થયા વિના બીજો રસ્તો નથી ને વળી આ પ્રસંગમાં તા: તેમ કરવામાં સામા માણસનો કાંઇ, અપરાધ છે નહિ એટલે બધું સુતરજ છે. રૂકિમબાઈ ભલે પોતાના પતિને પોતાના જેવા બનાવવા પ્રયત્ન કરે. તથાપિ જે વયે પરિપક્વ આનંદનો અનુભવ થવાનો પ્રસંગ તેજ વખતે પિતાને કેવલ અજાણ્યા એવા સાધારણ પદાર્થ ઉપર માથું” કુટવું કાને ગમે ? આ બધી વાત વિચારતાં દોષ માત્ર બાલલગ્નની રીતિને માથે ઠરે છે. નાનપણમાં વગર વિચારે માબાપ પોતાની મરજી મુજબ બાલકને ગમે ત્યાં નાખી દેવાથી તેને કેવલ પથરા જેવું કે ઢેર જેવું ગણે છે એમાં સંશય નથી. જે પુરૂ હાલ રૂકિમબાઇની સ્થિતિમાં છે અને જે સ્ત્રીઓ હાલ દાદાજીની સ્થિતિમાં છે તેમના દુ:ખનું કારણ પણ મા બાપના આ સ્વછંદ વ્યવહાર સિવાય બીજું સમજાતું નથી. કેવલ પોતાની પુત્રી કે પુત્રનું લગ્ન જેવાની ઉત્કંઠામાં તેના ભવિષ્યની વાત વિસરી જવાય છે, કોઈ વાર દુષ્ટ દ્રવ્યના લાભમાં માણસના શરીર પર આવતા સુખદુ:ખનો અનાદર થઈ આવે છે ! ! જે બાલકને તમે તમારી નજર આગળ રમતાં હરતાં ફરતાં ને આનંદમાં ખીલતે માટે મેજ કરતાં જુઓ છો તેનેજ રડતાં કકળતાં કુટતાં પીટતાં ને તમારાં નામ સંભારી સંભારી શા૫ દેતાં જાણવા છતાં પણ, શા માટે કરો છો ? માણસને અનુભવથી પણ અક્કલ આવે, પણ આ તે અનુભવ ઉપર અનુભવ ચાલ્યાજ જાય છે, ને બીચારી હઝારે રૂકિમબાઈએ anainimleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 20850