પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 લગ્નવિષે કાયદે, કે૧ ખુણે માબાપના નામ ઉપર નિઃશ્વાસ નાંખતી હશે, તોપણ પથ્થર ઉપર પાણી !! જ્યાં સુધી બાલલગ્નને રિવાજ અટકશે નહિ ત્યાં સુધી બીજી બધી સુધારાની વાત ફેકટ છે. સુધારાવાળા ગમે તેટલાં પુનર્લગ્ન કરવા પાછળ મંડ, ગમે તેટલી સ્ત્રીકેળવણી આપવાની યોજનાઓ કરે, પણ જ્યાં સુધી બધાં પાપનું મૂલ બાલલગ્ન સાફ થયું નથી ત્યાં સુધી કાંઈ વળવાનું નથી. આ વાતને પેલી વાત વળી તે બે મુકીને ત્રીજી વાત એમ આપણે દરરોજ ઠેકતા ફરીએ છીએ, ને માટે માટે જે આવડે તે ઉચ્ચારીએ છીએ, પણ પાંચજણ ભેગા થઈ નિશ્ચય કરતા નથી એજ પૂરા અફસોસની વાત છે. નાતમાં લગ્નની ધામધૂમમાં જમવા માટે બધી વાતની નાત ભેગી મળે છે, ને કેઈએ એકાદ નાત ન જમાડી હોય તો તેને દંડ લેવા તરત કોરટ ભરાય છે, પણ કઈ વિચારતું નથી કે આ જમવાનું ને આ ધામધુમ તે બધી વર વગરની જાન છે. કન્યા કે વરનું તે જે થશે તે ખરૂં” પણ હાલતે લહાવો લે. આથી વધારે અનાચાર, વધારે પાપ, વધારે કુમાર્ગ અમે બીજે સમજી શકતા નથી. મે–૧૮૮૬ લગ્નવિષે કાયદો. ( ૯૩) અમે આગળ કહેલું છે ને વળી કહીએ છીએ કે જે વિષયમાં કાંઈ પણ કરવા જવું, તે વિષયનું પૂરું જ્ઞાન તથા તે વિષયના સંબધની આસપાસની હકીકત જાણ્યા વિના તેમાં હાથ ઘાલવા જતાં કેવલ હાસીને પાત્ર થવાય છે. હિંદુઓમાં લગ્નને વિધિ કેવો તથા શા પ્રકારના છે અને તે શાને આધારે ચાલે છે, એ વાતને વિચાર કર્યા વિના, તે વિધિમાં આમ ફેરફાર કરવા ને આમ સુધારા કરવા, એવા એંધ આપનારા આજ સુધીમાં ઘણા થઈ ગયા છે, પણ એ અજ્ઞાનતાની પરાકાષ્ટા તે હાલમાં મી. મલબારીએ બતાવી છે. A હિંદુ લેકમાં લગ્નનો જે વિધિ છે તે ધર્મને આધારે રચાયેલો છે, ને તે સર્વ ધર્મના પાવે છે. લગ્ન થયા વિના કેઇ પણ માણસથી ઘણી ખરી ધર્મક્રિયાઓ બનતી નથી. એટલું જ નહિ, પણ સ્ત્રીવામીને સંબંધ પણ કેવલ ધર્મપરાયણજ છે. એટલે કે સ્ત્રી એ પતિની ધર્મપત્ની અને પતિ તે તેને ઇશ્વર. આવા થયેલા સંબંધમાં કેવલ ધમની રજા મળી કે આવા ધર્મ સ્થપાય એટલે લગ્ન થઈ રહ્યું એમ પણ નથી. જે હૃદયાંતર્ગત વૃત્તિને અધીન લગ્નનું સર્વે તંત્ર રહે છે તે પ્રેમની વૃત્તિ તરફ પણ લક્ષ આપવામાં આવે છે. ઈતર દેશમાં કરવામાં આવે છે તેમ, પરણુતા પહેલાં કાંઈક કાલ પર્યત સ્ત્રીપુરુષ એકએકની સન્નિધિ ભેળવી પરિચિત થાય, ને પછી લગ્ન કરે એવો રીવાજ આપણા દેશમાં નથી. આજ રીવાજ વધારે પસંદ કરવા લાયક છે કિંવા નહિ, એ તે રીવાજવાળા દેશની સર્વ પદ્ધતિથી માહીત હોય તે સહજ સમજી શકે. સારા સારા અનુભવી વિદ્વાનો, જે આ રૂઢિના વંશપરંપરાથી લાભ લેતા આવેલા છે, તે સ્પષ્ટ રીતે એમ જણાવે છે કે, આવી એક એકની પ્રીતિ સંપાદન કરવાની જે અનિશ્ચિત વ્યવસ્થા ચાલે છે, તેથી કરી ઘણીવાર ભયંકર પરિણામ નીપજે છે. અતિશય મેહવૃત્તિથી ઉશ્કેરાઈ ગયેલા મનમાં તે વૃત્તિ સિવાય બીજો વ્યાપાર ઉતરી શકતા નથી ને તેથી જીંદગીના મુખ્ય ભાગ ઘણીવાર એળે જાય છે. એટલું જ નહિ, પણ આવી ઉશ્કેરાયેલી - ૧ હદ. ૨ ધર્મને અધીન. ૩ પાસે રહેવું. nain Herta age Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 21/50