પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 લગ્નવિષે કાયદો, ૪૨૩ હશે, એ જોઈશું ત્યારે તો આ બાબતપર જે ધામધુમ મચાવી મુકી છે તે કેવલ વ્યર્થ જે. વીજ લાગશે. પોતાના પતિના પ્રેમનું નિરંતર સ્મરણ કરી, ગૃહદેવતાની ભક્તિમાં મગ્ન રહી, પરમાર્થમાં સ્વાર્થને હોમ આપી, સર્વ જગતને સુખ તેજ જાતને સુખ, એમ પરમ માર્ગે સ્વધર્મથી રહેવું, એ આર્યશાસ્ત્રના સિદ્ધાંત છે. આ સિદ્ધાંતમાંનું રહસ્ય સમજીને વૈધવ્યધર્મ પાળતી અબલાને જ્યારે બાતલ કરીએ, ત્યારે પુનર્લગ્નની ધામધુમની કીમત થાય. આ પ્રકારે લગ્નનું સ્વરૂપ છે. તેમાં પણ સર્વને બાંધી રાખનારૂં બંધન જ્ઞાતિનું છે.' બાલલગ્ન ન કરવું, એમ સિદ્ધ ધારનાર માણસને પણ, પિતાની જ્ઞાતિને વળગી રહી યોગ્ય વર કે કન્યા શોધ્યા વિના, ને પ્રસંગે પોતાનો નિશ્ચય ફેરવ્યા વિના ચાલતું નથી. વિધવાવિવાહ કરો એમ ધારનારથી પણ જ્ઞાતિ પર તેમ થઈ શકતું નથી. આ પ્રમાણે કદાપિ કરે તો તે જ્ઞાતિબહાર રહે ને પિતાની સંતતિને પરણાવવા વગેરેમાં મહા કષ્ટમાં આવી પડે, આ બન્ને બાબતમાં સુધારા કરવા, એ તે રીવાજનું સ્વરૂપ સમજયા પછી પણ, જરૂરના છે કે નહિ એ જુદો વિચાર છે. પણ કદાપિ કરવા એમ માનિએ, તોપણ, ખરી અડચણ કરતા વસ્તુ જે જ્ઞાતિબંધન છે, તેમાં ફેરફાર કર્યાવિના એ વિચાર કરજ નકામે છે. સરસમાં સરસ રસ્તો હાલ તો એજ છે કે જે સુધારાવાળાઓ જે સુધારે કરવા માગતા હોય, તેમણે બનતા સુધી પોતપોતાની જ્ઞાતીમાંજ ફેરફાર ઠરાવ શુરૂ કરે, એટલે સર્વ સ્થલે સહજમાં ઈષ્ટ આચારની પ્રવૃત્તિ થઈ રહેશે. આ સર્વ વિષયનું અને તેની અડચણાનું પૂર્ણ મનન કર્યા સિવાય, મી. મલબારીએ સરકાર આગળ વૈધવ્યના દુ:ખના કપિત પિકારનાં ચિત્રસહિત બાલલગ્નનનાં કદાપિ પણ સમજી ન શકાય તેવાં વિલક્ષણ અને કેવલ અમાનુષ લક્ષણો રજુ કરીને કાયદો ઘડી હિંદુઓને સુધારી દેવા ભલામણ કરી. સરકારે ઘણું ડહાપણુથી આ બાબતમાં કદાપિ પણ હાથ ઘાલવાનો વિચાર કર્યો નથી. પણ આ હિંદુઓને સુધારવા બહાર પડેલા પરગજુ પારસી શેઠની વાત, કેટલે દરજે સર્વમાન્ય છે તે જોવા માટે હિંદુમંડળના મુખ્ય ગૃહસ્થના અભિપ્રાય માગેલા. કોઈ પણ જ્ઞાતિમાં નહિ એવા, તથા કેટલાક પ્રતિાકત પણ ધણા એકમતિઆ હિંદુઓએ અને થોડા અંગરેજોએ જરા ટેકો આપે છે, એટલે મી. મલબારીએ બધા હિંદુઓ પિતાની તરફેણમાં ધારી સરકારને ફરી ફરી અરજે કરવા માંડી. મી. મલબારીની મરજી આમ કરીને મહાત્મા મનુ કે પરાશરની પંક્તિએ પોતાનું નામ પણ અમર કરી જવાની હશે, અને સાથે કે નરસે અમર નામ તે થાયજ ! બંગાળાના ગૃહસ્થો તરફથી તો મી. મલબારીને યશની પામરી મળી ચુકેલીજ છે; અને થોડાક દેશી પાઘડી પહેરેલા ગધેડા તથા અંગરેજી ટોપી પહેરેલા વાંદરા આગળ જનોઈ પહેરીને ઋષિરૂપે ભાષણ કરતા મી. મલબારીનું “ બીવર ” પત્રમાં આવેલું ચિત્ર પણ સર્વના દીઠામાં આવ્યું હશે. ઉત્તરમાં ગરબડ થયા છતાં, મુંબઈ ઉપર મી. મલબારીને પાકે ભરોસે હશે, તેવામાં ત્યાં પણ બધી વાત બદલાઈ ગઈ છે. (માધવબાગ ” માં પાંચ હજાર કરતાં વધારે માણુની માહાટી સભા મનેલી તેના તરફથી સરકારને સાફ જણાવવામાં આવ્યું છે કે અમારા ( હિંદુઓના ) લગ્ન સંબંધી રીવાજોમાં સરકારની મદદ અમારે જરા પણ જોતી નથી. અમે સમજી શકતા નથી કે મુઠ્ઠીભર કેહેવાતા સુધારક હિંદુઓ આ સભાની શા માટે નાલાશી કર્યો જાય છે. હુજારે માણસના જુથમાં, નાની સરખી વકતૃત્વસભાનું નિયમિતપણું ન રહે, તે તેથી શું તેવી andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 23/50