પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ४२४ સુદર્શન ગદ્યાવલિ, સભા રદ ગણાય ? સભાના કર્તવ્યની સર્વને ખબર હતી, એટલે જે ગૃહસ્થ ત્યાં પધાર્યા હતા, તેમની હાજરીજ માત્ર તે કર્તવ્ય તરફ પિતાની અનુમતિ બતાવવા પુરતી ન કહેવાય ? એનરેબલ મી. તેલંગે જે સુધારો મૂલ દરખારતમાં કરવા સૂચવ્યા હતા તે વાજબી કહીએ, પણ આવા અસંખ્ય સમાજમાં જે બાબતની પ્રથમથી ખબર નહિ તેવી બાબત પર શાંતિથી વિચાર થઈ શકે અને ઠરાવ થાય એવી આશા રાખવી વાજબી નથી. એ. મી. તેલંગનું કહેવું એટલું જ હતું કે સરકાર તરફની અરજીમાં એટલું ઉમેરો કે, બાલલગ્ન અને વિધવાવિવાહની બાબતમાં સુધારાની જરૂર અમે સમજીએ છીએ, પણ તે અમારી મેળેજ કરી લઈશું. આ વાત ઉમેરવામાં આવી હોત તો હરકત ન હતી. પણ કેવલ ગરબડને લીધેજ એ ન ઉમેરાઈ શકાઈ તે વાત ખાઈ જતાં એમજ હરાવવું કે પોતાને એ વિષયમાં કાંઈ કરવાની મરજી નહિ, તેથી સભાએ એ વાત ઉડાવી દીધી, એ અમને તે વાજબી લાગતું નથી. બાલલગ્ન અને પુનર્લગ્નની બાબત કાંઈ કરવું એમ સર્વ કાઈના મનમાં આવી રહેલું છે. પણ અમે ખાત્રી પૂર્વક કહીએ છીએ કે એકદમ લગ્નની ઉમર ૧૬-૨૫ કરી નાંખવા અને કાલ સવારથીજ વિધવાઓને વગર અડચણે પરણાવવા તૈયાર થયેલા સુધારકે, તેમજ આસ્તે આસ્તે બાલલગ્ન અટકાવી વિધવાનાં દુઃખ કમી કરવા રાહ જોતા મધ્યસ્થ કે, કે બાલલગ્ન કાયમ રાખવાં ને વિધવાઓને નજ પરણવા દેવી એવા મતાંધ ધર્મચુસ્ત લેકે, એ ત્રણેને સરકાર કાયદો કરે એ વાત તે તદન નાપસંદજ છે. આમ છે ત્યારે માધવબાગની સભાને નિષ્કર્ષ કેવલ જે છે તે, અર્થાત હિંદના લગ્નની બાબતમાં સરકારે હાથ ન ધાલો એટલાજ માની તે સભાને સર્વેએ માન્ય રાખવામાં અમને તો કાંઈ બાધ જણાતું નથી. સરકાર કાયદો કરી આપણાં લગ્નની વિધિને નિયમિત કરે, એથી કેટલાં દુઃખ પેદા થાય તેને એવી વાત કરનાર લેકને ખ્યાલ પણ આવતો નહિ હશે. જેણે આ રીતિના કાયદાને લાભ લીધા છે તેના અનુભવનો વિચાર કરવાથી પણું આ વાત સહજમાં સ્પષ્ટ થાય તેવી છે. માણુનાં કુટુંબની બાબતમાં કાયદા કદાપિ બન્યા નથી ને બની શકે પણ નહિ. માણસ પોતાના મનમાં સ્વતંત્ર છે, પણ તે સ્વતંત્રતા કેાઇને હાનિ ન કરે તેટલેક અંશે કાયદાની મર્યાદા છે. કાયદા પણ બે પ્રકારના થાય છે. કેટલાક સજા થાય તેવા હકુમતી અને કેટલાક લોકલાજથીજ અદબ સચવાય તેવા માંડલિકર. માણસની નિરપરાધી સ્વતંત્રતા અને માંડલિક કાયદે સચવાયેલી રૂઢિના સંબંધમાં કાયદે કરવાથી, કુટુંબની પવિત્રતા ભ્રષ્ટ થઈને માણુની સહિસલામતિ ઓછી થાય છે. લગ્નની બાબતના કાયદા થતાં અનીતિન ને ઠગાઈના વધારે થઈ માણસૈને અરસપરસ અવિશ્વાસ પેદા થવાનાં કારણો ઘણાં પેદા થઈ આવશે; અને તેને લીધે સંસારમાં સુખનું ઠામ સ્વતંત્રપણે થોડુ જ રહી શકશે. હા, કોરટાના કામમાં અણુધાર્યો વધારે થઈ વકીલ બારીસ્ટની રાજી આવા કાયદા થએથી વધે ખરી ! આવું મહાભારત દુઃખ પોતાને માથે વહારવા કાઈ ખુશી હોય નહિ. હાલ છે તે રીવાજોથી ભલે દુ:ખ હશે તો હા, પણ તે કરતાં વિશેષ પ્રકારનું અપ્રતિકાર દુ:ખ કાયદો કરાવી લઈ વહોરવાની અમારી મરજી નથી. પરમાર્થને ઢાંગ કરી સામાને માથે આવાં કષ્ટ વળગાડવા પ્રયત્ન કરનારની પરમાર્થ બુદ્ધિ અને હિંમ્મત વિષે તો કહેવું જ શું ! ! હજુ તો આ કાયદાની ગરબડની વાત ફક્ત મુંબઈ સુરત જેવાં શહેરમાં થોડા સુધા. ૧ સાર, તત્વ. ૨ વ્યવહારના, અમુક વર્ગ મંડળના. ૩ જેના સામે ઉપાય નથી તેવું. ' Gandhitleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 24850