પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 લગ્નવિષે કાયે, ૪રપે રાવાળાઓના સમજવામાં આવી છે. તેટલામાં આટલી બધી હા હા થઈ રહી છે. પણ જયારે ગામેગામ એ વાતનું સ્પષ્ટ નિરૂપણ થશે (ગામ ગામડાંના લોકો છાપાં રોપાનિયાંને પુરતા લાભ લેવાની સ્થિતિએ હજુ પચ્યા નથી ) ત્યારે સરકાર ઉપર અસંખ્ય અરજીઓ, કરોડો અગણિત સહીથી ભરેલી આવશે એમાં શક નથી. આમ હોવાથી મુઠ્ઠીભર સુધારાવાળા હિંદુવર્ગના અગ્રણી થઈ કેઈને ભમાવે છે તેથી સધળા ભમવાના નથી. પુનર્લગ્નની બાબતમાં અમારા વિચાર ગમે તેવા હો, પણ બનતા સુધી બાળલગ્ન અટકાવવાં એ તો અમારે સિદ્ધાંતજ છે. દિવસે દિવસે જે કેલવણી તથા સુવિચાર લોકોમાં ફેલાતા જાય છે, અને તદનુસાર હામ હામ આચાર થતો નજરે આવે છે તે ઉપરથી દઢ વિશ્વાસ રાખવાનું કારણ છે કે કાલાંતરે–થોડાજ વખતમાં-બાલલગ્નને રીવાજ હરી ત્યાંથી બંધ પડશે. લાકેના બલવિના સરકારના હજા૨ કાયદાથી પણ કદાપિ સારી અસર થનાર નથી. આ વિષયનું જે લખાણ ગયા અંકમાં આવી ગયું, તેને યોગ્ય ઉપસંહાર,૧ સરકારે આ બાબત પિતાને છેવટનો જે વિચાર દર્શાવ્યો છે તે અને ટુંકામાં જણાવીને કરી ડીક પડશે. ઇડિયાસરકાર પોતાનો ઠરાવ કરતા પહેલાં મિ. મલબારીના લખાણના ટુંક સાર આપે છે, તથા તેણે સૂચવેલા ઉપાયનું ખ્યાન કરે છે; અને જે દેશ પરદેશી ગૃહસ્થાના અભિપ્રાય માગેલા તે વિષે જણાવતાં કાયદો કરાવવા સંબંધે લખે છે કે “હિંદુવર્ગના કોઈ પણું ભાગના લાકે આ વાતને માન્ય કરતા નથી, અને કેટલાએક તે તેને માહાટી વિપત્તિ માને છે. સ્થાનિક રાજ્યકારભારીઓ તો સર્વાનુમતે મિ. મલબારીએ બતાવેલ રસ્તે જવા કેવળ ના પાડે છે.” આ પ્રમાણે ટુંકામાં સર્વ બીનાનો સરવાળો કરી સરકારના ઠરાવમાં જણાવ્યું છે કે: & ધ્યાનપૂર્વક વિચાર કર્યો પછી નામદાર ગવર્નર જનરલ ઇનકાઉન્સીલ, સર્વાનુમતે જે અભિપ્રાય કર્યો છે, તેને અનમેદન આપે છે અને તેમ કરવાના કારણે થોડા આ મુજબ ધારે છે. મિ. મલબારીએ ઉઠાવ્યો છે તેવા સવાલોને નિર્ણય કરતાં હિંદુસ્તાનની સરકાર કેટલાએક સામાન્ય નિયમે ઉપરજ ચાલે છે. ઉદાહરણ તરીકે, જ્યાં જ્ઞાતિ અથવા રૂઢિને લીધે એ કાઈ રીવાજ ચાલુ થય હાય, કે જે ચાલુ ફેશજદારી કાયદામાં બતાવેલા કોઈ પણુ ગુનાહમાં ગણાય, ત્યાં તે રીવાજ બંધ કરવા સરકાર ત૫ર થાય છે. જ્યારે જ્ઞાતિ અથવા રૂઢિથી ચાલતા કાઈ રીવાજ દીવાની કાયદાની હકુમતમાં આવી શકે તેવા હોય છે, ત્યારે તે રીવાજ નીતિથી કે સાર્વજનિક રીતિથી વિરૂદ્ધ હોય તે પણ સરકાર વચ્ચે પડતી નથી. જ્યારે જ્ઞાતિ કે રૂઢિથી ચાલતો રીવાજ કેવલ સર્વ લેાકની મરજીનીજ વાત હોય, અને તેને નિયમિત રાખવા માટે ફોજદારી કે દીવાની કાયદાની જરૂર પડતી ન હોય, ત્યારે તે સરકારે વચ્ચે પડવું એ જરૂરનું કે વાજબી ગણાય નહિ. ૨ આ સાધારણ નિયમ અમુક બાબતને લાગુ કરતાં મને તભેદ થવાના ઘણા પ્રસંગ છે; પણ હાલ જે વિષે વિચાર ચાલે છે તેવા ધાર્મિક કે સાંસારિક વિષયમાં, સરકારે પોતાની કાયદા કરવાની કે સત્તા ચલાવવાની હકુમત વાપરવી કે નહિ, તેનો નિર્ણય કરવામાં કામે લાગે અને સાધારણ બુદ્ધિથી સમજાય તેવી કટી તે એ છે, કે સરકાર કાયદા કરે, તે પિતાને હાથ જે નોકર ચાકર અને ખાતાં વગેરેની વ્યવસ્થા હાલ છે, તેટલાથી તે કાયદાનો અમલ થઈ શકશે કે કેમ ? જે ન થઈ શકે એમ લાગે, તો જેને ૧ સમાપ્તિ. ૨ કાયદાના આ ત્રણ વિભાગ સાથે અમે ગયા અંકમાં આ ઠરાવ થતા પહેલાં કાયદાની અસર જણાવતાં, જે વિભાગ આપેલા છે, તે ફરી જોવા લાયક છે. Ganan Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 25/50